પાકિસ્તાનની સરહદ સાથે દરિયાઈ અને જમીન સાથે જોડાયેલી કચ્છની ભારતની એક માત્ર સરહદ પર કોઈ ચોકી પહેરો નથી. કહેવા ખાતર રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે, બાકી જખૌથી કોટેશ્વર સુાધીના 60-70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા વ્યવસૃથા જ ગોઠવાયેલી નાથી. કચ્છમાંથી ક્યારેય આતંકવાદીઓ પકડાયા નાથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ આપવામાં આવ્યું હોવા છતાં દરિયાઈ પોલીસ મથક પર સામાન્ય સ્થિતી છે. આતંકવાદીઓની ઘુસણખોરી માટે કચ્છનો માર્ગ મોકળો હોય એવું સ્પષ્ટ થયું છે.
કચ્છના ક્રીક વિસ્તારમાંથી શંકાસ્પદ ઘુસણખોરો અને બિનવારસી પાકિસ્તાની બોટ મળવાનું પ્રમાણ 2014 બાદ વધ્યું છે. કચ્છના રહેણાક વિસ્તારોમાંથી વારંવાર પાકિસ્તાની, બાંગ્લાદેશી અને કાશ્મીરી લોકો મળી આવે છે. ગાંડા-ઘેલા જેવા વ્યક્તિ કે માછીમારોના સ્વાંગમાં કોઈ આતંકવાદીઓ પણ આવી રીતે સરળતાથી ભારતમાં ઘુસણખોરી કરી શકે છે.
પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા સંવેદનશીલ કચ્છ જિલ્લાની સુરક્ષાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ ગંભીર બેદરકારી દાખવી રહી છે. કચ્છમાં સરકારે ચાર મરીન પોલીસ માથકો બનાવ્યા તો છે, પણ આ પોલીસ માથક માળખાકીય સુવિાધાની અછતાથી માંડીને સ્ટાફ નથી.
સુરક્ષા માટે બીએસએફ સહિતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ કામ કરે છે. પરંતુ જેની મહત્વની ભૂમિકા છે તેવો રાજ્યનો પોલીસ વિભાગ આ મામલે ઉણો ઉતરી રહ્યો છે. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. જમીન અને દરિયા કિનારેાથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય અને કાંઠાના વિસ્તારના દેશ વિરોધ કૃત્યો માટે રાજ્ય સરકારે કચ્છમાં ચાર મરીન પોલીસ માથક બનાવ્યા હતા. મરીન પોલીસ માથકોમાં પુરતી સુવિાધા આજ સુાધી આપી નાથી.
માંડવી મરીન પોલીસ માથકમાં તો પેટ્રોલિંગ માટે બોટ જ નાથી. દરિયાની પોલીસનું કામ જ દરિયામાં પેટ્રોલિંગ કરવાનું છે તેણે ભાડે બોટ રાખીને પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટ છે, પરંતુ તેમાંથી એક જ બોટ ચાલુ છે. ડિઝલનું મોટુ બીલ બાકી હોવાથી ડિઝલનો જથૃથો પોલીસને મળતો નાથી. આ ઉપરાંત બોટ ચલાવવા માટે ક્રુમેમ્બરો પુરતા નાથી. કંડલા મરીન પોલીસ માથકમાં ફક્ત એક જ બોટ છે. જખૌના મરીન પોલીસ માથકમાં પણ ડિઝલના અભાવે પેટ્રોલિંગ થતું નાથી.
કચ્છમાં રોજગારી રળવા આવેલા પરપ્રાંતિય લોકોની કોઈ નોંધ પોલીસ ચોપડે નાથી. સુરક્ષાના કારણોસર કોઈને મકાન ભાડે આપતા પહેલા પોલીસમાં ફરજીયાત જાણ કરવાનો નિયમ બનાવાયો છે. પણ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં તેની અમલવારી ખુબ ઓછી છે. સેંકડો ફેક્ટરીઓ, કારખાના અને ગામડાઓમાં કોઈ આધાર-પુરાવા વગર રહેતા લોકોની સાથે આતંકવાદી સરળતાથી છુપાઈ શકે તેમ છે. છતાં પોલીસ તંત્ર ગંભીર નથી.
કચ્છ પોલીસ વિવિધ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
CM વિજય રૂપાણીએ આજે નારાયણ સરોવર ખાતે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસના વિવિધ પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા કચ્છમાં પોલીસ વિભાગના વિવિધ પોલીસ મથકોના નવા મકાનો બનાવવામાં આવ્યા છે. નારાયણ સરોવર ખાતે 62.90 લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ CMએ કર્યુ હતું. આ સ્થળે કુલ 18.72 કરોડના ખર્ચે બનેલા કચ્છના વાયોર, નલિયા, માનકુવા, પદ્ધરના રૂરલ પોલીસ સ્ટેશન, ફરજના ટ્રાફિક પોલીસ મથક, ગઢશીશા ખાતે પોલીસ આવાસ, ગાંધીધામ અને કંડલા કોસ્ટલ પોલીસ સ્ટેશન તેમજ આદિપુર ખાતેના પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યુ હતું.