કચ્છનું મુંદરા દેશના ચોથા નંબરનું પ્રદુષિત ઔદ્યોગિક સ્થળ, ઉપગ્રહનો સરવે

ડચ કોપરનિકસ સેન્ટિનેલ -5 પ્રેકર્સર સેટેલાઇટ બોર્ડ પરના સેટેલાઇટ સાધન ટ્રૉપોમી પાસેથી મેળવેલા ફેબ્રુઆરી 2018 અને મે 2019 ની વચ્ચેના ડેટાનું વિશ્લેષણ કરીને ચેતવણી આપવામાં આવી છે કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સ એ ભારતના “સૌથી ખરાબ નાઇટ્રોજન ઑક્સાઇડ્સ ( નોક્સ) હોટસ્પોટ બની ગયા છે. “મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના સોનભદ્ર-સિંગરાઉલીમાં હવા પ્રદૂષણમાં ભારે સહયોગ, છત્તીસગઢમાં કોર્બા, ઓડિશામાં તાલચર, મહારાષ્ટ્રમાં ચંદ્રપુર, ગુજરાતમાં મુન્દ્રા અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભારે પ્રદૂષિત છે.

લોકો લડે તો સરકાર પર પ્રભુત્વ ધરાવતી કંપનીઓ સામે જીતી શકાય છે. આવા બે ઉદાહરણો છે, 1- ભદ્રેશ્વર સ્થિત આયાતી કોલસા આધારિત વીજ ઉત્પાદન કરતી ઓ.પી.જી. પાવર પ્લાન્ટનું આપી શકાય.  લાંબી લોકલડત બાદ કંપનીએ ટેકનોલોજી બદલવી પડી અને કુલ 127 જેટલા નિયમો લાદીને ઉદ્યોગને છેવટે મંજૂરી મળી. આટલા નિયમો સાથે પણ મંજૂરી તો મળી જ ગઈ. 127  નિયમો એ રાષ્ટ્રીય કીર્તિમાન પણ છે.

બીજુ ઉદાહરણ મુંદરામાં ટાટા કંપની સામે અમેરિકામાં કેસ કરીને લોકોએ વિજય મેળવ્યો છે.

લોકોએ આટલું આંદોલન કર્યું હોવા છતાં આજે મુંદરા ભારતમાં સૌથી વધું ચોથા નંબરનું પ્રદુષિત ઔદ્યોગિક સ્થળ જાહેર થયું છે. શું છે અહીંનું પ્રદુષણ તે ભાજપની વિજય રૂપાણીની સરકાર કે દિલ્હીની નરેન્દ્ર મોદીની સરકારને કંઈ પડી નથી.

પ્રદુષણ કરતી કંપનીઓની કાળી બાજું જૂઓ …..

કાર્બન એડઝ કંપની

મુંદરાના વવાર ગામમાં 12 વર્ષથી કાર્બન એડઝ કંપની કોલસાની ડસ્ટ નુકશાની, તળાવોમાં ડસ્ટીંગ સહિતની ફરિયાદો પાછલા ત્રણ વર્ષથી છે. કોલ હેન્ડલીંગ ગાઈડલાઈનનો ભંગ. કોલસાની ડસ્ટ-ભુકીથી આસપાસના ખેતરોની જમીન બંજર બની છે. ઊભા પાક સૂકાઈ જાય છે.  કોલસાનું કેમીકલયુકત પાણી તળવામાં છોડાય છે. છસરા ખાતે આવેલી આ કંપની લો એશ મેટાલર્જીકલ કોકનું કંપની ઉત્પાદન કરે છે. પ્રદૂષણ માટે ફેકેટરી બંધ કરી દેવાઈ હતી.

અવાજ અને જંગલ કાપવાનું પ્રદૂષણ

ઇન્ટરનેશનલ એરપોર્ટ, એરકારગો  સ્ટેશન, એરોસ્પેસ ઓપરેશન સ્થાપવાના મુદ્દે અદાણીની સાથે પર્યાવરણ વિભાગ દ્વારા યોજાયેલી લોકસુનાવણી  દરમ્યાન કુંદરોડી, લુણી, ગોએરસમા, શેખડીયા, સાડાઉ, બારોઇ, મુંદરા સહિત ના જે ૨૪ ગામોના વિસ્તારોને આ પ્રોજેકટ અસર કરે છે. અત્યાર સુધી ડોમેસ્ટિક એરપોર્ટના લીધે અને  હવે ઇન્ટરનેશનલ એરપોર્ટના કારણે ધ્વનિ પ્રદૂષણ, ૧૪ નદીઓના વહેણ બંધ થઈ જવા, ચેરીયાના જંગલો કાપી નાખવા સામે વાંધો લીધો હતો. જેમાં પર્યાવરણ રિપોર્ટ પછી કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ તપાસ અને જરૂરી શરતોના પાલનના આધારે કિલયરન્સ અપાવાનું નક્કી થયું હતું.

જહાજમાં આગ

ડીપીટી કંડલાના દરીયામાં એમ.વી.જીનોસા નામના જહાજમાં ભયાવહ આગ લાગી હતી. જહાજમાં ૩૦૦૯ર મેટ્રીક ટન હાઈસ્પીડ ડિઝલનો હતો જથ્થો હતો. તેમાં આગ લાગી હોત તો આખું કંડલા જોખમમાં આવી પડ્યું હોત.

વવાર ગામમાં કોલસાથી નુકસાન

મુંદરા તાલુકાનાં વવાર ગામે પ્રદુષણ ફેલાવતી કંપની થી ગ્રામજનોનું આરોગ્ય જોખમાયું છે. લોકોને બિમારી થાય છે. ખેતી આધારિત છે. કોલસાની ડસ્ટ ઉડે છે. ગામના માટે કામ કરતી નથી. તળાવની સફાઈ કરવા, 2 ફૂટ કોલસી તળાવમાં જામી ગઈ છે. ફોટો પડાવીને કોલસી સાફ થઈ હોવાનું કહે છે. વિકાસ નહીં પણ વિનાશ છે. પાણી પી શકાતું નથી. ધાસચારો નથી. ગામના ખેતરમાં ઉત્પાદન થતું નથી.

પ્રદુષણથી ખારેકનું ઉત્પાદન ઘટ્યું

એક ઝાડ પર ૫૦ કિલો ખારેક પાકે તો કુલ ઉત્પાદન ૩૫ હજાર ટન જેટલું થાય જો કે કચ્છમાં ભુકંપના લીધે ઔધોગિક એકમોનું આગમન થવાથી ખારેકના ઝાડોનું નિકંદન નિકળ્યું તો કયાંક કંપનીઓના પ્રદુષણના લીધે પણ કચ્છમાં ખારેકનું ઉત્પાદન ઘટયુ છે. લાખાપર સ્થિત મહાશક્તિ કોક કંપની હવાનું પ્રદૂષણ ફેલાવે છે. સેંકડો એકર વિસ્તાર કાળોધબ બની ગયો છે. ખેડૂતોએ ખેતી છોડી છે. કોલસીની રજ આખા ગામને કાળુંમેશ કરી દે છે. અદાણી પાવર અને ટાટા પાવર મળી 8 હજાર મેગા વોટના 2 વીજ મથકોના કારણે ખારેક અને નાળિયેરના બાગાયતી પાકો ઉપર ઘેરી અસર છોડી છે.

કચ્છમાં વિનાશ વેરાય છે

કચ્છ યુનિના પર્યાવરણ વિભાગના પ્રાધ્યાપક ડો. મૃગેશ ત્રિવેદી માને છે કે, દેશી જાતોમાં ગૂગળ, ઘોરાડ પક્ષી નાશ થવાનાં આરે છે. કચ્છમાં દાયકામાં તાપમાન વધી જશે. વિન્ડમિલ વધી રહી છે ત્યારે પક્ષીઓ માટે અનામત અભ્યારણ્ય જરૂરી બન્યું છે. બીજું કચ્છના રણમાં વધુ બ્રોમિન ઉદ્યોગો આવશે તેવી શક્યતા છે ત્યારે કુદરતી સંતુલન ન તૂટે અને વિદેશી પક્ષીઓ અહીં  આવતા જ રહે તેવી આગોતરા પગલાંની જ જરૂર છે.

બાબીય ડેમમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું

એકસલ ક્રોપ કેર કંપની  દ્વારા  બાબીય ડેમમાં પ્રદુષિત પાણી ઠલવે છે. કલેક્ટર કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.

નદીમાં ટેન્કર ઢોળી દેવાયા

નાના કપાયામાં જિંદાલ સો પાઇપ લિ. કંપની દ્વારા કેવડી નદીના વિસ્તારમાં દરરોજ 10થી 15 ટેન્કર  રસાયણનો કદડો અને ઘન કચરો ઠાલવવામાં આવે છે. ભૂગર્ભજળ પ્રદૂષિત થયું છે. કંપની દ્વારા પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડાતું આવ્યું છે. કેવડી નદીનો પટ ગંદાં પાણી અને કચરાના ઢગમાં ફેરવાઇ ગયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને કંપની સાચવી લે છે.

મુંદરાના લોકોનો અમેરિકા સામે વિજય

મુંદરામાં આયાતી કોલસા આધારિત વીજ ઉત્પાદન કરતી કોસ્ટલ ગુજરાત પ્રા. લિ. (ટાટા પાવર) કંપનીને 2011માં રૂ.1800 કરોડનું ધિરાણ આપનાર વિશ્વ બેંક-ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઇ.એફ.સી.) ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો ચુકાદો અમેરિકાની સુપ્રીમ કોર્ટે માછીમારોની તરફેણમાં આવ્યો છે. ટુંડા ગામના માછીમાર બુઢા ઇસ્માઇલ જામ, નવીનાળના ગજેન્દ્રસિંહ જાડેજા, નવીનાળ ગ્રામ પંચાયત, ભદ્રેશ્વરના ભરતભાઇ પટેલ ઉપરાંત અન્ય 3 મળી કુલ્લ 7 વ્યક્તિ સંસ્થાઓએ યુ.એસ.ની નીચલી કોર્ટમાં દાદ માગી હતી. એડવોકેટની સંસ્થા આર્થરાઇટ ઇન્ટરનેશનલ (અમેરિકા) અને સેન્ટર ફોર ફાઇનાન્સ એકાઉન્ટિબિલિટી (નવી દિલ્હી)ની સંસ્થાએ યુ.એસ.ની સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે દાદ માગી હતી, જેમાં કુલ્લ 8 ન્યાયમૂર્તિઓની બેન્ચના 7 ન્યાયમૂર્તિઓએ વિશ્વ બેંક (આઇ.એફ.સી.) વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

વર્ષ 2015માં ફરિયાદીઓએ લોકાયુક્તમાં વિશ્વ બેંકની ફરિયાદ કરી હતી. ટુંડા (તા. મુંદરા) સ્થિત સી.જી.પી.એલ. દ્વારા મરિન ઇકોલોજીને નુકસાન થઇ રહ્યું છે. ટાટા કંપની 7 કી.મી. લાંબી નહેર મારફતે  પ્રતિ કલાકે 6 હજાર લાખ લિટર 35 ડીગ્રી ગરમ પાણી દરિયામાં ફેંકે છે, જેની વિપરિત અસર દરિયાઇ જીવો ઉપર થાય છે. ગરમ પાણી દરિયામાં દિવસ-રાત ઠલવાતું હોવાથી માછલીઓ સ્થળાંતર કરી ગઇ છે, જેથી માછીમારોને આર્થિક નુકસાની ભોગવવી પડી છે. ટાટા પાવરના 2011ના અનુભવ બાદ ભારતે 2015માં ટુંડામાં વપરાયેલી ટેકનોલોજીનો સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દીધો છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન એ વિશ્વ બેંકની બ્રાન્ચ છે.

ભરતભાઇ પટેલ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં 2015માં ગયા અને 2019માં હાજર થયા હતા, જ્યારે દિલ્હીની સેન્ટર ફોર ફાઇનાન્સ એકાઉન્ટિબિલિટી તરફથી લોયર-જો એથિયાદી અને આર્થરાઇટ ઇન્ટરનેશનલ તરફથી જેફ ફીશરએ ફરિયાદી પક્ષ તરફથી નિ:શુલ્ક દલીલો કરી હતી. લોકોની લડતનાં પરિણામે કોલબેઝ ઉદ્યોગોને ધિરાણ ન કરવાની નીતિ અમલમાં આવી હતી. ઉપરાંત 2015થી આ ટેકનોલોજી ઉપર પ્રતિબંધ આવી ગયો છે.