કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ

કચ્છ,તા:૧૯

કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે, બપોરે 2.44 મીનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 6 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે, ભૂકંપને કારણે રાપર, આદિપુર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, આ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, કેટલીક જગ્યાએ ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા, જો કે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, નોંધનિય છે કે કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટલાઇન આવેલી છે, જેથી વારંવાર અહી નાના ભૂકંપના આંચકા આવે છે, જો કે આ વખતે તીવ્રતા થોડી વધારે હોવાથી લોકોને તેની ખબર પડી હતી, અગાઉ 2001માં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોનાં મોત થઇ ગયા હતા અને અહીના મકાનો ખંડેર બની ગયા હતા, હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ.