એલ.જી.હોસ્પિટલના બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી વૃદ્ધની આત્મહત્યા

મણીનગર એલ.જી.હોસ્પિટલના આઠમા માળેથી છલાંગ લગાવીને એક વૃદ્ધે મોતને વ્હાલું કરી લીધું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ તોમર (ઉ.60) અગાઉ એલ.જી.હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. વિષ્ણુભાઈની હોસ્પિટલ ખાતે બદલી થઈ જતા તેમણે સિક્યુરિટી કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે વિષ્ણુભાઈ તોમરે કોઈ અગમ્ય કારણોસર આઠમાં માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો.