કચ્છના માંડવી તાલુકાના બિદડ ગામના ખેડૂત ભવાનજી ભાણજી પટેલે બળદ કોસથી સીંચાઈ શરૂ કરીને પછી મોટર અને હવે સબમર્સીબલ પંપ દ્વારા સીંચાઈ કરી હતી. તેમણે સીંદુરી જાતના દાડમનું વાવેતર કર્યું હતું. જેમાં ટપક સીંચાઈ કરતાં હતા. દાડમને શુધ્ધ પાણી મળી રહે તે માટે તેમણે ફિલ્ટર પ્લાંટ પણ નાંખ્યો છે. આધુનિક દવાનો પંપ પાણ જાતે બનાવ્યો છે. જેના દ્વારા ખેતીમાં તે જંતુનાશક દવા છાંટી શકે છે. એરંડી અને લીંમડીના ખોળનો ઉપયોગ કરે છે. સાથે જીવાતો સામે રક્ષણ મેળવવા માટે ફેરોમેનટ્રેપ, લાઈટટ્રેપનો ઉપયોગ કરે છે. ટપક પધ્ધતિથી સીંચાઈ કરતાં હોવાથી તેમનું ઉત્પાદન સારૂં મેળવે છે. દાડમના જ્યૂસ બનાવીને આસપાસ વેચાણથી આપે છે. તેમના દાડણનો રંગ એટલો લાલ થાય છે કે, જેની ખપત સારી રહે છે. સીંદુરી દાડમ એકદમ લાલ રંગનું પાકે છે. જેના દ્વારા તેઓ સારો એવો પાક મેળવે છે. સ્વાદીષ્ઠ દાડમ પણ એટલું જ રહે છે.
જંગી ઉત્પાદન મેળવે છે. 2012-13માં તેમનું કૂલ ઉત્પાદન 56,250 કિલો નોંધાયું હતું. જેમાં ઉતરોત્તર વધારો થતો જાય છે. રૂ.70ના કિલો સરેરાશ મળી રહે છે. રૂ.39,37,500નું કૂલ વેચાણ તેઓએ કર્યું હતું, અને રૂ.8,43,000 ખર્ચ થયું હતું. રૂ.30.94 લાખનો નફો થયો હતો. જે આસપાસ સૌથી વધારે નફો ગણાય છે. આટલું જંગી ઉત્પાદન આસપાસના કોઈ ખેડૂત મેળવી શકતાં નથી. ત્રણ વર્ષ પહેલાં નફો માંડ રૂ.13 લાખનો હતો. 10 હેક્ટર જેમની પાસે જમીન છે.