મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે જે ડાન્સ કોમ્પીટીશન આગામી તા. ૨૭-૦૧-૨૦૧૯ ને રવિવારના રોજ ટાઉન હોલ મોરબી ખાતે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આયોજિત ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ ફોર્મ ભરેલ હોય તેને ૧૦ જાન્યુઆરી સુધીમાં ઓફિસમાં જમા કરાવી દેવા સંસ્થા પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદીમાં જણાવ્યું છે