કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની પાસેથી રૂ.175 કરોડનું હેરોઈન ઝડપાયું, છીંડા શું ?

કચ્છના જખૌના દરિયામાંથી રૂ.175 કરોડની આંતરરાષ્ટ્રિય કિંમતના હેરોઈના 35 ડ્રગ્સના પૅકેટ સાથે પાંચ પાકિસ્તાનીઓને 6 જાન્યુઆરી 2020માં ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાકિસ્તાનના કરાંચીથી પાંચ શખસો ડ્રગ્સનો મોટો જથ્થો લઈ ભારત તરફ આવી રહ્યાં હતા. જખૌના મધદરિયેથી પાકિસ્તાની બોટને ઝડપી હતી.

કચ્છના જખૌનો દરિયાકાંઠો ઘૂસણખોરી માટે કૂખ્યાત છે.

મે મહિનામાં જખૌ નજીકથી 1 હજાર કરોડનું ડ્રગ્સ પણ ઝડપાયું હતું ત્યારે પોલીસના સંયુકત ઑપરેશનમાં પોણા બસ્સો કરોડનું ડ્રગ્સ ઝડપી લેવાયું છે. ડ્રગ્સનો આ જથ્થો ઈરાન તરફથી લાવવામાં આવ્યો હતો અને વાયા ગુજરાત થઈ ડ્રગ્સનો આ જથ્થો દિલ્હી તેમજ વિદેશમાં પહોંચાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. હાલ પાંચે’ય ઈસમોની ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે.

અગાઉ શું થયું હતુ ?

ગુજરાતના કચ્છના જખૌની પાસે રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 400-500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી રહેલા 6 પાકિસ્તાની અને 7 ભારતીય સહિત 13 લોકોની ધરપકડ કરી છે.

કોસ્ટગાર્ડે જખૌવ પાસે ઈન્ટરનેશનલ જળ સીમામાં એક ફાસ્ટ અટેક પેટ્રોલિંગ બોટ અને બે ઇન્ટરસેપ્ટ બોટને તૈનાત કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડોનિયર પ્લેનને પણ પોતાની સાથે જોડ્યું હતું. આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનના કરાચીથી નીકળેલી અલ-મદીના બોટને ઇન્ટરસેપ્ટ કરીને તપાસ કરવામાં આવી તો તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને ATS આની તપાસ કરી રહી છે. કોસ્ટ ગાર્ડને જોતા જ બોટમાં સવાર લોકોએ અમુક પેકેટ્સ સમુદ્રમાં ફેકી દીધા હતા, પરંતુ કોસ્ટગાર્ડની સતર્કતાથી તેને પકડી લેવામાં આવ્યા હતા અને સમુદ્રમાં ફેકાયેલા 7 પેકેટ્સ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

2018માં કચ્છની કેવી હાલત

કચ્છ જિલ્લાના 4 મરીન પોલીસ મથક કંડલા, મુંદરા, માંડવી અને જખૌ ઉપર 200 સ્ટાફમાંતી માંડ 117  સ્ટાફ હતો. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કિનારેાથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય તે માટે મરીન પોલીસ છે. માંડવી મરીન પોલીસ માથક પાસે પેટ્રોલિંગ માટે બોટ નથી. ભાડે બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટમાંથી એક ચાલુ છે એક બંધ પડી છે. ડિઝલનો વપરાશ વધું હોવાથી સરકાર ડીઝલ આપતી નથી. જખૌના મરીન પોલીસ માથકમાં પણ ડીઝલ ન મળતું હોવાથી વારંવાર દિવસો સુધી પેટ્રોલિંગ થતું નથી. સ્ટાફની અછત છે. 4 પોલીસ માથકો અદ્યતન આધુનિક સાધનો તો છોડો પણ સ્ટાફાથી સજ્જ નથી. રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે.

જખૌથી કોટેશ્વર સુધીના 70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા નથી. આતંકવાદીઓ માટે કચ્છનો માર્ગ મોકળો હોય તેવી સ્થિતી છે. 2014 પછી કચ્છ ક્રીક વિસ્તારમાં ઘુસણખોરી વધી છે. પાકિસ્તાન, બાંગલાદેશ, કાશ્મીરના લોકો અહીં પકડાયા છે. બિનવારસી બોટ મળી આવવાની ઘટના વધી છે.

4 પોલીસ મથક વચ્ચે જખૌ મરીન પાસે 1 ઊંટ હતું તે પણ મૃત્યું પામ્યું હતી. ઊંટ પર બેસીને પેટ્રોલીંગ કરતાં હોય છે. માંડવી મરીન કાંઠાળ વિસ્તાર છે. તેમની પાસે ઊંટ હોવું જોઈએ તે ન હતું.

મરીન પોલીસને દારુ પકડવા તેવી કામગીરી પણ કરવી પડે છે. કોઈ ચોરી થઈ હોય તો તે માટે પણ કામ કરવું પડે છે. આમ કાયદો વ્યવસ્થાની કામગીરી પણ કરવી પડે છે. તેથી સરહદ પર પોલીસ ધ્યાન આપી શકતી નથી. દુશ્મન દેશ પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છનું મહત્ત્વ વધી જાય છે. રણ સરહદે બીએસએફ છે. જયારે દરિયાઈ સીમા પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ કરાય છે.

કંડલામાં દરિયાઈ પેટ્રોલિંગ માટે 1 ઈન્ટર સેપ્ટર બોટ છે. મુંદરા અને જખૌ મરીન પાસે 2 સ્પીડ બોટ છે. કંડલા મરીન પોલીસ મથક પાસે 8 મરીન કમાન્ડોની જરૂરિયાત સામે 4 છે. માંડવી પાસે કોઈ બોટ ન હતી. મરીન પોલીસ માછીમારોની નોંધણી કરીને દરિયોમાં જવાની મંજૂરી આપે છે.

કચ્છ કમાંડોના હવાલે

2018માં જખૌ, મોહાડી,  પિંગલેશ્વર અને સિંધોડી ખાતે દરિયાઇ વિસ્તારમાં સૌ પ્રથમ 20 જેટલા મરીન કમાન્ડો કેન્દ્ર સરકાર દ્વારા મુકાયા છે. જખૌ મરીન પોલીસ હસ્તક 20 કમાન્ડો મુકાયા છે. જેમાં 10 જખૌ બંદરે, 5 મોહાડી, 4 પિંગલેશ્વર અને 2 કમાન્ડોને સિંધોડી ખાતે મુકાયા છે. બોટોની પણ તપાસ સાથે કમાન્ડો ટુકડીઓએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. પેટ્રોલિંગ માટે 2 બોટો અપાઈ છે.  દરમ્યાન વિવિધ એજન્સીઓ, કોસ્ટગાર્ડ દ્વારા 2 સ્પીડ બોટો ઉપરાંત હોવરક્રાફટ જખૌ કોસ્ટગાર્ડ દ્વારા અને બી.એસ.એફ. ઉપરાંત જોઇન્ટ પેટ્રોલિંગ થાય છે.

પાકિસ્તાનની સરહદ સાથે દરિયાઈ અને જમીન સાથે જોડાયેલી કચ્છની ભારતની એક માત્ર સરહદ પર કોઈ ચોકી પહેરો નથી. કહેવા ખાતર રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે, બાકી જખૌથી કોટેશ્વર સુાધીના 60-70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા વ્યવસૃથા જ ગોઠવાયેલી નાથી. આતંકવાદીઓની ઘુસણખોરી માટે કચ્છનો માર્ગ મોકળો હોય એવું સ્પષ્ટ થયું છે.

કચ્છના ક્રીક વિસ્તારમાંથી શંકાસ્પદ ઘુસણખોરો અને બિનવારસી પાકિસ્તાની બોટ મળવાનું પ્રમાણ 2014 બાદ વધ્યું છે. કચ્છના રહેણાક વિસ્તારોમાંથી વારંવાર પાકિસ્તાની, બાંગ્લાદેશી અને કાશ્મીરી લોકો મળી આવે છે. ગાંડા-ઘેલા જેવા વ્યક્તિ કે માછીમારોના સ્વાંગમાં કોઈ આતંકવાદીઓ પણ આવી રીતે સરળતાથી ભારતમાં ઘુસણખોરી કરી શકે છે.

પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા સંવેદનશીલ કચ્છ જિલ્લાની સુરક્ષાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ ગંભીર બેદરકારી દાખવી રહી છે. કચ્છમાં સરકારે ચાર મરીન પોલીસ માથકો બનાવ્યા તો છે, પણ આ પોલીસ માથક માળખાકીય સુવિાધાની અછતાથી માંડીને સ્ટાફ નથી.

સુરક્ષા માટે બીએસએફ સહિતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ કામ કરે છે. પરંતુ જેની મહત્વની ભૂમિકા છે તેવો રાજ્યનો પોલીસ વિભાગ આ મામલે ઉણો ઉતરી રહ્યો છે. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. જમીન અને દરિયા કિનારેાથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય અને કાંઠાના વિસ્તારના દેશ વિરોધ કૃત્યો માટે રાજ્ય સરકારે કચ્છમાં ચાર મરીન પોલીસ માથક બનાવ્યા હતા. મરીન પોલીસ માથકોમાં પુરતી સુવિાધા આજ સુાધી આપી નાથી.

માંડવી મરીન પોલીસ માથકમાં તો પેટ્રોલિંગ માટે બોટ જ નાથી. દરિયાની પોલીસનું કામ જ દરિયામાં પેટ્રોલિંગ કરવાનું છે તેણે ભાડે બોટ રાખીને પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટ છે, પરંતુ તેમાંથી એક જ બોટ ચાલુ છે. ડિઝલનું મોટુ બીલ બાકી હોવાથી ડિઝલનો જથૃથો પોલીસને મળતો નાથી. આ ઉપરાંત બોટ ચલાવવા માટે ક્રુમેમ્બરો પુરતા નાથી. કંડલા મરીન પોલીસ માથકમાં ફક્ત એક જ બોટ છે. જખૌના મરીન પોલીસ માથકમાં પણ ડિઝલના અભાવે પેટ્રોલિંગ થતું નાથી.

કચ્છમાં રોજગારી રળવા આવેલા પરપ્રાંતિય લોકોની કોઈ નોંધ પોલીસ ચોપડે નાથી. સુરક્ષાના કારણોસર કોઈને મકાન ભાડે આપતા પહેલા પોલીસમાં ફરજીયાત જાણ કરવાનો નિયમ બનાવાયો છે. પણ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં તેની અમલવારી ખુબ ઓછી છે. સેંકડો ફેક્ટરીઓ, કારખાના અને ગામડાઓમાં કોઈ આધાર-પુરાવા વગર રહેતા લોકોની સાથે આતંકવાદી સરળતાથી છુપાઈ શકે તેમ છે. છતાં પોલીસ તંત્ર ગંભીર નથી.