કચ્છમાં કટોકટીઃ ભાજપ અને કોંગ્રેસમાં 1 જ ધારાસભ્યનો તફાવત, લોકસભામાં પરસેવો પડશે

મોરબીનો આ બેઠકમાં સમાવેશ કરાતાં 6 માંથી 7 વિધાનસભા થઈ છે. રાપર, અબડાસા અને મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે જ્યારે, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામની બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. લોકસભા વિસ્તારમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે માત્ર એક જ બેઠકનો તફાવત છે ત્યારે આગામી ચુંટણીમાં આ તફાવત કોને ફાયદો કોને નુકશાન પહોચાડશે તે જોવો રસપ્રદ બની રહેશે. ક્ષત્રિય અને ગઢવી સમાજનું રાજકીય કદ ભાજપમાં વધ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં માંડવી અને અબડાસા બેઠક પરથી ક્ષત્રિય ઉમેદવારોનો વિજય થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ક્ષત્રિય સમાજના મોભી લક્ષ્મણસિંહ સોઢા છે. તાલુકા પંચાયતોમાં પ્રમુખ – ઉપપ્રમુખોમાં પણ ક્ષત્રિયોને વર્ચસ્વ સ્પષ્ટ પણે જણાઈ આવે. તેના પણથી કહી શકાય કચ્છમાં લાંબા સમય બાદ ભાજપમાં ક્ષત્રિયોનું રાજકીય કદ વધ્યું છે. પાટીદારોનું પ્રભુત્વ ભાજપમાં ઘટ્યું છે. ગઢવી સમાજને મોટા ભાગની પંચાયતોમાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. અહીં બહારના ઉમેદવારો સ્વીકારાતાં નથી. કચ્છના ભાજપના યુવાન ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની સામે જ કોંગ્રેસના કચ્છ બહારના પીઢ નેતા દિનેશભાઈ પરમારને મોટી હાર ખમવાનો આવ્યો હતો. હાલમાં ભાજપ તરફથી વિનોદ ચાવડોને રીપીટ કરાયા છે તો કોંગ્રેસે નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે.

વિધાનસભા બેઠકો: 1 અબડાસા, 2 માંડવી, 3 ભુજ, 4 અંજાર, 5 ગાંધીધામ, 6 રાપર, 65 મોરબી

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય
નામ ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
1 અબડાસા 190215 25022 0 44719 0 7986 10435 0 10647 532 29813 21 6921 3194 24489 26436
2 માંડવી 187237 32251 0 37626 0 3225 5913 0 10213 8600 21500 32 7525 10750 16125 33477
3 ભુજ 214805 15259 0 32698 0 3270 3270 0 25614 19619 3270 545 6540 8720 11989 84011
4 અંજાર 183040 31972 0 34776 0 1683 19071 0 58895 14584 2244 0 6731 1683 5048 6353
5 ગાંધીધામ 213984 40646 0 25404 0 10161 6097 0 50807 0 6605 1524 8129 2032 4065 58514
6 રાપર 183858 16583 0 12955 0 33166 15028 0 19692 26947 0 10 4146 13474 16583 25274
65 મોરબી 218087 9436 1224 32187 0 8012 4889 0 41668 4012 56230 225 11084 9838 12581 26701
કૂલ  2012 પ્રમાણે 1391226 171169 1224 220365 0 67503 64703 0 217536 74294 119662 2357 51076 49691 90880 260766

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 5,62,855 5,19,193
INC 3,08,373 4,92,916
તફાવત 2,54,482 26,277

2014 લોકસભા

મતદાર : 1533778
મતદાન : 947521
કૂલ મતદાન (%) : 61.77

 

ઉમેદવારઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
કમલભાઈ માતંગ BSP 21230 2.24
ચાવડા વિનોદ BJP 562855 59.41
ડો.દિનેશ પરમાર INC 308373 32.55
દાનીચા ગોવિંદભાઈ પુનમચંદ AAAP 15797 1.67
હીરજી પુંજાભાઈ સીજુ BMUP 21106 2.23
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ NOTA 16879 1.78

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       ગઢવી પુસ્પદાન સંભુદાન          BJP

2009       પુનમબેન વેલજીભાઈ જાટ         BJP

2014       વિનોદ ચાવડા                      BJP

વિકાસના કામો

  • મુન્દ્રા ચાઇનીઝ કંપની ટીશાંગશાંગના સહકારમાં રૂ.15,000 કરોડના રોકાણથી 30 લાખ ટન સ્ટીલ પ્લાન્ટ બનાવવાનું કામ 24 જાન્યુઆરી 2018થી શરુ થયું છે. 10 લાખ લોકોને રોજગારી આપશે.
  • પાસપોર્ટ ઓફિસ શરૂ કરાવી.
  • રૂ.2.40 કરોડના ખર્ચે માંડવી તાલુકા પંચાયત ભવન બનાવાયું છે.
  • ચૂંટણી ક્લબો બનાવવામાં આવી છે.
  • ભુજ ખાતેની હાઉસીંગ બોર્ડ યોજનાના મકાનો અપાયા છે.
  • રૂ.19.85 કરોડમાં શુદ્ધ પીવાના પાણી, સ્યુરેજ ગટરના કામો, સ્ટ્રીટ લાઇટ (સોલાર)ના કામો, આંતરિક રસ્તાના કામો જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા કચ્છ જિલ્લા પંચાયત કચ્છ દ્વારા કામો કરાયા છે.
  • બોર્ડર એરીયા ડેવલપમેન્ટ ગ્રાંટમાંથી બનેલા સફેદરણ ધોરડોના ગેટવે રણ રિસોર્ટ ઉપરાંત જખૌ બંદરે બનેલા પોલીસ સ્ટેશન બન્યું છે.
  • સુજલામ સુફલામ યોજમાં તળાવોને ઉંડા કરાવાયા છે.
  • ભિરંડિયારાથી ધોરડો સુધીના માર્ગે 20 જેટલા હોમ સ્ટે રીસોર્ટ ઉભા કરાયેલા છે.
  • ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’ કહેવત પહેલાં કરતાં વધારે સિદ્ધ થાય છે.

પ્રશ્નો ઘટનાઓ

  • દુષ્કાળનો સૌથી મોટો પ્રશ્ન છે. અહીં વરસાદ ન પડતાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. લોકો હિજરત કરી રહ્યાં છે. સરકારે ડિસેમ્બર 2018 સુધી રાહત કામો પણ શરૂ કર્યા નથી.
  • નલિયા બળાત્કાર કાંડ: નલિયા સામૂહિક બળાત્કાર કાંડ, જયંતિ ભાનુશાલી દુષ્કર્મ કાંડની ઘટનાઓ પછી છબીલ દુષ્કર્મ કાંડની ઘટના સામે આવી છે. ભાજપના પદાધિકારીઓની કથિત સંડોવણી વાળો નલિયાનો સામુહિક બળાત્કાર કાંડ ખુબ ગાજયો હતો, ત્યારબાદ ત્રણેક મહિના પહેલા અબડાસાના પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પુર્વ ઉપપ્રમુખની સામે સુરતમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર સર્જાઈ હતી. પૂર્વ  ધારાસભ્ય છબીલ પટેલ વિરૂધ્ધ નવી દિલ્હીમાં નડિયાદની વિધવા મહિલાએ દુષ્કર્મ અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે.
  • સિંધુ સમયના પ્રાચીન ધોળાવીરામાં આવતાં પ્રવાસીઓ માટે સુવિધા નથી.
  • 3,855 ચો.કી.મીના રણ કાંઠે આવેલાં ગામડાંઓની પરેશાની છે. કાચા – ગ્રામ્ય માર્ગો 2042 કિ.મી. છે.
  • કચ્છ વિકાસ બોર્ડની માંગણી છતાં મંજૂરી નહીં.
  • સિંધ અને કરાચી બંદર પાકિસ્તામાં ગયા પછી કંડલા વિકાસ પામ્યુ પણ અહીં અદાણીના ખાનગી બંદરની સામે લોકો પરેશાન છે.
  • 1819ના દિવસે ધરતીકંપમાં અલ્લાહ બંધ બનતાં સિંધુ નદી લખપતમાં આવતી નથી. કચ્છ દ્વારા પાકિસ્તાન સાથે કરેલાં કરારનો અમલ કરવાની વારંવાર માંગણી થઈ છે. ઉકેલ આવતો નથી.
  • 2001માં 185 વર્ષ પછી સૌથી મોટો ધરતીકંપ થયાં પછી પણ અનેક લોકોને સહાય મળી નથી.
  • દલિતોને સરકારે સાંથણીમાં મળેલી જમીનની સનદ આપવામાં આવતી નથી.
  • મતદારોને કેટલાંક મતદાન માટે બે કિ.મી.ને વધુ અંતર કાપવું પડતું હોય છે
  • એશિયાની સૌથી મોટી ટીમ્બર માર્કેટ, દેશને 70 ટકા મીઠુ પુરૂં પાડતાં 50 હજાર અગરિયાઓ છે જેને સુવિધા મળતી નથી.
  • બંદર સાથે જોડાયેલાં અનેક પ્રશ્નો છે જેનો ઉકેલ આવતો નથી. ઔદ્યોગીક સંકુલમાં વીજતંત્રની કથળેલી સેવાઓ, એકસાઈઝ-સર્વીસ ટેક્ષ-જીએસટી સંલગ્ન વિંટબણાઓ છે.
  • યુપીએ સરકારના શાસનકાળમાં ગાંધીધામ શહેરની રહેણાંક જમીનોને ફ્રી હોલ્ડની જાહેરાત કરી પછી એનડીએ સરકાર આવ્યા પછી એક પણ પ્લોટ ફ્રી હોલ્ડ થવા પામી શકયો નથી. લાખો લોકો માટે લીઝહોલ્ડથી ફ્રી હોલ્ડનો આખેઆખા ગાંધીધામ સંકુલમાટેનો જીવન-મરણનો મુદો છે. શિપિંગ મંત્રી નીતિન ગડકરીજી કંડલા આવ્યા ત્યારે શિપિંગ- બંદરોના વિકાસ ફેલાવા તથા કંડલા પોર્ટ ટ્રસ્ટના પડતર પ્રશ્નોની રજૂઆત સાસંદ દ્વારા કરાઈ હતી. ગાંધીધામ સંકૂલ ફ્રી હોલ્ડ જમીન મુદ્દે કેન્દ્ર સરકાર કંડલા પોર્ટ ટ્રસ્ટ સાથે મિટિંગો કરી લોક માંગણીની રજૂઆતો કરી હતી. પણ કોઈ ઉકેલ આવતો નથી.
  • કચ્છ 45,652 ચો.કિ.મી.નો દેશનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતનો28 ટકા વિસ્તાર છે. ગામડાઓમાં રોડ નથી. નેટ નથી.
  • કચ્છી ભાષાને સરકાર માન્યતા આપતી ન હોવાથી લોકોમાં રોષ છે.
  • સરદાર એકતા યાત્રા નિષ્ફળ
  • કચ્છમાં એજન્સીઓના સોર્સ-નેટવર્કના છીંડા ચિંતાજનક. માંડવીથી જામસલાયા ચાર માસ પહેલાં ૩૦૦ કરોડનું હેરોઈન જતું રહ્યું.

પ્રભાવશાળી વ્યક્તિઓ

કોંગ્રેસ – શક્તિસિંહ ગોહિલ અહીં પ્રભાવ પાડી શક્યા છે. પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા આજે પણ લોકોના દીલમાં છે. તેઓ અહીંના પ્રશ્નો વારંવાર ઉઠાવતાં રહે છે.

2019ની સંભવિત સ્થિતી

કચ્છમાં જે રીતે ભાજપના સેક્સ સ્કેન્ડલ બનેલાં છે તેનાથી લોકોની નારાજગી છે. જેનો ફાયદો લઈને પ્રચાર તંત્ર ગોઠવવમાં આવે અને કચ્છમાં દુષ્કાળમાં સરકારની નિષ્ફળતાં બહાર લાવવામાં આવે તો અહીં રાજકીય રીતે લોકોની વચ્ચે જઈ શકાય તેમ છે. પ્રજાને આપેલાં વચનો અહીં ફળીભૂત થતાં જોવા મળતાં નથી. મગફળી કૌભાંડ અને અન્ય ગેરરીતિઓ બહાર આવી છે. જેમાં ભાજપને પરેશાની થઈ રહી છે.

ભાજપ

  • લોકસભાને ધ્યાનમાં લઈને ભાજપે સંગઠન તૈયાર કર્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને પટેલ સમાજમાં ફેલાયેલી નારાજગી દૂર કરવાની રણનીતિ બનાવી છે . પ્રભારી ટીમમાં કે.સી. પટેલ, રણછોડભાઈ દેસાઈ, હિતેશ ચૌધરી, વર્ષાબેન દોશી અને દિલીપ ઠાકોરનો સમાવેશ કરાયો છે.
  • લોકસભા ચૂંટણીમાં લઘુમતિ મોરચાને સક્રિય કરીને ગુજરાત વકફ બોર્ડના ડાયરેક્ટર અને કચ્છ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના અધ્યક્ષ આમદભાઈ જતને જવાબદારી સોંપી છે. આવું ગુજરાતમાં બીજે ક્યાંય થયું નથી.
  • ભાજપ તરફી હવા હવે પહેલા જેવી રહી નથી. ભાજપની સ્થિતિ નબળી પડતી ગઈ છે.
  • રાપર બેઠકના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઈ પટેલના આકસ્મિક નિધન તેમજ અબડાસા બેઠકના કોંગી ધરાસભ્ય છબીલભાઈ પટેલના પક્ષ પલટાથી પેટા ચૂંટણી યોજાઈ હતી, ત્યારથી ભાજપમાં વિખવાદો સેક્સ રેકેટ સુધી પહોંચી ગયા છે.
  • કોંગ્રેસના લોકો ભાજપમાં આવી રહ્યાં છે એવું જાહેર કરીને કોંગ્રેસને ભાજપ દ્વારા નુકસાન કરવામાં આવે છે. રાપરના ભચુભાઈને પેટા ચૂંટણી લડાવવા, રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાને ભાજપમાં લાવવાની હવા ફેલાવવામાં આવી રહી છે.
  • વિપક્ષની ટકોર કચ્છમાં પહેલા ભાજપની એકતા યાત્રા કાઢો
  • ભાજપના જ દરેક જગ્યાએ ઉભા થઈ ગયેલા જૂથ

કોંગ્રેસ

  • નરેશ મહેશ્વરી, રમેશ ગરવા, મનજી ચાવડા, જિજ્ઞેશ મેવાણી, માવજીભાઈ મહેશ્વરી(નખત્રાણા-અબડાસા), લક્ષ્મીચંદ ફફલ(માંડવી), વિદ્યાબેન(અંજાર), કિશોર પિંગોલ(મુંદરા), મહિલાને પ્રાધાન્ય આપી શકાય તેમ છે. મોરબી સહિત ઘણાં વિસ્તારમાં ભાજપને મુશ્કેલી છે. કોંગ્રેસે વિધાનસભામાં જનાધાર વધારીને ભાજપને હંફાવી દીધુ છે.
  • વિધાનસભામાં કોંગ્રેસને ગ્રામીણ મતો સારામળ્યા છે. શહેરી મતોમાં જ નબળા સંગઠનની પંજાની સ્થિતિ જોવાઈ રહી છે.

ભાજપ-કોંગ્રેસ બન્ને માટે કટોકટીની સ્થિતિ

  • કચ્છ એક શાંતીનું દુત છે. કચ્છમાં કોમવાદી માનસીકતા ધરાવનારાને કયારેય પણ સ્થાન મળ્યુ જ નથી. વર્ગ-સમુદાયના વ્યકિતઓ અહીં સાથે રહે છે.
  • ક્ષત્રિય અને ગઢવી સમાજનું રાજકીય કદ ભાજપમાં વધ્યું છે. વિધાનસભા ચુંટણીમાં માંડવી અને અબડાસા બેઠક પરથી ક્ષત્રિય ઉમેદવારો વિજય થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ક્ષત્રિય સમાજના મોભી લક્ષ્મણસિંહ સોઢા છે. તાલુકા પંચાયતોમાં પ્રમુખ – ઉપપ્રમુખોમાં પણ ક્ષત્રીયોને વર્ચસ્વ સ્પષ્ટ પણે જણાઈ આવે તેના પણથી કહી શકાય કચ્છમાં લાંબા સમય બાદ ભાજપમાં ક્ષત્રિયોનું રાજકીય કદ વધ્યું છે. પાટીદારોનું પ્રભુત્વ ભાજપમાં ઘટ્યું છે. ગઢવી સમાજને મોટા ભાગની પંચાયતોમાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
  • મોરબીનો આ બેઠકમાં સમાવેશ કરાતાં 6 માંથી 7 વિધાનસભા થઈ છે. રાપર, અબડાસા અને મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે જ્યારે, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામની બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. લોકસભા વિસ્તારમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે માત્ર એક જ બેઠકનો તફાવત છે ત્યારે આગામી ચુંટણીમાં આ તફાવત કોને ફાયદો કોને નુકશાન પહોચાડશે તે જોવો રસપદ બની રહેશે.
  • બહારના ઉમેદવારો સ્વિકારાતાં નથી. કચ્છના ભાજપના યુવાન ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની સામે જ કોંગ્રેસના કચ્છ બહારના પીઢ નેતા દિનેશભાઈ પરમારને મોટી હાર ખમવાનો આવ્યો હતો.
  • નખત્રાણા તાલુકા પંચાયતના ભાજપના બે સભ્યોએ રાજીનામા આપી દીધા છે.

વચનો પુરા ન થયા

  • 27 નવેમ્બર 2017માં PM નરેન્દ્ર મોદીએ ભૂજમાં જાહેર સભામાં વચન આપ્યું હતું કે, કચ્છથી મુંબઈ રો રો ફેરી સર્વિસ શરૂ થશે અને ધડામ દઈને મુંબઈ પહોંચી જવાશે. એક વર્ષ થયું વિધાનસભા ચૂંટણી ગઈ અને વાત ભૂલાઈ ગઈ.
  • કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો (બીબીબીપી) યોજનામાં ગુજરાતના કચ્છની પસંદગી કરવામાં આવી હતી. પણ કચ્છની બેટીઓને બદબાદ ભાજપના એક ડઝનથી વધું નેતાઓએ કરી છે.
  • રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની 110 જેટલી નદીઓના મીઠા પાણીનો સંગ્રહ થઈ શકે એવું દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું રણસરોવર બનાવવા માટે રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા વડાપ્રધાને મંજૂરી આપી પણ બન્યું નહીં.
  • કલ્પસર બનવા માટે વચન આપ્યું હતું પણ તે આજે બની શક્યું નથી. જેનું પાણી કચ્છ સુધી પહોંચવાનું છે.
  • સાંસદ વિનોદ ચાવડાએ કચ્છના સરહદી વિસ્તારના પ્રશ્નો, માછીમારોને પડતી તકલીફો, તેમજ પાકિસ્તાન શરણાર્થીઓના પ્રશ્નો દૂર કરવાનું વચન આપીને ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી હરિભાઈના કચ્છના પ્રવાસ દરમ્યાન કહ્યું હતું.
  • ભાજપના સાસંદ દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે, ભુજથી અમદાવાદ- દિલ્હી વિમાની સેવા ત્વરિત કરાશે. મોટા હવાઈ જહાજ માટે રનવે બની શક્યું નથી. કચ્છમાં સીએનજી પમ્પો શરૂ કરવા, લોંગ ટર્મ વિઝા ઉપર આવતા નાગરિકોને માન્યતા મળે અને તેમને સવલતો મળે માટે તેમને પાસપોર્ટ રિન્યુ કરાવવા વારંવાર થતા દિલ્હીના ધક્કા મટે અને તેમને રોજીરોટી મળે તેમના બાળકોને શિક્ષણ મળે તેવા નિયમો બનાવવા કેન્દ્રમાં રજૂઆત કરી હતી.
  • હિંગલાજ દર્શને જવા પાકિસ્તાનની વિઝા સરળ બનાવવા માટે કેન્દ્રમાં રજૂઆત અને કચ્છમાં સીવિલીયન (આમ જનતા)ના બાળકોના અભ્યાસ માટે કેન્દ્રીય વિદ્યાલય આપવા માનવ સંશાધન મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઈરાનીજી પાસે રજૂઆત કરવામાં આવી હતી.
  • મોરબી જિલ્લાની નવરચના થતાં તેમાં જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલય માટે રજૂઆતની સાથે ડુમરા જવાહર નવોદય વિદ્યાલયના નવીનીકરણ માટે માંગ કરી હતી.