8 હજાર ST બસોનું અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ST નીગમના એન્જિનીયર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી કરવામાં આવતા 35% બસો ખામીયુક્ત હોવાનું જાણવા મળ્યું હતું. 200 બસની તપાસ કરવામાં આવી હતી અને આ 200 બસમાંથી 62 બસમાં અલગ-અલગ પ્રકારની ખામીઓ સામે આવી હતી. જેમાં બારીના કાચ વગરની 11 બસ, તૂટેલી બારી અને લોક વગરની 14 બસ, સીટ તૂટેલી હોય તેવી 3 બસ, ફલોરિંગમાં પ્રોબ્લેમ હોય તેવી 1 બસ અને 2 બસના ટાયરના પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું હતું. જો અમદાવાદમાં 200માંથી 62 જેટલી બસોમાં 30% કરતા વધારે ખામીઓ સામે આવતી હોય તો રાજ્યના અલગ-અલગ શહેર કે, ગામડાઓમાં દોડતી 8000 બસોમાંથી કેટલી બસોમાં ખામી સામે આવશે. ST નિગમમાં ખાનગી સંચાલકો બસો પ્રીમીયમ સર્વિસમાં દોડાવે છે. તેઓ બસને ગેરકાયદેસર હોટેલ પર ઉભી રાખીને હોટેલ માલિકો પાસેથી લાભ મેળવે છે અને ST નિગમને નુકશાન પહોંચાડે છે.