કઈ ટીવી ચેનલના પત્રકારોએ સ્ટીંગ કરી રૂ.10 લાખ માંગ્યા ?

દવા ક્ષેત્ર સાથે સંકળાયેલા અમદાવાદના વાસણાના એક વહેપારીને પત્રકારના નામે સ્ટીંગ ઓપરેશન કરી તેની પાસેથી રૂ.૧૦ લાખની રકમ પડાવવાનો પ્રયાસ કરનાર છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી દીધી છે. ટીવી ન્યુઝ ચેનલના નામે તોડ કરતા હોવાની વિગતો બહાર આવી રહી છે. ઘરપકડ થયા બાદ નામ જાહેર કરાશે.

પત્રકારોના નામે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ આ વહેપારીને વાસણા ખાતે આવેલી પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમાં આ વિડીયો કુટેજ બતાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. રૂ.૧૦ લાખની માતબર રકમ પણ માંગી હતી.

રાત્રે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળી રહયું છે જાકે સત્તાવાર જાણવા મળ્યું નથી. આ આરોપીઓ દ્વારા વાસણા ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આજ રીતે સ્ટીંગ ઓપરેશન કરી વહેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં પડાવી રહયા છે.

ભોગ બનનારાઓને બોલાવતા હતા અને ઓફિસમાં પ્રવેશ કરે તે પહેલા તમામના મોબાઈલ ફોન, પેન સહિતની વસ્તુઓ બહાર મુકાવી દેતા હતાં અને ત્યારબાદ તેઓને ઓફિસમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. ઓફિસમાં ર્સ્ટીંગ ઓપરેશન દરમિયાન બનાવવામાં આવેલો વિડીયો વહેપારીઓને બતાવવામાં આવતો હતો અને ત્યારબાદ તેઓની પાસેથી રકમની માંગણી કરવામાં આવતી હતી.