એસપીજી પાટીદારોમાં શિક્ષણ વધારવા અને વ્યસન મુક્તિ માટે ઝૂંબેશ કરશે, સરદાર જયંતિની ભવ્ય ઉજવણી થશે.

4 સપ્ટેમ્બર 2019ના રોજ SPG ગ્રુપની રાષ્ટ્રીય કારોબારીની મિટિંગ SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના નેજા હેઠળ મહેસાણા TGA હોટલમાં યોજવામાં આવી હતી.

રાષ્ટ્રીય કારોબારી મિટિંગમાં રાષ્ટ્રીય કારોબારીના હોદેદારો, ગુજરાતના તમામ જિલ્લા, શહેર ,તાલુકાના હોદેદારો ,સોશ્યિલ મીડિયાના હોદેદારો હાજર રહ્યા.

રાષ્ટ્રીય કારોબારીમાં SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષના રાહબળ હેઠળ આગામી સમયમાં પાટીદાર સમાજની દીકરીઓનું રક્ષણ, શિક્ષણ અને નોકરી મેળવવાની બાબતમાં સહયોગ આપશે સાથે SPG ગ્રુપમાં ભાઈઓ અને બહેનોને જોડી SPG ગ્રુપને મજબૂત કરી સમાજ માટે મોટા પાયે સક્રિય થવાનું હોદેદારોની હાજરીમાં લાલજીભાઈ પટેલએ આહવાન કરેલું હતું.

આગામી મહિનામાં આવી રહેલી સરદાર પટેલ જયંતિ સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના મહેસાણા કોઈ પણ એક સ્થળે સૌથી મોટી સરદાર પટેલ જયંતિ ઉજવવામાં આવશે એવી લાલજીભાઈ પટેલએ જાહેરાત કરી હતી.

SPG રાષ્ટ્રીય કારોબારીની મીટીંગમાં સર્વાનુમતે સમાજની મહિલા, દીકરીઓને જાગૃતિ લાવવાનું અને યુવાનોને વ્યસન મુક્તિની જાગૃતિ લાવવામાં વિશેષ ધ્યાન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો.

SPG રાષ્ટ્રીય કારોબારીની મીટીંગમાં સર્વાનુમતે સમાજની મહિલા, દીકરીઓને જાગૃતિ લાવવાનું અને યુવાનોને વ્યસન મુક્તિની જાગૃતિ લાવવામાં વિશેષ ધ્યાન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો.