કચ્છમાં ઓછો વરસાદ પડવાના કારણે 20 લાખ પશુઓના ઘાસચારાનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે અને જેના કારણે કચ્છના કેટલાંક તાલુકાઓમાંથી માલધારીઓએ હિજરત શરૂ કરી છે. છતાં રાજ્ય સરકારે પૂરતું ઘાસ કાપવાનું શરૂ કર્યું નથી. કચ્છના રાપરમાં લગભગ સવા બે લાખ લોકોની વસ્તી છે અને પોણા ત્રણ લાખ પશુઓ છે. જ્યાં સૌથી વધારે ખરાબ સ્થિતી જોવા મળી રહી છે. રાપરમાં મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે, 25 ઘાસ ડેપો ખોલવામાં આવ્યા છે. અને માત્ર સોળ હજાર જેટલા પશુ માલિકોને ઘાસ આપવાની પરમિટ આપી છે. અત્યાર સુધીમાં 6,189 ગાંસડી એટલે કે પાંચ લાખ કિલો ઘાસ આપવામાં આવ્યું છે. રાપરના અનેક વિસ્તારોમાંથી હવે ઘાસચારો ન મળવાના કારણે માલધારીઓ આસપાસના જિલ્લાઓ અને છેક ગીરના જંગલો સુધીના વિસ્તારોમાં હિજરત શરૂ કરી દીધી છે. રૂપાણી સરકાર ઉત્સવોમાં અને જાહેર સમારોહો માંથી બહાર આવતી નથી. કચ્છ માટે મદદ કરવા માટે તૈયાર નથી. કચ્છ ભાજપનાં આંતરિક વિખવાદો 2014 પછી પરાકાષ્ટાએ પહોંચ્યા છે. તેથી કચ્છ ભાજપના નેતાઓ પણ પોતાની ખટપટમાંથી ઊંચા ન આવતાં હોવાથી તેઓ સરકારનું ધ્યાન દોરતાં નથી. ભાજપની જ કાર્યકરો સાથે સેક્સ રેકેટ બહાર આવ્યા બાદ ભાનુશાળીનું પણ સેક્સ રેકેટ બહાર આવ્યું હતું. તેથી આ બધા પ્રકરણોમાં કચ્છના નેતાઓ અટવાયેલાં છે. કચ્છમાં પ્રજા પીડાઇ રહી છે પરંતુ ભાજપના નેતાઓ આંતરિક લડાઈમાંથી ઊંચા આવતા નથી. રાજ્ય સરકાર જો તાકીદાના ધોરણે ઘાસ પુરું નહી પાડે તો મોટા પ્રમાણમાં પશુ હિજરત કરી જશે.
પશુ દાણમાં ભેળસેળ
કચ્છમાં એક બાજુ ઘાસચારાની તંગી છે તો બીજી બાજુ એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે ફેક્ટરીઓમાં બનતા પશુ આહારમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે. જેની કોઇ ચકાસણી કરવામાં આવતો નથી. તેથી પશુઓના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં લગભગ 20 લાખ જેટલા પશુઓ છે. દુકાનો વેચાતા પશુઆહાર અને ફેક્ટરીમાં બનતા આહારમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થઈ રહી હોવા છતાં તેની ભેળસેળ તપાસવા કોઈ તૈયાર નથી. તેથી ભેળસેળ વધી છે, હલકો માલ ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યો છે. ભેળસેળ પકડવાની જવાબદારી કલ્કેટર કચેરીની કે ઔષધ નિયમન તંત્ર ની છે એ અંગેની કોઈ જ જવાબદારી લેવા તૈયાર નથી. તેથી પશુ માલિકો સામે પોતાના પશુઓ નો આરોગ્ય જોખમમાં મુકાઈ ગયો છે.
માંડવીમાં ભૂગર્ભ જળ ખૂટી ગયા
કચ્છના માંડવીમાં આવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે કારણકે ખેડૂતોને જે નગરમાંથી પાણી મળતું હતું પણ પાણી ખૂટી ગયા છે. માત્ર પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. અમુક વિસ્તારોમાં તો માત્ર બે ઇંચ વરસાદ થયો છે. જેના કારણે વાવેતર પહેલાથી જ નિષ્ફળ હતું. હવે પાક પણ અઠવાડિયામાં સંપૂર્ણ પાક પણ સુકાઈ જશે. ખેતી ઉત્પાદન પણ નહિવત મળે ખેડૂતો પોતાનો મોલ બચાવવા માટે જમીનમાંથી પાણી ખેંચીને સિંચાઈ કરવા માંગે છે, પરંતુ જમીનની અંદર જ પાણી નથી રહ્યા ધરતી રસાતાળ થઈ ગઈ છે. પાણી સુકાઈ ગયા છે. છતાંય નર્મદાના પાણી આપવામાં આવતા નથી કે સિંચાઈ ની બીજી કોઈ સુવિધા ઉભી કરવામાં આવતી નથી.