ભાગવત કથાકાર ‘ભાઈશ્રી’ અને ‘ભાઈજી’ તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની પોરબંદર એરપોર્ટ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન સંસ્થા બનાવીને પ્રાચીન ઋષિ પરંપરાને જાળવી છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વૈદિક પરંપરા પ્રમાણેનું શિક્ષણ અપાય છે અને રસપ્રદ વાત એ છે કે, આ સંસ્થા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પણ ભારતીય કેલેન્ડર પ્રમાણે ચાલે છે.
આશરે 7 કરોડ રૂપિયાના દાન અને ગુજરાત સરકાર તરફથી સસ્તા ભાવે અપાયેલી 82એકર જમીનમાં સ્થપાયેલી આ સંસ્થા હજારો વિદ્યાર્થીઓને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ અપાય છે.
રમેશભાઈ ઓઝાનો તેમનો જન્મ 31 ઓગસ્ટ, 1957ના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે થયો હતો. તેમના પિતાનું નામ વ્રજલાલ કે. ઓઝા અને માતાનું નામ લક્ષ્મીબેન. રમેશભાઈ ઓઝાને 4 ભાઈ અને 2 બહેન છે. રમેશભાઈએ પોતનું પ્રારંભિક શિક્ષણ રાજુલા પાસેની “તત્વજ્યોતિ” સંસ્થામાંથી મેળ્વ્યું હતું. રમેશભાઈ નાના હતા ત્યારે તેમના પિતા વ્રજલાલ સાથે “ભાગવદગીતા”નો પાઠ કરતા હતાં. રમેશભાઈના કાકા જીવરાજભાઈ ઓઝા કથાકાર હતા. આ રીતે તેમને ધર્મનો વારસો બાળપણથી જ મળ્યો.
રમેશભાઈએ કોલેજનું શિક્ષણ મુંબઇમાં લીધું અને અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા. અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજમાં ભણતા રમેશભાઈ એક તબક્કે ચાર્ટર્ડ એકાઉટન્ટ બનવાનું વિચારતા હતા. પણ એ જ વખતે તેમને સેન્ટ્રલ મુંબઈમાં કથા કરવાનું નિમંત્રણ મળ્યું ને એ કથાએ તેમની જીંદગી બદલી નાંખી. એ વખતે તેમની વાય માત્ર 18 વર્ષ હતી. ત્યારે તેમણે નક્કી કર્યું કે, પોતે સી.એ. નહીં પણ કથાકાર બનશે. અંગ્રજી માધ્યમમાં ભણ્યા હોવા છતાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા જીવન સમર્પિત કરીને રમેશભાઈએ એક આદર્શ સ્થાપિત કર્યો છે.
કોલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી રમેશભાઈ વતન દેવકા પાછા આવ્યા. જન્મભમિનું ઋણ ચૂકવવા તેમણે 40 વિઘા જમીન પર દાતાઓના સહયોગથી દેવકા વિદ્યાપીઠનું નિર્માણ કર્યું હતું. એ રીતે તેમણે ભારતીય સંસ્કાર , ધર્મ , સંસ્ક્રૃતિ અને આધ્યાત્મનો પ્રચાર શરૂ કર્યો. 1987માં 30 વર્ષની વયે ભાગવત કથા પરાયણ માટે એમને લંડનથી આમંત્રણ મળ્યું. એ એમની પરદેશ ભૂમિની પહેલી કથા હતી. એ કથા કરવા માટે તેમને 2.50 કરોડ રૂપિયાની જંગી રકમ મળેલી હતી. આ રકમ એમણે ગુજરાતમાં આંખની હોસ્પિટલોને દાનમાં આપી દીધી હતી.
એ પછી તેમણે ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ સ્થાપ્યું અને ઋષિ પરંપરાને જીવંત રાખવા “સાંદિપની વિધાનિકેતન”ની સ્થાપના કરી હતી. એ પછી તેમણે “તત્વદર્શન” નામનું સામાયિક શરૂ કર્યું અને તેના માધ્યમથી ભારતીય તત્વજ્ઞાનનો પ્રચાર શરૂ કર્યો. આ સંસ્થા ગુજરાતમાં અનોખી ઓળખ ધરાવતી સંસ્થા તરીકે પ્રસ્થાપિત છે કે જ્યાં આઠ વર્ષના રિશિકુળ અભ્યાસ પછી સ્નાતકો”શાસ્ત્રી” બને છે.
દેશનો સૌથી ધનિક અંબાણી પરિવાર તેમની સલાહ લે છે. મુકેશ અને અંબાણી ભાઈઓ છૂટા થયા ત્યારે તેમણે રમેશભાઈની મધ્યસ્થી સ્વીકારી હતી.
તેમના ભક્તો ચારેબાજુ છે પણ તેઓ નરેન્દ્ર મોદીના ભક્ત છે. તેમની રાજકીય રીતે ફાયદો થાય તે રીતે પ્રચાર પણ કરી આપે છે. આમ આડતરી રીતે તેઓ ભાજપના સમર્થક છે. અગાઉ અનેક ઘટનાઓ એવી બની છે કે તેઓ રાજકીય પક્ષને મદદ કરતાં હોય.