[:gj]ગુજરાતમાં દારૂબંધી છતાં માથા દીઠ એક બોટલ દારૂ પકડાયો[:en]One bottle of liquor seized per head despite ban in Gujarat[:]

GANDHI
GANDHI

[:gj]દારૂ બંધી ફારસ, હવે તો દારૂની હોમ ડિલિવરી…!

દારૂની રેલમછેલ

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રૂ.34 કરોડનો

દેશી-વિદેશી દારૂ-બિયરનો જથ્થો પકડાયો

8,49,93૦ વિદેશી દારૂની બોટલ, 74,55૦ બિયરની બોટલ અને

2,84,912 લિટર દેશી દારૂ પકડાયો તો પછી વેચાયો કેટલો હશે……?

ગાંધીનગર, 4 માર્ચ 2022

છેલ્લા 3૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરતા ભાજપ સત્તાધીશો વિકાસની દુહાઇ આપે છે, પણ હકીકતમાં ગુજરાત આજે અધોગતિ તરફ ધકેલાઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે ભાજપના રાજમાં રોજગારીથી વંચિત યુવાધન નશાખોરીના રવાડે ચડયું છે. તેવો આક્ષેપ કરતા અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો હતો.

શેખે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે બુટલેગરોને જાણે પોલીસનો ડર રહ્યો નથી. ગામડાથી માંડીને પાટનગર ગાંધીનગરમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂ વેચાઇ રહ્યો છે. પોલીસની હપ્તાખોરીને લીધે દારૂનું દુષણ દિન-પ્રતિદિન ગુજરાતમાં વધી રહ્યું છે. બુટલેગરોનું નેટવર્ક એટલું મજબૂત બન્યું છે કે મોબાઇલ ફોન પર દારૂની ડિલિવરી થઈ રહી છે. ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર નામ પૂરતી રહી છે. ભાજપ સરકારે જ નશાબંધીને માળીયે ચડાવી દીધી છે. પોલીસ દારૂનો જથ્થો પકડી જાણે સિદ્ધિ મેળવી હોય તેવો ડોળ કરે છે પણ પાછલા બારણે કરોડો રૂપિયાનો દારૂ વેચાઇ રહ્યો છે તેનું શું…?

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ જ નહીં હવે તો ડ્રગ્સ પણ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે. શાળા-કોલેજો અને રહેણાંક વિસ્તારોમાં ડ્રગ માફિયાઓએ યુવા ધનને શિકાર બનાવ્યું છે. આ અગાઉ ઘણીવાર વિધાનસભામાં મેં એમ.ડી. ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી છે, ગૃહ મંત્રી અને ગૃહ વિભાગનું ધ્યાન દોર્યું છે છતાં પણ સરકાર ડ્રગ્સ માફિયાઓને કાબુમાં લેવામાં સરેઆમ નિષ્ફળ રહી છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક પ્રશ્નમાં ગૃહ વિભાગે એકરાર કર્યો છે કે, વર્ષ 2019-20 અને  વર્ષ 2020-21માં અમદાવાદ અને ગાંધીનગરમાંથી રૂ. 34 કરોડનો દેશી દારૂ-વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો છે. 8,49,93૦ વિદેશી દારૂની બોટલ, 74,55૦ બિયરની બોટલ અને 2,84,912 લિટર દેશી દારૂ પકડાયો છે. પોલીસે 37,99૦ આરોપીઓને ઝડપી પાડ્યા છે પણ હજુ પણ 274 આરોપીઓને પોલીસ પકડી શકી નથી.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, પ.પૂ. મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના ગુજરાતમાં ભાજપની ગુજરાત સરકારની રહેમનજર હેઠળ દારુની રેલમછેલ છે અને નશાના કાળા કારોબારનો વેપલો વધ્યો છે. ગાંધીના ગુજરાતમાં બુટલેગર બેફામ બન્યા છે જ્યારે નશાનો વેપાર કરનારા માફિયાઓ ફુલ્યાફાલ્યાં છે. ગુજરાતની ભાજપની રાજ્ય સરકારના આશીર્વાદથી પોલીસ અને બુટલેગરોની જુગલબંધીથી ખુલ્લેઆમ નશાનો કારોબાર ફુલી ફાલી રહ્યો છે. ગુજરાતમાં દેખાડા પુરતો દારુ અને નશીલા પદાર્થ પકડાય છે, જેટલો જથ્થો પકડાય છે તેના કરતાં 100 ગણો વધુ જથ્થો તો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચારના માર્ગે દારુના અડ્ડાઓ સુધી પહોંચી રહ્યો છે. સવાલ એ છે કે માત્ર અમદાવાદ અને ગુજરાતની રાજધાનીમાં જો કરોડોનો દારૂ પકડાયો હતો કલ્પના કરવી રહી કે ગુજરાતમાં દારૂનું કેટલું વેચાણ થતું હશે….??

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણ દારુબંધીનો કડક અમલ થવો અનિવાર્ય છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની આ પાવનભુમિ ઉપર બુટલેટરો બેફામ બન્યા છે. દારુ અને અન્ય નશીલા પદાર્થનો વેપાર ફુલ્યો-ફાલ્યો છે. રાજ્ય સરકારે કડક દારુબંધીનો અમલ થાય તે પ્રકારે પ્રયત્ન કરવા જોઇએ. દારુ અને અન્ય નશીલા પદાર્થ યુવાપેઢીનું ભાવિ ખરાબ કરે છે, કેટલાય પરિવારોને ઉજાડે છે. કેટલીય બહેનોને વિધવા કરે છે, ઘરેલું હિંસાને પ્રોત્સાહન આપે છે તેવા સંજોગોમાં દારુ અને અન્ય નશીલા પદાર્થના મુદ્દે જીરો ટોલરેન્સની નીતિ દેખાતી નથી. માત્ર નામ પુરતું દારુ પકડવાનું નાટક બંધ કરીને ખરેખર ગુજરાતમાં દારુબંધીનો કડક અમલ થાય તે પ્રકારે પ્રયત્ન કરવા જોઇએ. જો સરકાર દારૂ ડ્રગ્સ ની બધી કાબૂ નહીં કરે તો આગામી દિવસોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળશે તે નક્કી છે.[:en]Liquor Ban but Now Home Delivery Of Liquor…!
34 crore in the last two years in Ahmedabad and Gandhinagar
Quantity of country-foreign liquor and beer seized
8,49,930 bottles of foreign liquor, 74,550 bottles of beer and
If 2,84,912 liters of country liquor is confiscated, then how much will be sold……?

Gandhinagar, 4 March 2022

The BJP rulers ruling Gujarat for the last 30 years are calling for development, but in reality today Gujarat is being pushed towards its decline. The reason is that the youth deprived of employment have gone on the path of drugs under the BJP rule. This allegation has been made by Gyasuddin Sheikh, MLA of Dariapur assembly constituency of Ahmedabad city.

Sheikh said that today the law and order situation in Gujarat has deteriorated to such an extent that liquor smugglers are not afraid of the police. Starting from the village, country-foreign liquor is being sold openly in the capital Gandhinagar. Due to the manipulation of the police in Gujarat, the pollution of liquor is increasing day by day. The network of liquor smugglers has become so strong that liquor is being delivered on mobile phones. Drug ban is enough in Gandhi’s Gujarat. It is the BJP government which has banned drugs. The police confiscated the quantity of liquor and pretended to get something but what about the sale of liquor worth crores of rupees at the back door…?

Gyasuddin Sheikh said that not only alcohol but drugs are also being sold openly in Gujarat. Drug mafia has targeted youth in schools, colleges and residential areas. Before that I was M.D. many times. Despite the drug issue being brought to the notice of the Home Minister and the Home Department, the government has failed miserably in cracking down on the drug mafia.

In a question by MLA Gyasuddin Sheikh, the Home Department has admitted that in the year 2019-20 and in the year 2020-21, Rs. Country liquor and foreign liquor and beer worth Rs 34 crore have been seized. 8,49,930 bottles of foreign liquor, 74,550 bottles of beer and 2,84,912 liters of country liquor were seized. The police have arrested 37,990 accused but not yet arrested 274 accused.

GYasuddin Sheikh said that P.P. In Gujarat, under the patronage of the BJP-led Gujarat government, Mahatma Gandhi and Iron Man Sardar Vallabhbhai Patel’s liquor business flourished and the drug black market flourished. In Gandhi’s Gujarat, bootleggers have gone fearless while the drug trafficking mafia has flourished. With the blessings of the BJP state government of Gujarat, the drug business is flourishing with the help of police and liquor smugglers. Liquor and narcotics are being confiscated in Gujarat, 100 times more than the confiscated amount reaching the liquor store through systematic corruption. The question is that if liquor worth crores was confiscated only in Ahmedabad and the capital of Gujarat, then how much liquor would have been sold in Gujarat.

Ghiyasuddin Sheikh said that strict implementation of complete ban on liquor in Gandhi’s Gujarat is mandatory. Butler has gone mad on this holy land of Mahatma Gandhi and Sardar Vallabhbhai Patel. The trade of alcohol and other drugs is booming. The state government should try to implement the prohibition strictly. Alcohol and other intoxicants ruin the future of youth, ruining many families. The policy of zero tolerance on the issue of alcohol and other drugs does not appear in situations where many sisters are widows and encourage domestic violence. We should stop pretending to confiscate liquor just for name’s sake and try to put a strict ban on liquor in Gujarat. If the government does not crack down on alcohol and drugs, then the law and order situation may worsen in the coming days.[:hn]गुजरात में प्रतिबंध के बावजूद प्रति सिर शराब की एक बोतल जब्त

शराब बैन फारस , अब शराब की होम डिलीवरी…!
अहमदाबाद और गांधीनगर में पिछले दो साल में 34 करोड़
देशी-विदेशी शराब-बीयर की मात्रा जब्त
8,49,930 बोतल विदेशी शराब, 74,550 बोतल बीयर और
यदि 2,84,912 लीटर देशी शराब जब्त की जाए तो कितनी बिकेगी……?

गांधीनगर, 4 मार्च 2022

पिछले 30 साल से गुजरात पर राज कर रहे भाजपा के शासक विकास का आह्वान कर रहे हैं, लेकिन वास्तव में आज गुजरात को पतन की ओर धकेला जा रहा है. वजह यह है कि बीजेपी के राज में रोजगार से वंचित युवा नशे की राह पर चले गए हैं. यह आरोप अहमदाबाद शहर के दरियापुर विधानसभा क्षेत्र के विधायक ग्यासुद्दीन शेख ने लगाया है.

शेख ने कहा कि आज गुजरात में कानून-व्यवस्था की स्थिति इस हद तक बिगड़ गई है कि शराब के तस्कर पुलिस से नहीं डरते। गांव से शुरू होकर राजधानी गांधीनगर में देशी-विदेशी शराब खुलेआम बिक रही है. गुजरात में पुलिस की हेराफेरी के कारण शराब का प्रदूषण दिनों दिन बढ़ता ही जा रहा है. शराब तस्करों का नेटवर्क इतना मजबूत हो गया है कि मोबाइल फोन पर शराब पहुंचाई जा रही है। गांधी के गुजरात में ड्रग बैन ही काफी है. यह भाजपा सरकार है जिसने ड्रग्स पर प्रतिबंध लगाया है। पुलिस ने शराब की मात्रा को जब्त कर लिया और कुछ हासिल करने का नाटक किया लेकिन पिछले दरवाजे पर करोड़ों रुपये की शराब की बिक्री का क्या…?

गयासुद्दीन शेख ने कहा कि गुजरात में शराब ही नहीं बल्कि ड्रग्स भी खुलेआम बिक रहा है. ड्रग माफियाओं ने स्कूल, कॉलेज और रिहायशी इलाकों में युवाओं को निशाना बनाया है. इससे पहले मैं कई बार एम.डी. गृह मंत्री और गृह विभाग के संज्ञान में नशीली दवाओं का मुद्दा लाए जाने के बावजूद सरकार ड्रग माफियाओं पर नकेल कसने में बुरी तरह विफल रही है.

विधायक गयासुद्दीन शेख के एक प्रश्न में गृह विभाग ने माना है कि वर्ष 2019-20 और वर्ष 2020-21 में रु. 34 करोड़ रुपये की देशी शराब-विदेशी शराब और बीयर जब्त की गई है. 8,49,930 बोतल विदेशी शराब, 74,550 बोतल बीयर और 2,84,912 लीटर देशी शराब जब्त की गई। पुलिस ने 37,990 आरोपियों को गिरफ्तार कर लिया है लेकिन अभी तक 274 आरोपियों को गिरफ्तार नहीं किया है।

यासुद्दीन शेख ने कहा कि पी.पी. गुजरात में भाजपा की गुजरात सरकार के संरक्षण में महात्मा गांधी और लौह पुरुष सरदार वल्लभभाई पटेल का शराब का कारोबार फला-फूला और नशीले पदार्थों का काला बाजार फला-फूला। गांधी के गुजरात में, बूटलेगर्स निडर हो गए हैं जबकि ड्रग ट्रैफिकिंग माफिया फले-फूले हैं। गुजरात की भाजपा राज्य सरकार के आशीर्वाद से पुलिस और शराब तस्करों की मदद से नशीली दवाओं का कारोबार फल-फूल रहा है. गुजरात में शराब और नशीला पदार्थ जब्त किया जा रहा है, जब्त की गई राशि से 100 गुना अधिक व्यवस्थित भ्रष्टाचार के माध्यम से शराब के ठिकाने तक पहुंच रही है। सवाल यह है कि अगर सिर्फ अहमदाबाद और गुजरात की राजधानी में ही करोड़ों की शराब ज़ब्त होती तो गुजरात में कितनी शराब बिकती…

गयासुद्दीन शेख ने कहा कि गांधी के गुजरात में शराब पर पूर्ण प्रतिबंध का सख्ती से लागू होना अनिवार्य है। महात्मा गांधी और सरदार वल्लभ भाई पटेल की इस पावन भूमि पर बटलर पागल हो गए हैं। शराब और अन्य नशीले पदार्थों का व्यापार फलफूल रहा है। राज्य सरकार को शराबबंदी को सख्ती से लागू करने का प्रयास करना चाहिए। शराब और अन्य नशीले पदार्थ कई परिवारों को बर्बाद करते हुए युवाओं का भविष्य बर्बाद करते हैं। शराब और अन्य नशीले पदार्थों के मुद्दे पर जीरो टॉलरेंस की नीति उन परिस्थितियों में प्रकट नहीं होती है जहां कई बहनें विधवा हैं और घरेलू हिंसा को बढ़ावा देती हैं। हमें सिर्फ नाम के लिए शराब जब्त करने का नाटक बंद करना चाहिए और गुजरात में शराब पर सख्त प्रतिबंध लगाने की कोशिश करनी चाहिए। अगर सरकार शराब और नशीले पदार्थों पर नकेल कसती नहीं है तो आने वाले दिनों में कानून-व्यवस्था की स्थिति और बिगड़ सकती है।[:]