વાવાઝોડાના કારણે ઓરિસ્સામાં સર્જાયેલી તબાહી અને ભારે નૂકસાનના પગલે ગુજરાત સરકારે અસરગ્રસ્તોને મદદરૂપ બનવા ઓરિસ્સા સરકારને રૂ.6 કરોડની સહાય જાહેર કરી છે. મુખ્ય પ્રધાનના રાહત નીધિમાંથી આ સહાય ઓરિસ્સા સરકારને આપવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભૂવનેશ્વર ખાતે મુખ્ય પ્રધાન નવીન પટનાયકને રૂબરૂમાં ગુજરાત સરકાર વતી રૂ.5 કરોડની સહાયનો ચેક આપ્યો હતો.