એસ ટી નિગમે એક લાખ મુસાફરોની ટિકિટ રદ કરી અને 25 ટકા પૈસા પણ કાપી લીધા

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં સલામત મુસાફરી કરવા માટે લોકો ઈન્ટર નેટ દ્વારા વેબસાઈટ પર ઓન-લાઈન ટિકિટ બુક કરાવે છે. તેમાં બસ ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા બે દિવસની હડતાલ પડતાં ઓન-લાઈન બુકીંગ કરાવનારા મુસાફરોના પૈસા અસલામત થયા છે. એકવાંસ – આગોતરી પાકી ટિકિટ લીધી હોય એવા રોજના 52 હજાર જેટલાં મુસાફરો હોય છે. જેમની સરેરાશ એક મુસાફર દીઠ રૂ.200ની ટિકિટ થાય છે. બે દિવસનું બુકીંગ રદ થતાં તમામની ટિકિટના 25 ટકા ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જેમની ટિકિટ રૂ.420 હતી તેમની પાસેથી કેન્સેલેશન ચાર્જ પેટે રૂ.112 કાપી લેવામાં આવ્યા છે.

આમ હડતાલથી બે દિવસમાં આવા એક લાખથી વધું મુસાફરોએ પોતાની કન્ફર્મ ટિકિટ એસ ટીએ પોતે રદ કરી છે. મુસાફરે તે રદ નથી કરી અથવા રદ કરવાની ફરજ એસટીના કારણે પડી છે. તેમ છતાં એસટીએ આવી 25 ટકા રકમ મુસાફરો પાસેથી કાપી લીધી છે. જે કાપી શકે નહીં.

એસ.ટી.નિગમના ઇતિહાસમાં 10 નવેમ્બર 2018માં એક દિવસની કુલ 65,600 ટિકિટો બુક થઈ હતી. જેમાં રૂ.1.31 કરોડના પૈસા આવ્યા હતા. જે તહેવાનોની હતી પણ સામાન્ય દિવસોમાં રોજની 52 હજારથી વધું ઓન લાઈન બુંકીંગ થાય છે.  દિવાળીના 2017ના તહેવારોમાં 8.23 મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી. અત્યારે લગ્ન સિઝન હોવાથી રોજની 52 હજાર ટિકિટ ઓન લાઈન બુક થાય છે.

વળતર આપવું પડે

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પોતાની બસો ન દોડી હોવાથી આરક્ષણ રદ કર્યું છે. તેથી મુસફરોને ટિકિટના નાણાં તો પૂરેપુરા પરત આપવા પડે પણ સાથે તેઓ મુસાફરી કરી શક્યા નથી તેનું નુકસાન થયું છે તેનું રોકડમાં વળતર આપવું પડે. એવું ગ્રાહક સુરક્ષાનો કાયદો કહે છે.

તેથી એવી માંગણી થઈ છે કે કેન્સલેશન ચાર્જ તો પરત આપો જ પણ મુસાફરી કરી શક્યા નથી તેનું આર્થિક વળતર પણ એસ ટી બસના અધ્યક્ષે આપે.