Patent Granted for Machine Reducing Side Effects of Chemotherapy in Gujarat गुजरात में कीमोथेरेपी के दुष्प्रभाव को कम करने वाली मशीन को पेटेंट
12 માર્ચ 2025
ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પેટન્ટ એનાયત કરવામાં આવી છે.
કેન્સરની સારવારના ભાગરુપે દર્દીને કિમોથેરાપી આપવામાં આવે છે.જેમાં કેન્સરના કોષની સાથે સાથે શરીરના સારા કોષનો પણ ખાત્મો બોલી જતો હોય છે.કારણકે આ દવા આખા શરીરમાં પ્રસરતી હોય છે. તેના કારણે શરીર પર કિમોથેરાપીની મોટા પાયે આડ અસર જોવા મળે છે.સંશોધકોનો દાવો છે કે, અમે જે મશીન બનાવવા માંગીએ છે તેના કારણે કિમોથેરાપીની આડઅસરમાં ૨૫ ટકા જેટલો તો ઘટાડો થશે.
સંશોધકોની ટીમના સભ્ય અને એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ પીએચડી સ્કોલર ડો.વિશ્વજીત ચાવડાનું કહેવું છે કે, અમે મશીનની જે ડિઝાઈન બનાવી છે તેને ટાર્ગેટેડ પીએચ સેન્સિટિવ ડ્રગ ડિલિવરી સિસ્ટમ નામ આપ્યું છે.કારણકે તેમાં કિમોથેરાપીના ભાગરુપે દર્દીને જ્યારે દવા અપાશે ત્યારે મશિનથી પીએચ( પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન એટલે કે હાઈડ્રોજનની સાંદ્રતા)ને બેલેન્સ કરવામાં આવશે.સામાન્ય રીતે શરીરના સામાન્ય સેલની પીએચ વેલ્યુ ૭.૪ રહેતી હોય છે.જ્યારે કેન્સરના દર્દીના કેન્સરગ્રસ્ત સેલની પીએચ વેલ્યું ૬.૫ હોય છે.જેના કારણે દવા કેન્સરગ્રસ્ત કોષોને જ ટાર્ગેટ કરશે અને સ્વસ્થ કોષોને દવાની આડઅસરથી બચાવશે.
તેમણે કહ્યું હતું કે, મશીનની ડિઝાઈનને પેટન્ટ મળ્યા બાદ હવે અમે આ મશીનને આગળ બનાવવા માટે કામ કરીશું.કેન્સરની સારવારમાં આ સિસ્ટમ ક્રાંતિકારી પૂરવાર થશે તેવી આશા છે.
સંશોધકોની ટીમ
માનસી ગાંધી, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી
ડો.વિશ્વજીત ચાવડા, પૂર્વ પીએચડી સ્કોલર, એપ્લાઈડ કેમેસ્ટ્રી એમ.એસ.યુનિવર્સિટી
પ્રો.ડોડ.પ્રણવ શ્રીવાસ્તવ, ગુજરાત યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગ
ડો.પ્રિયંકા શાહ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ધારવાડ
ડો.વૈશાલી સંદીપકુમાર સુથાર, એપ્લાઈડ કેમેસ્ટ્રી. એમ.એસ.યુનિવર્સિટી
નવિન ચૌધરી, એપ્લાઈડ ફિઝિક્સ, એમ એસ યુનિવર્સિટી
કિમોથેરાપી શું છે?
કિમોથેરાપી એ કેન્સરના કોષોનો નાશ કરવાની દવા છે જે શરીરમાં રક્ત દ્વારા અથવા તો ગોળીના રૂપે અપાય છે.
કીમોની આડઅસર શું થઇ શકે?
કીમો થી હવે પહેલા જેવી આડઅસર નું પ્રમાણ ઘણું ઓછું થઇ ગયું છે આના બે મુખ્ય કારણ — દવા ખુબ સારી મળતી થઇ ગઈ છે અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ ની કુશળતા નો લાભ દર્દી ને મળે છે.
આમાંની ૧ અથવા વધુ આડઅસર દર્દીને બે કિમોથેરાપીના ડોઝ દરમિયાન થઇ શકે જેમ કે થાક લાગવો, શરીર દુખવું, સ્વાદ બદલાવો, ઉબકા અથવા ઉલ્ટી, કબજિયાત કે ઝાડા થવા, તાવ આવવો, ભૂખ ઓછી થવી, વાળ ખરવા.
મોટાભાગની આડ અસર સામાન્ય અને ટૂંકા સમય માટે હોય છે.
કિમોથેરાપી કોણ આપી શકે?
કિમોથેરાપી આમ જોઈએ તો ખુબ સરળ વસ્તુ લાગે. કીમોની દવા બોટલમાં ભેળવીને દર્દીની નસમાં ચઢાવવાનું કામ ટ્રેઈન્ડ નર્સ કરતી હોય છે. પણ કીમોની કઈ દવા, કેટલા માપમાં, ક્યારે, કઈ રીતે આપવી, અને કીમોની દવા પહેલા ને પછી કઈ અન્ય દવાઓ આપવી જેથી કીમોની અસરકારકતા વધુ અને આડ અસર ઓછી થાય તે ફક્ત ને ફક્ત નિષ્ણાંત મેડિકલ ઓન્કોલોજીસ્ટનું કામ છે. મેડિકલ ઓન્કોલોજીસ્ટ એ કીમોથેરાપી, હોર્મોન થેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનો થેરાપી આપવાના નિષ્ણાંત ડોક્ટર હોય છે. આ બધામાં ખાસ એક વાત યાદ રાખવી કે કોઈપણ કેન્સર વહેલા નિદાન થાય તો મટવાની શક્યતા ખુબ વધારે હોય છે.
આ શેના માટે આપવામાં આવે છે?
કિમોથેરાપી આ ચાર રીતે અપાય છે
(ક) Neo-Adjuvant – ઓપરેશન પહેલા કેન્સરની ગાંઠને નાની કરવા અને ઓપરેશન સફળતાપૂર્વક કરવા માટે.
(ખ) Adjuvant – ઓપરેશન પછી કેન્સરને ફરી થતા અટકાવવાના પ્રયાસ રૂપે.
(ગ) Concurrent -રેડિએશન (શેક) સાથે ગાંઠને ઓગાળી દેવા અથવા ઓપરેશન લાયક બનાવવા માટે.
(ઘ) Palliative – લાસ્ટ સ્ટેજના કેન્સર માં દર્દીની તકલીફ દૂર કરવા અને આયુષ્ય વધારવા માટે.
* લોહીના કેન્સર (બ્લડ કેન્સર) માં ઓપરેશન કે શેક શક્ય નથી હોતા. કિમોથેરાપી એ એક માત્ર ઈલાજ થી ઘણા પ્રકારના બ્લડ કેન્સર મટાડી શકાય છે.
કિમોથેરાપી કેવી રીતે અપાય છે?
ક) Intravenous – કીમો ને બોટલમાં નાખી દર્દીની નસમાં ( )અપાય છે.
ખ) Oral – ગોળીના રૂપમાં અમુક કેન્સરમાં કીમો આપી શકાય છે.
ગ) Subcutaneous – ત્વચા હેઠળ ઇન્જેક્શન દ્વારા.
શિડયુલ શું હોય છે?
કીમો દર અઠવાડિયે (૭ દિવસે) ,બે અઠવાડિયે (૧૪ દિવસે ),ત્રણ અઠવાડિયે (૨૧ દિવસે ) અથવા તો દર ચાર અઠવાડિયે (૨૮ દિવસે ) આપી શકાય.
આ શીડયુલ તમારા ટ્રીટીન્ગ ડોક્ટર (મેડિકલ ઓન્કોલોજીસ્ટ), દર્દીના કેન્સરના પ્રકાર, ફિટનેસ ને ધ્યાનમાં રાખી નક્કી કરતા હોય છે.
કીમો કેટલા ટાઈમમાં અપાય?
ડે કેર કીમો – ૧/૨ કલાકથી લઈને ૮-૧૦ કલાકની હોઈ શકે.
ઇન્ડોર કીમો – આ ૨૪ કલાક કે તેથી વધુ સમયમાં ઇન્ફ્યૂઝન માં અપાતી હોય છે.
સારવાર પહેલાના પરીક્ષણ
આ તમારી કીમોના દિવસે અથવા એક દિવસ પહેલા કરવમાં આવે છે .
દા.ત. લોહીનો રિપોર્ટ (Blood Test), 2ડી ઇકો (2D ECHO) , યુરિન ટેસ્ટ
જેના પરથી તમે એ દિવસે નિર્ધારીતર કીમો આપવા માટે લાયક છો કે નહિ તે નક્કી કરે છે .