કચ્છમાં 130થી વધુ ગામોમાં વીજપૂરવઠો પુનઃકાર્યાન્વિત કરવા માટે પીજીવીસીએલના પ્રયાસો

ભારે વરસાદને કારણે કચ્છમાં તારાજી સર્જાઇ છે. નદી નાળા અને રોડ રસ્તા સંપૂર્ણ પણે ધોવાઇ ગયાં છે જ્યારે રેલવે ટ્રેકને પણ મોટાપાયે નુકસાન થતાં વ્યવહાર થંભી ગયો હતો.  વિજથાંભલા અને વિજતંત્રને પણ ભારે  નુકશાની વેઠવી પડી રહી છે. વિજળીના  સમારકામ માટે આસપાસના જીલ્લાઓની પાંચ-પાંચ ટીમો કચ્છમાં કામે લાગી ગઇ છે નલિયામાં વીજ પુરવઠો પુનઃકાર્યરત કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરશે તેવું પીજીવીસીએલ દ્વારા  જણાવ્યું હતુ. સામખીયાળીમાં અંજાર, ભચાઉ, અને સામખિયાળીની ટીમો કાર્ય કરી રહી છે. તો કોઠારા, નલિયા, દયાપરમાં પણ કચ્છની ટીમ પહોંચીને કામગીરી કરી રહી છે. કચ્છ પર મેઘમહેર અટકી ગઇ છે.

જેને લઇને પીજીવીસીએલ તંત્ર દ્વારા રીપેરીંગની કામગીરી આરંભી દીધી  છે. કચ્છમાં વરસાદથી ૩૦૦ જેટલા વીજ થાંભલાઓ જમીનદોસ્ત  થયા છે તો પશ્ચિમ કચ્છના 130થી વધુ ગામોમાં વીજપ્રવાહ પૂર્વવત થઇ શક્યો નથી  પીજીવીસીએલના સૂત્રો દ્વારા મળેવલી માહિતી અનુસાર ભારે પવન અને વરસાદના કારણે કચ્છમાં 300થી વધુ થાંભલાઓ પડી ગયા છે.  પશ્ચિમ કચ્છમાં ૧પપ ફિડર  ખોટવાયા હતા તો ર૬૧ ગામોમાં પુરવઠો ખોરવાયો  હતો. વીજ પુરવઠો ફરી કાર્યાન્વિત કરવા માટેના સતત પ્રયાસો વીજતંત્ર દ્વારા થઇ રહ્યાં છે.