કચ્છની કરિશ્માને ફિલ્મ માટે એવોર્ડ

આદિપુરની કરિશ્મા માનીને બેસ્ટ એક્ટ્રેસનો એવોડ એનાયત કરાયો

અનેક ફિલ્મોમાં એડ એનકરીંગ કરી જાહેર કાર્યક્રમોને સફળ બનાવવાર સુપરહીટ ફિલ્મ “દુનિયા દિલ વારંન જી” માં મુખ્ય હિરોઇન તરીકે કામ કરી ચૂકેલી આદિપુર યુવતી અને અદાકાર કરિશ્મા માનીને ભાવનગરની સિંધુ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આ ફિલ્મમાં સુંદર કામગીરી બદલ બેસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આદિપુરમાં રેહતી અને યુવા પત્રકાર તરીકે નામના ધરાવતી અને મોડલિંગ એન્કરિંગ નાટ્ય ક્ષેત્ર ઉપરાંત સિંધી ફિલ્મોમાં નામના ધરાવતી કરિશ્મા માનીને તાજેતરમાં દુનિયા દિલવારંન જી જે ફિલ્મ અભિનય બાદ આ ફિલ્મ સુપરહીટ જતા અત્યંત આનંદ સાથે સાથે સ્વામી લીલાશાહ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા બેસ્ટ એન્કર ઓફ કચ્છ” અને “બેસ્ટ સિંધી એક્ટ્રેસ” તરીકે એવોડૅથી સન્માનિત કરાતા ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ વધાવી લીધેલ.

નાટક સિંગિંગ આલ્બમ વગેરેમાં અભિનય કરી ચૂકી છે અગાઉની એક ફિલ્મમાં શહીદ હેમુ કાલાણીમાં પણ તેને અભિનય અંત્યત વખાણયો હતો. સરળ સ્વભાવ અને હંમેશા બીજાને મદદરૂપ બનવાની તેની અદમ્ય ઈચ્છાના કારણે સમગ્ર મિત્ર મંડળ માં પણ અત્યત અનેર વ્યક્તિત્વ ધરાવે છે સાથે-સાથે પત્રકારત્વ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં તેણે પોતાનુંકૌવત સાબિત કરી બતાવ્યું છે નાનપણથી જ અભિનય મા રસ ધરાવતા તથા એન્કરરીંગનો શોખ ધરાવતી હોવાથી પોતાનું અભિનય ક્ષેત્રે આગવુ અભિનય છે.