કચ્છ લોકસભાથી મોરબી અગલ થવા માંગે છે

કચ્છ લોકસભા વિસ્તાર સેસ્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે.

મોરબીને છેલ્લા ૧૦ વર્ષથી કચ્છ લોકસભાની સાથે જોડવામાં આવેલ છે જેથી અનેક સેવાઓ માટે પ્રજાને પરેશાની ભોગવવી પડે છે જેથી મોરબી જિલ્લાને લોકસભાની સીટ અલગથી આપવામાં આવે અથવા મોરબી જીલ્લાનો લોકસભા સીટ માટે રાજકોટમાં સમાવેશ કરવાની માંગ કરાઈ છે

મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા અને સુરેશભાઈ શીરોહિયાએ પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબીને કચ્છ લોકસભાની સાથે જોડવામાં આવેલ છે જેથી કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો જેવા કે રેલ્વે, પોસ્ટ ઓફીસ, નેશનલ હાઈવે, બેંક અને ટેલીફોન તેમજ આયુષ્માન યોજના, બંદર જેવા પ્રશ્નોની રજૂઆત માટે કચ્છ જવું પડે છે વળી મોરબી ઓદ્યોગિક નગરી હોય અને સિરામિક હબ હોવાથી એરપોર્ટ, દુરદર્શન કેન્દ્ર અને એફ એમ સ્ટેશન માટેની રજૂઆત માટે છેક ૧૫૦ કિમી જવું પડે છે વળી કચ્છ લોકસભાનું ક્ષેત્રફળ ઘણું વિશાલ છે અને મોરબી છેવાડે આવતું હોવાથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો લાભ મળતો નથી આર્થિક રીતે નબળા પરિવારોને સાંસદના પ્રમાણપત્રની જરૂરિયાત હોય ત્યારે મુશ્કેલી ઉભી થાય છે જેથી જો મોરબીને અલગ લોકસભા સીટ આપવામાં આવે અથવા રાજકોટ લોકસભા મત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે તો કેન્દ્રની અનેક પ્રકારની કામગીરી સરળ બને તેમ છે જેથી આ મામલે યોગ્ય વિચારણા કરીને પગલા ભરવાની માંગ કરી છે