એસટી બસ અને તેમાં મુસાફરી કરી રહેલાં લાખો મુસાફરોની જાન-માલ કે જિંદગીની જાણે સરકારી તંત્રને મન કઈ પડી ન હોય તેવો ઘાટ જોવા મળ્યો જ્યારે અમદાવાદના એસટી ડેપોમાં આવતી રાજ્ય ભરની બસોનું રિયાલિટી ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે. સ્પષ્ટ થયું હતું કે, બસની અંગદ આગ લાગે તો તેને કાબુમા કરવા માટે ફાયરસેફ્ટી કામ આપી શકે તેમ ન હોવાથી મુસાફરોના મોત થઈ શકે છે.
સુરત અગ્નિકાંડ બાદ એસટી બસમાં મુસાફરના જાણે લગેજ હોય તે માફક દરેક બસમાં “ફાયર સેફટી” ની એક એક બોટલ તો મૂકી દેવામાં આવી છે પણ તેની કોઈ ચકાસણી,તેની સમય મર્યાદા કે કોઈ જાણકારી વગર “કંડમ” હાલતમાં ફક્ત દરેક બસમાં મૂકી દેવાઈ છે જે આગ કે કોઈ દુર્ઘટના સમયે ક્યારેય ઉપયોગી થશે કે કેમ તેવી સવાલ ખુદ એસટી વિભાગની બસમાં ફરતાં ડ્રાઇવર-કંડકટર કરી રહયાં છે ત્યારે બસમાં મુસાફરી કરતાં લાખો નિર્દોષ મુસાફરીની જિંદગી કોના ભરોસે એવી ચર્ચા ઉઠી રહી છે.
બસમાં રાખવામાં આવેલી ફાયર સેફટી બાબતે દરેક બસના કંડકટર ને પૂછવામાં આવતાં પોતે આ બાબતે સાવ અજાણ હોવાનું જણાવ્યું હતું તેમજ કદાચ કોઈ સંકટ સમયે આ ફાયર સેફટી દ્વારા આગ હોલવવાની કામગીરી કરવી પડે તો શું કરી શકોછો તેના સવાલમાં તેમની પાસે એવી કોઈ માહિતી કે ફાયરસેફટી બાબતે જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું….!!
નાનકડી ફાયરસેફટી બોટલ કોની જાન બચાવી શકે…?
સરકારના એસટી વિભાગે સુરત અગ્નિકાંડ બાદ પોતાની “નામાલી” ફરજ મુજબ દરેક બસમાં એક એક ફાયર સેડફટી ની બોટલ તો મૂકી દીધી પણ તેની એકપાયરી ડેટ કે તેની ચકાસણી વગર ફક્ત “શોભાના” ગાંઠિયા માફક પોતે પોતાની ફરજ પુરી કરી હોવાનો સંતોષ માની રહેલું તંત્ર એસટી માં મુસાફરી કરનાર લાખો મુસાફરોની જિંદગી સાથે જાણે મજાક કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ….બાકી રાજ્યની રૂપાણી સરકાર ના એસટી વિભાગના અધિકારીઓ ની આંખ ત્યારે ખુલશે જ્યારે કોઈ મોટી જાનહાની થશે તો શું ગુજરાત એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ સુરત અગ્નિકાંડ માફક કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોઈ રહયું છે….?
સમગ્ર મામલે અલગ અલગ ડેપોને કંડકટર અને દદ્રાઈવર સાથે વાત કરતાં જાણવા મળ્યું કે અચાનક અમારી બસોમાં ફાયર સેફટી લગાવી દેવામાં આવી હોય તેવી પરિસ્થિતિ માં દ્રાઈવર અને કંડક્ટરો તેનો ઉપયોગ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી તેમજ બસોમાં લગાવી દેવાયેલી આ તમામ ફાયરસેફટીની એક્સપાઈરી ડેટ કે અન્ય સમજ બાબતે બિલકુલ અજાણ હોવાનું જાણવા મળ્યું હતું….!