રાજ્યમાં કચ્છમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, લગભગ એક સાથે 200 ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે. કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે 200થી વધુ ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પાકમાં છાંટવાની દવા અથવા ઝેરી પ્રવાહી પીવાથી મોત થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશુ ચિકિત્સકો હાલમાં તપાસ કરી રહ્યા છે. પશુના પોસ્ટ માર્ટમ બાદ જ ચોક્કસ હકિકત બહાર આવશે કે, કયા કારણથી આટલી મોટી સંખ્યામાં ગાયના મોત નિપજ્યા છે.