એશિયાના સૌથી મોટા મસાલા બજારનું 1 હજાર કરોડનું વેરા કૌભાંડ

ગુજરાતમાં જ્યારથી GST લાગુ પડ્યો છે ત્યારથી ગુજરાતના સૌથી મોટા ખેત ઉત્પન્ન બજાર ઊંઝામાં ગાંધીનગર ભાજપના નેતાઓ અને GSTના અમદાવાદના અધિકારીઓ સાથે મળીને વેરા ચોર ટોળકી ઊંઝામાં રોજનું રૂ.25 લાખનું વેરાની ચોરી કરી રહ્યાં છે. આજ સુધી આવું રૂ.165 કરોડનું વેરા કૌભાંડ થયું હોવાના પુરાવા છે. જોકે ઊંઝા માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા લોકો કહે છે કે, એક વર્ષના રૂ.500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે આજ સુધીમાં રૂ.1000 કરડોના વેરા ચોરી કૌભાંડ થઈ શકે છે.

ગોલમાલ

બોગસ બિલ બનાવીને ઊંઝાનો માલ બહાર મોકલેલો હોવાનું બતાવીને તે માલ ફરી ઊંઝા આવી ગયો હોય એવું બતાવીને તેનું રીફંડ સરકાર પાસેથી લેવામાં આવ્યું હોવાના રૂ.63 કરોડ એક વર્ષના અને આઝ સુધીના રૂ.100 કરોડના પુરાવા સરકારને આપવામાં આવ્યા છે.

વાઘેલા જાણતા હતા

સેલ્સ ટેક્સ કમિશનર પી ડી વાઘેલાની કચેરીનું આ ચોરી અંગે 3 વખત ઊંઝા બજારના જવાબદાર લોકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં વાઘેલાની કચેરીએ કોઈ પગલાં લીધા ન હતા. મહેસાણા જિલ્લામાં ઊંઝા બજાર આવેલું છે. મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ છે. જેઓ ગુજરાતના નાણાં પ્રધાન છે. ચોરી થતી હોય તો તે અંગે તેમની પહેલી જવાબદારી બને છે. તેઓ કરોડોના વેરા ચોરીની જાણકારી ન ધરાવતાં હોય તો તેમની મોટી જવાબદારી અને બેદરકારી ગણી શકાય.

ટ્રાન્સપોર્ટરો અને પેઢીઓની ભાગીદારી

ઊંઝાના સંનિષ્ઠ ભાજપના નેતાઓએ વેરા ચોરી થઈ રહી હોવાથી પોલીસને આવી જાણ કરીને અનેક ગાડીઓ પકડાવી હતી. જે રૂ.20થી 25 લાખ લઈને છોડી દેવામાં આવી છે. આ કૌભાંડમાં ટ્રાન્સપોર્ટરો સંડોવાયેલા છે. બિલ વગરનો માલ લઈ જવાના તે રૂ.30 લે છે અને બે ગણા ભાવ મેળવે છે. આવા ટ્રાન્સપોર્ટરોમાં મણીબા ટોડલાઈન્સ, નવરંગ રોડલાઈન્સ, જીયા રોડલાઈન્સ, યાદવ રોડ લાઈન્સ, શ્રી મહાગણપતિ ટ્રાન્સપોર્ટ, ઓમ ટ્રાન્સપોર્ટ, દિગ્વિજય ફ્રાઈટ કેરિયર, મંથન ફ્રાઈટ કેરીયર, વૈદનાથ ટ્રાન્સપોર્ટ, શક્તિ ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. જેમાં ઊંઝાના સંજય માઘા, ભાજપના નેતાઓ સાથે જોડાયેલો મિલન ધમા, સંજય પટેલ-શંકર, જીતુ મિલન, જગો બારોટ અને મહેસાણા – ગાંધીનગરના રાજકીય નેતાઓ, અમદાવાદના અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. આયર્ન એન્ટર પ્રાઈઝ, વંશ એન્ટરપ્રાઈઝ, વિર ટ્રેડર્સ, ખોડિયાર સ્પાઈસીસ, સમીર એન્ટરપ્રાઈઝ, ગણપતિ ટ્રેડર્સ, જગન્નાથ સેલ્સ કોર્પોરેશન, મળીને 35 પેઢીઓ કામ કરી રહી છે.

એશિયાનું સૌથી મોટું બજાર

ઉંઝાનું માર્કેટયાર્ડ – એશિયામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. ઊંઝા ગંજ બજારનું વર્ષે ટર્નઓવર રૂ.5000થી રૂ.12000 કરોડ આસપાસ છે. બિલ પર 3 ટકા કૌભાંડના નાણાં આપવામાં આવે છે. 2016માં રૂ.10,000 કરોડનો વેપાર થયો હતો, જેમાં ફી પેટે ઊંઝા બજારને રૂ.22 કરોડ મળ્યા હતા. જે 3 વર્ષ પહેલાં રૂ.9 કરોજની આવક હતી. આ આવક દેશના તમામ માર્કેટયાર્ડની આવક કરતાં વધુ છે. ઊંઝા બજારે નિકાસના તમામ રેકર્ડ તોડી નાંખ્યા છે. સારા ચમોસાએ અહીં 19થી 20 લાખ બોરી જીરું વેચાય છે. જે ત્રણ રાજ્યોનું થાય છે.   જુલાઈ 2017થી ગુજરાતમાં કાયદાનો અમલ કરવાની જાહેરાત વખતે 10 મે 2017માં નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બિલ રજૂ કરતી વેળાએ કહ્યું હતું કે, ગ્રાહકને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. લોકોની અને વેપારીઓની હાડમારી દૂર થશે. કિંમતોમાં વિસંગતતા દૂર થશે. GST પારદર્શક, પ્રામાણિક અને પ્રજાલક્ષી વેરો છે.

દેશની 85 ટકા મસાલા બજાર ઊંઝા પાસે

જીરૂનું વેચાણ રોજ એક લાખ બોરી 3 મહિના સુધી આવે છે. રૂ.7 હજાર કરોડની 1 કરોડ બોરી જીરું અહીં આવે છે. જેમાં મોટો હિસ્સો રાજસ્થાનના ખેડૂતોનો છે. દેશની તમામ કોમોડિટીમાં આ રકમ ઊંચી છે. જે દેશની બજારમાં 85 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય અન્ય મસાલા પાકોમાં ઊંઝા બજાર સર્વોચ્ચ સ્થાને છે. 13થી 18 લાખ બોરી વરીયાળી, 10-11 લાખ બોરી ઈસબગુલ, 8થી 10 લાખ બોરી તલની થાય છે. અહીંનો 33 ટકા માલ વિદેશ નિકાસ થાય છે.