ગુજરાતમાં 15.52 લાખ હેક્ટરમાં મગફળી અને 26.68 લાખ હેક્ટર કપાસનું વાવેતર 2019ના ખરીફ ઋતુમાં થયું હતું જેમાં ચોમાસુ પૂરું થયું છતાં કમોસમી વરસાદ ચાલુ રહેતા અને લીલો દુષ્કાળ પડતાં 41 લાખ હેક્ટરમાંથી 20 લાખ હેક્ટર પાક સદંતર ખરાબ થઈ ગયો છે.
ઉપરાંત કૂલ મળીને ગુજરાતમાં 87 લાખ હેક્ટરમાં 20 જેટલા મુખ્ય પાકોનું વાવેતર થયું હતું. જેમાં 50 ટકા વિસ્તારમાં કપાસ અને મગફળી વાવવામાં આવી હતી. જેમાં 50 ટકાથી વધું ખરાબ થઈ ગઈ છે. ઉત્પાદનમાં 50 ટકા જેટલો ફટકો પડ્યો છે. ખેડૂતો ફરી એક વખત બેહાલ થયા છે.
કપાસ અને મગફળીમાં સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્રને અને અરંડીમાં સૌથી વધું ઉત્તર ગુજરાતને પડ્યો છે.
અગાઉ વરસાદના કારણે કપાસનું ઘણા સ્થળે બે વખત બિયારણ વાવવું પડ્યું હતું.
ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. અતિ વરસાદ એટલે કે લીલો દુકાળ ખેડૂતોને ભરડો લીધો છે.
શું અસર થશે
બિયારણ પેદા ન કરી શકતા અવતાં વર્ષે વાવેતર ઘટશે
બિયારણ માટે ખેડૂતો દેવું કરશે
શિયાળામાં ઓછા ખર્ચાળ પાક સારા ઉગાડશે
આવતા વર્ષે ખેડૂતો ખરીફ વાવેતર ઘટાડશે
ખેડૂત દેવાદાર બની ગયા
આ વર્ષે આસામીઓ પાસેથી દેવું કરશે
મગફળી અને કપાસનું આવતા વર્ષે વાવેતર ઘટશે
ખેત મજૂરી 300થી 600 થઈ જતા ખેતી ઘટશે
આધુનિક સાધનો ભાડે લેશે, જે દેવું વધારશે
ગાય અને બળદ રાખવાના બંધ થશે
નાના ખેડૂતો જમીન વેચી મારશે
ખેત ધીરાણ ભરી નહીં શકે, બેંક બળજબરી કરશે
કયા પાકનું વાવેતર થયું હતું અને ખેતરમાં ઊભા હતા
પાક – લાખ હેક્ટર
બાજરો 1.72
જુવાર 0.32
મકાઈ 3.01
તુવેર 2.13
મગ 0.93
અડદ 0.87
મઠ 0.12
રાયડો 1.16
અરંડી 7.40
સોયાબીન 1.00
તંબાકુ 0.46
ગુવાર 1.45
શાક 2.33
ઘાસ 13.00
માંડવી 15.52
કપાસ 26.68
કૂલ 86.77
ખેતીવાડીને લગતા જવાબદાર 9 પ્રધાનો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કૃષિ પ્રધાન રણછોડ સી ફળદુ, પશુપાલન પ્રધાન કુંવરજી બાવળીયા, ગાયને ફળાવવા (બ્રિડીંગ)ના પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાયમા, કૃષિ રાજ્ય પ્રધાન જયદ્રત પરમાર, સહકાર રાજ્ય પ્રધાન ઈશ્વર પટેલ, માછીમારી પ્રધાન પરસોત્તમ સોલંકી, પશુપાલન અને ગાય ફળવવાના રાજ્ય કક્ષાના પ્રધાન બચુ ખાબડ, માછીમારી રાજ્ય પ્રધાન જવાહર ચાવડા ગુજરાતની ખરાબ હાલત માટે જવાબદાર છે. તેઓએ બંધારણના શપથ લીધા ત્યારે ન્યાય પૂર્વક વર્તવાના, ભય કે પક્ષપાત ન રાખવાના સોગંદ લીધા હતા. તે પૂરા કરી શક્યા નથી. તેથી તેમણે શપથનો ભંગ કર્યો હોવાનું ખેડૂતો માની રહ્યાં છે.
સપ્ટેમ્બરના અતમાં જ ગુજરાતમાં લીલો દુકાળ થતાં 15થી 17 ટકા પાકને નુકસાન થયું હતું. છતાં ત્યારે પણ ગુજરાતની સંવેદનશીલ નહીં પણ નિષ્ઠુર વિજય રૂપાણીની સરકાર કોઈ જાહેર કે સહાય કરી ન હતી. આજે પણ કરી નથી. એવું ખેડૂતો માની રહ્યાં છે.
50 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરમાં 50 ટકા પાક ધોવાઈ ગયો છે કે ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. કપાસ અને મગફળીની ગુણવત્તા બગડતાં ખેડૂતોને પાકના નીચા ભાવ મળી રહ્યાં છે.
2 વર્ષ સુધી પાણી ન ખૂટે એટલું પાણી
ગુજરાતમાં હાલમાં લીલો દુકાળ શરૂ થયો છે. અણધાર્યા, એકાએક અને સતત વરસેલા વરસાદે ખરીફ સિઝનની હાલત ખરાબ કરી દીધી છે. વરસાદે રવી ઋતુ માટે ઉજ્જવળ તક ખરાબ કરી છે. રાજ્યમાં 2 વર્ષ સુધી પાણી ન ખૂટે એટલું પાણી છે. રાજ્યમાં લીલા દુકાળ જેવી સ્થિતિ વચ્ચે સરકાર ભલે ન સ્વીકારે પણ સૌથી વધારે ખરાબ હાલત કપાસ, તેલીબિયાં, શાકભાજી અને કઠોળ પાકની છે. કાપણી થવાની હતી ત્યારે જ પાક ખરાબ થયો છે.
મગ, અડદ અને તલમાં ભારે નુક્સાની
રાજ્યમાં સૌથી વધારે અસર ખરીફ કઠોળ પાકને થઈ છે. મગ અને અડદ હાલમાં કાપણીના સ્ટેજે હોવાથી વરસી રહેલા વરસાદે આ પાકમાં 25 ટકાનું નુક્સાન પહોંચાડ્યું છે. રાજ્યમાં સરકારે આ પાકોના ઉત્પાદનના આંક 60 હજાર ટન અને 50 હજાર ટન મૂક્યા હતા. જેમાં મોટો ઘટાડો આવશે. તેલીબિયાં પાક ગણાતા તલમાં મોટાભાગના તલની ગુણવત્તા બગડી છે. રાજ્યમાં આ પાકની વાવણી 1.16 લાખ હેક્ટરમાં થઈ હતી. જેમાં 30થી 40 ટકા નુકસાનીનો અંદાજ છે. કેળ, પપૈયા, લીંબુ સહિતના પાકોને અસર પહોંચી છે. બાજરીની ખરીફ સિઝનમાં 1.73 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. આ પાક હાલમાં કાપણીની સ્ટેજ પર હોવાથી ડૂંડા બંધાવા સમયે જ વરસાદથી ઉભો પાક ઉગી જવાની સાથે ગુણવત્તા બગડવાની પૂરી સંભાવના છે. રાજ્યમાં બાજરીના પાકમાં 10થી 15 ટકા નુક્સાની થઈ શકે છે. શાકભાજી પાકોમાં આ વરસાદે ભારે અસર કરી છે. ટામેટાં અને ડુંગળીની ઊંચા ભાવો એ લીલા દુકાળને જ આભારી છે.
આ જિલ્લાઓમાં સૌથી વધારે અસર
વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, મહિસાગર, નવસારી, તાપી, સુરત, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદના કારણે પાકને મોટાપાયે નુક્સાનીના અહેવાલો છે.