[:gj]આત્મનિર્ભર નહીં, બેંક પર નિર્ભર યોજનાની લોનના ફોર્મ 21મીથી મળશે[:]

[:gj]આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ ગુરૂવાર ર૧મી મે થી આ બધી સહકારી બેંક અને સંસ્થાઓની સમગ્ર રાજ્યની ૯ હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે.

આ યોજના અત્મનિર્ભર હોવાનો દાવો કરે છે. જેમાં લોકોએ બેંકો પર નિર્ભર રહીને વ્યાજે પૈસા લેવાના છે. સરકાર ધંધાની નુકસાની માટે કોઈ મદદ કરવાની નથી.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજવાની શૃંખલાની આઠમી કડી આજે સંપન્ન થઇ હતી.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ બેઠક અંગેની વિગતો આપી હતી.
રાજ્યના નાના દુકાનદારો-વ્યકિતગત વ્યવસાયિકો-વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેકટ્રીશ્યન, રેકડી ફેરી કરનારાઓને લોકડાઉનની સ્થિતીમાંથી પૂન: બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ યોજના અન્વયે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કો તથા ક્રેડીટ સોસાયટીઓ આપવાની છે. ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવવાની છે.
યોજના સાચા અર્થમાં નાના લોકો માટે રોજગારીનો, આવકનો આર્થિક આધાર બનશે.[:]