કંડલામાં વાહન અને મશીન કૌભાંડ

કંડલા બંદરમાં 2700 કર્મચારીઓને માટે 40 વાહનો લેવામાં આવેલા છે. અધિકારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય સુવિધા માટે પણ વાહનના ફાળવણી કરવામાં આવી હતી. છતાં 3 વર્ષમાં ભાડેથી વાહન ચલાવીને રૂ.7 કરોડ ચૂકવી દેવાયા છે. પેટ્રોલ-ડીઝલનો લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. દર વર્ષે રૂ.2 કરોડથી વધું ખર્ચ કરેલો છે.

ડ્રેજીંગ વાહન કૌભાંડ

કંડલાની ખાડીમાં દરિયાઈ માર્ગમાં રેતી, માટી ભરાઈ જાય ત્યારે તે દરિયાના પેટાળમાંથી કાઢવા માટે ડ્રેજિંગ કરવું પડે છે. ગાંધીધામની કોર્ટે ડ્રેજીંગ કરવાના રૂ.1000 કરોડના વાહન કૌભાંડમાં સીઈઓ સામે ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો. ફરિયાદ કરવા કોર્ટે એસીબીને આદેશ આપ્યો છે. કેપીટીના સીઈઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોધાઈ હતી. ચીફ વિજીલન્સ ઓફિસર પી.રામજી સામે ડ્રેજીંગ કૌભાંડના સંદર્ભે એસીબીને કલમ 420 હેઠળ ફરિયાદ નોધવાનો આદેશ આપ્યો હતો. કેપીટીના સીઈઓ અને ડીઆઈજી કક્ષાના આઈપીએસ અધિકારીઓએ અલગ-અલગ મામલામાં ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.

કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રેડ પ્રમોશન એન્ડ પબ્લિક રીલેશન ઓફિસર તરીકે કાર્યરત સંજય ભાટીએ કંડલા ખાતે ડ્રેજીંગના કામમાં રોકાયેલી ખાનગી કંપનીઓની તરફેણ કરવા બદલ પી.રામજી અને અન્ય કેટલાક ઓફિસરો સામે તપાસની માંગણી કરતી ફરિયાદ નોંધાવી હતી.

ડ્રેજીંગ કરવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. અને તે અંગે ખોટા બીલો બનાવીને અંદાજીત રૂ.1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર આચરવાની ફરિયાદ કરવામાં આવી હતી. પણ કૌભાંડ માત્ર રૂ.100 કરોડનું હોવાનું બતાવીને આ કેસમાં મોટો ભ્રષ્ટાચાર શોધી કાઢ્યો હોય તેવું દર્શાવીને રૂ.900 કરોડનો ભ્રષ્ટાચાર છુપાવીને ભ્રષ્ટાચાર શોધવાની જેમની જવાબદારી હતી તેમણે અંગત ફાયદો મેળવ્યો હતો.

ક્રિકેટ મશીન કૌભાંડ

કંડલા પોર્ટની ક્રિકેટ ટીમ ન હોવા છતાં પોતાના માટે લાખો રૂપિયાનુ ક્રિકેટ પ્રેકટીસ માટેનું મોંઘુ મશીન વસાવવું. સારા પદ પર પોતાના ભાઈની નોકરીએ રખાવવા સહિતના વિવિધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ એવો પણ થયો હતો કે, પી.રામજીએ પોતાના કાર્યકાળ દરમિયાન એન્‍જીનીયરીંગ વિભાગમાં તેમના મોટાભાઇ પી.અશોકરાજને ઓએનજીસીની નોકરી છોડાવીને કંડલા પોર્ટ ટ્રસ્‍ટમાં ડેપ્‍યુટી ચીફ ઇજનેર તરીકે ગોઠવી દીધા હતા. આ ઉપરાંત તેમની વિરૂધ્‍ધ અનેક આરોપો મુકવામાં આવ્‍યા હતા.