અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં બની રહેલા નવા આવાસ યોજનામાં પાંચમા માળેથી પટકાતા એક યુવકનું મોત થયું છે. ઓઢવ જીવનજયોત સોસાયટીની બાજુમાં જુના ઈન્દિરા નગર ખાતે નવા આવાસ યોજનાનું કામ પુરજાશમાં ચાલી રહયું છે. શ્રમિકો જાતે જાખમી રીતે કામ કરતા જાવા મળી રહયા છે.
બબલુ પાસવાન નામનો ર૧ વર્ષનો યુવાન ગઈકાલે ૮.૩૦ વાગ્યાની આસપાસ પાંચમા માળેથી ઉભા રહી છઠ્ઠા માળે લાકડાની પ્લેટ અન્ય શ્રમિકને આપતો હતો આ દરમિયાનમાં અચાનક જ તે પાંચમા માળેથી નીચે જમીન પર પટકાયો હતો જેના પરિણામે આખા શરીરે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
2018માં 144 બાંધકામ સ્થળે અકસ્માત થયા હતા. જેમાં 137 કર્મચારીઓના મૃત્યું થયા હતા. ભાજપની સરકારની બિલ્ડરો તરફી અને ગરીબો વિરોધી નીતિના કારણે 2008 સુધીમાં 990 મોતમાં માત્ર 44 કામદારોને બોર્ડની આકસ્મિક મૃત્યું સહાય મળી છે.
ચોપડે નોંધાતા નથી અને મોતને રફેદફે કરી દેવામાં આવે છે એ આંક ઘણો મોટો હોઈ શકે છે.
ગુજરાત મકાન અને અન્યબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રૂ.2200 કરોડનું ભંડોળ, છતાં વાપરવામાં કંજૂસાઇ બાંધકામ મઝદૂર સંગઠનની માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનતા કામદારોમાં દાહોદ – પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ અને પરપ્રાંતના શ્રમિકોનો સમાવેશ થાય છે. મોતને ભેંટતા મજૂરો માટે રૂ.1.50 લાખથી રૂ.3 લાખ સહાય આ ભંડોળમાંથી આપવી પડે છે. પણ તેમ થતું નથી.
વિપુલ પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં ગુજરાતના 990 બાંધકામ કર્મચારીઓએ તેમના જીવન ગુમાવ્યા છે. મોટાભાગના અકસ્માત ગુજરાતના ટોચના શહેરો, અમદાવાદ, સુરત અને વડોદરામાં થયા હતા, જેમાં મુખ્યત્વે દાહોદ અને પંચમહાલ જીલ્લાના સ્થળાંતરિત કામદારો સામેલ હતા.
રાજ્ય સરકારે આના પર માત્ર રૂ.82.16 લાખ સહાય આપી છે. 1 હજાર અકસ્માત દીઠ 165 લોકો મોતને ભેટે છે. દુનિયામાં કુલ ૨૨ કરોડ જેટલાં લોકોના ઘર કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કારણે ચાલે છે.
ગુજરાતી
English



