એલએનજીના પ્રોજેક્ટમાં વિલંબ છતાં સરકારની કૃપાથી સ્વાન એનર્જીને કોઈ જ દંડ નહિ

અમદાવાદ,તા.31

ગુજરાતમાં જાફરાબાદ ખાતે રૂા.5117 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા આયાતી લિક્વિડ એલએનજીને ગેસના સ્વરૂપમાં રૂપાંતરિત કરી આપતો એલએનજીનો પ્રોજક્ટ પૂરો કરવામાં સ્વાન એનર્જી લિમિટેડના નિખિલ મરચન્ટ દ્વારા અસહ્ય વિલંબ કરવામાં આવી રહ્યો હોવા છતાંય તેને માથે સરકારના ચાર હાથ હોવાથી કોઈ જ પેનલ્ટી કરવામાં આવી રહી નથી. બીજી તરફ તેનો પ્રોજેક્ટ પૂરો ન થઈ રહ્યો હોવાથી વિદેશથી કુદરતી ગેસની આયાત કરવા માટેના કરાર કરી બેઠેલી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન તથા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને લાખો ડોલરનું નુકસાન જતું હોવા છતાં સરકાર તરફથી સ્વાન એનર્જિ લિમિટેડને કોઈ જ દંડ કરવામાં આવતો ન હોવાથી આયાતકારો મૂંઝાઈ રહ્યા છે. આ આયાતકારોએ સ્વાન એનર્જીને પંદરમી ઓક્ટોબરના અરસામાં પત્ર લખીને તેના પ્રોજેક્ટનું કામ ક્યારે પૂરું થઈ રહ્યું હોવાની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે, પરંતુ મળતી માહિતી મુજબ સ્વાન એનર્જી લિમિટેડે તેનો હજી સુધી જવાબ આપ્યો નથી.

પ્રોજેક્ટ પૂરો કરવાની કોઈપણ ડેડલાઈન પૂરી કરવામાં સ્વાન એનર્જી લિમિટેડના નિખિલ મર્ચન્ટ સફળ થયા નથી. આ ડેડલાઈન પૂરી થવાનો આજે દોઢ વર્ષ થવા આવ્યું હોવા છતાંય કંપની હજીય તેનો પ્રોજેક્ટ પૂરો કરવાની લિમિટ લંબાવી આપવા માટે દબાણ કરી રહી છે. સરકાર સંચાલિત ચાર એલએનજી કંપનીઓના સપ્લાયનો આરંભ સ્વાન એનર્જી લિમિટેડનો પ્રોજેક્ટ પૂરો થાય તે પછી જ શરૂ કરી શકાયત તેમ હોવા છતાંય કંપનીના પ્રમોટરના પેટનું પાણીય હાલતું ન હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે આ ઓઈલ કંપનીઓને પત્ર લખીને ફરી એકવાર પ્રોજેક્ટ પૂરો કરવાની સમય મર્યાદા લંબાવી આપવાની માગણી કરી છે. માર્ચ 2020 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરીને તેનું કામકાજ શરૂ કરી દેવાની ઇચ્છા પંદરમી ઓક્ટોબરના અરસામાં લખવામાં આવેલા પત્ર મારફતે વિનંતી કરવામાં આવી છે.

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં જાફરાબાદનો આ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થાય તે પૂર્વે કંપનીએ ફાઈનાન્શિયલ ક્લોઝરની જાહેરાત કરી પડે છે. આ જાહેરાત કરીને તે આરંભમાં તેની પાસેના ઉપલબ્ધ ભંડોળની વિગતો દર્શાવે છે. કંપની આ વિગતો જાહેર કરે તે પછી તેને વળતર આપવાના સમયગાળાનો આરંભ થાય છે. રૂા.5117 કરોડના ખર્ચે તૈયાર કરવા ધારેલો પ્લાન્ટનું કામ પૂરું થાય તે પછી આયાતકાર કંપની તેમનો ગેસ આયાત કરી શકશે. આ પ્લાન્ટની ક્ષમતા 50 લાખ ટનની છે. તેને કારણે સ્વાન એનર્જી લિમિટેડને વર્ષે રૂા.1400કરોડની આવક થશે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, ઇન્ડિયાન ઓઈલ કોર્પોરેસન અને ભારત પેટ્રોલિયમ કોર્પેરેશને તેમણે મૂકેલા ઓર્ડર પ્રમાણ સપ્લાય લેવાનું શરૂ કરી શકશે. અન્યથા તેમને માટે સપ્લાય  સ્વીકારવો અશક્ય છે. સ્વાન એનર્જી લિમિટેડે 33થી માંડીને 39 મહિનામાં તેનો પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. તેનો પ્રોજેક્ટ થાય તો માર્ચ 2020થી આ ચાર કંપનીઓ વિદેશની કંપનીઓ પાસેથી નેચરલ ગેસ ખરીદવાનું ચાલુ કરી શકશે. સ્વાન એનર્જી હવે ઇફેક્ટિવ ડેટ એટલે કે પ્રોજેક્ટ શરૂ થયાની તારીખ 8મી ડિસેમ્બર2016 ગણવા જણાવી રહી છે. આમ તે તેનો પ્રોજેક્ટ પૂરો થવાની દારીખ હજી છથી નવ મહિના લંબાવવા માગે છે. આ વિલંબ થવા માટે સ્વાન એનર્જી બેન્ક ફ્રોડ, બેન્કોની વધી ગયેલી નોન પરફોર્મિંગ એસેટ્સ અને જાહેર ક્ષેત્રની બેન્કો પાસેની મૂડી ઓછી થઈ જતાં તેના કામકાજમાં વિલંબ થયો હોવાનું બહાનું આગળ કરી રહી છે.

સ્વાન એનર્જીનો પ્લાન્ટ ચાલુ થવામાં વિલંબ થાય તો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને મોટું નુકસાન જાય તેમ છે. તેમણે માર્ચ 2020 સુધીમાં પે એન્ડ યુઝની કેન્ડિશન પર લિક્વિડ નેચરલ ગેસને વાયુમાં રૂપાંતરીત કરી આવીને તેને વહનને પાત્ર બનાવી આપવા માટેનો પ્લાન્ટ માર્ચ 2020 સુધીમાં ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવાની શરત મૂકવામાં આવેલી છે. આ વપરાશ તે ચાલુ ન કરે તે યુઝ ઓર પ ની કન્ડીશન હેઠલ તેમના પાસે સ્વાન એનર્જિ લિમિટેડ ચાલુ કરી દેશે. તેમણે એમએમબીટીયુ-મિલિયન બ્રિટિશ થર્મલ યુનીટદીઠ રૂા. 58.38ના 75 ટકા નાણાં ટર્મિનલ પરના પ્લાન્ટનો ઉપયોગ કર્યા વિના ચૂકવવા પડશે. સ્વાન એનર્જી સમયસર તેનું ટર્મિનલ ચાલુ કરી દેશે તેમ માની લઈને ચાર ઓઈલ કંપનીઓએ વિદેશમાંથી ગેસની આયાત કરવાનું ચાલુ કરી દેવું પડશે. પરંતુ સ્વાન એનર્જી પાલ્ન્ટ ચાલુ કરવામાં હજી વધુ વિલંબ કરે તો તેમણે વિદેશી નિકાસનાકરને એમએબીટીયુ દીઠ આઠથી દસ ડોલર ચૂકવવા પડશે. આમ ટર્મિનલ ચાલુ થયા વિના સ્વાનને પણ ચૂકવવા પડશે અને વિદેશથી તેમને એલએનજી સપ્લાય કરતી કંપનીઓને એમએમબીટીયુ દી નામાં પણ ચૂકવવા પડશે. આમ તેમને માટે કાશીનું કરવત જતાંય વ્હેરે અને આવતાંય વ્હેરે જેવો ઘાટ થશે. તેથી ચારેય કંપનીઓએ સ્વાન એનર્જીને પત્ર લખીને તેમનો પ્રોજેક્ટ ક્યારથી ચાલુ થવાનો છે તે લેખિતમાં જણાવવા જાણ કરી છે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડ તરફથી લેટર ઓફ ઇન્ટેન્ટ-ઇરાદા પત્ર મળવાની તેઓ રાહ જોઈ રહ્યા છે. તેમનો લેટર ઓફ ઇન્ટેન્ટ મળે તે માટે તેઓ તેમના પ્રોજેક્ટ ચાલુ થવાની તારીખની જાહેરાત કરશે.

સીઝનલ જોબ કરનારાઓને સીઝનના સાત દિવસના પગારને ધોરણે ગ્રેચ્યુઈટી ચૂકવવાની સિસ્ટમ આવશે