રાજ્યસભાના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એર ઈન્ડિયાના 100 ટકા હિસ્સાના વેચાણની કેન્દ્ર સરકારની મોદીની ભાજપ સરકારને આકરી ટીકા કરી છે. સોમવારે 27 જાન્યુઆરી, 2020 સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ભાજપના સાંસદે કહ્યું હતું કે તેઓ સરકારના આ પગલાની વિરુદ્ધ કોર્ટમાં જશે.
સરકારે 27 જાન્યુઆરી 2020એ ‘એર ઇન્ડિયા’ ના 100 ટકા હિસ્સાના વેચાણ માટે પ્રારંભિક માહિતી મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. ટેન્ડર દસ્તાવેજ મુજબ, એર ઇન્ડિયા વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો અને જેવી એઆઇએસએટીએસમાં 50 ટકા હિસ્સો વેચશે.
એરલાઇન્સના સંચાલન ઉપર નિયંત્રણ સફળ બોલી લગાવનારને તબદીલ કરવામાં આવશે. પત્રો રજૂ કરવાની અંતિમ તારીખ 17 માર્ચ નક્કી કરી છે. સરકારની આ ઘોષણા પર સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. આ સોદો સંપૂર્ણપણે રાષ્ટ્રવિરોધી છે અને હું તેની વિરુદ્ધ કોર્ટમાં જવાની ફરજ પાડીશ. અમે અમારા પારિવારિક રત્નોને વેચી શકતા નથી. ”ભાજપના સાંસદની આ ટ્વિટ પછી સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસ એર ઇન્ડિયાની ઓછા ભાડા વાળી એર લાયન છે. મધ્ય પૂર્વ અને |દક્ષિણ પૂર્વ એશિયામાં સેવા પ્રદાન કરે છે. સપ્તાહમાં લગભગ ૧૦૦ ફ્લાઈટોનું સંચાલન કરે છે.
એર ઈન્ડિયાની ખરાબ હાલત મોદી સરકારે કરી
એર ઇન્ડિયાએ ભારત સરકારની માલિકીની એરલાઇન્સ કંપની છે. સરકારી વિમાન કંપની એર ઇન્ડિયા પાસેથી ફ્યુઅલ પેટે ઓઇલ કંપનીઓનું રૂ.5000 કરોડનું બાકી લેણું છે. એર ઇન્ડિયા તરફથી પેમેન્ટ 8 મહિનાના વિલંબથી થઇ રહ્યું છે. IOCના ફ્યૂઅલ પેટે રૂ.2700 કરોડ લેવાના નીકળે છે જેમાં રૂ.450 કરોડનું વ્યાજ સામેલ છે. આમ IOC, BPCL અને HPCLની લેવાની નીકળતી બાકી રકમ રૂ.5000 કરોડ છે. એર ઇન્ડિયા IOC પાસેથી દરરોજ અંદાજે 13થી 14 કરોડ રૂપિયાનું ઇંધણ ખરીદે છે.
એર ઇન્ડિયાનું કુલ દેવું 60 હજાર કરોડનું દેવું
એર ઇન્ડિયાનું કુલ દેવું રૂ. 60 હજાર કરોડે પહોંચી ગયું છે. નાણાંકીય વર્ષ 2018-19માં આ સરકારી એરલાઇન્સે રૂ.8400 કરોડની ખોટ કરી હતી. છેલ્લાં બે વર્ષથી કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાને વેચવાના પ્રયાસો કરી રહી છે જો કે હજી સુધી સફળતા મળી નથી.
દરરોજ આપણે 15 કરોડ રૂપિયાનું નુકશાન આવી રહ્યું છે. બીજી બાજુ 20 વિમાનની અછતનો સામનો કરવો પડે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 9,000 કરોડ રૂપિયાનું દેવુ ચુકવવાનું છે. કંપનીએ સરકાર પાસેથી મદદ પણ માગી હતી, પરંતુ એનો અસ્વિકાર કરવામાં આવ્યો. સરકાર આ કંપનીની 76 ટકા ભાગીદારીને વેચવા માગે છે.ઉડ્ડયનમંત્રીનું કહેવું છે કે, પાકિસ્તાની એર સ્પેસ પર પ્રતિબંધ જેના કારણે નુકશાન થયું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આત્મઘાતી વિસ્ફોટ થયો ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાથી ભારતીય ફ્લાઇટને પાકિસ્તાની એર સ્પેસ પર પ્રતિબંધ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કારણે એર ઇન્ડિયાને 300 કરોડથી વધુ રકમનું નુકશાન થયું છે.