એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં આપેલી ચોઇસના આધારે એલોટમેન્ટ કરી દેવામાં આવ્યુ છે. જેમાં કુલ ૧૯૪૩૪ બેઠકોની સામે ૪૦૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતાં ૧૫૩૦૧ બેઠકો ખાલી પડી છે. જેમાં એમબીએમાં ૯૬૩૩ બેઠકોની સામે ૨૮૨૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતાં ૬૯૬૬ બેઠકો ખાલી રહી છે.
આજ રીતે એમસીએમાં ૪૭૨૩ બેઠકોની સામે ૫૩૩ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવતાં ૪૨૧૯ બેઠકો ખાલી પડી છે. એમસીએ લીટરલમાં ૪૭૯૬ બેઠકોની સામે ૬૮૪ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવતાં ૪૧૧૬ બેઠકો ખાલી પડી છે. આમ, એમબીએ-એમસીએ અને એમસીએ લીટરલની મળીને કુલ ૧૫૩૦૧ બેઠકો ખાલી રહી છે.