ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાંથી નશીલી દવાઓની બાવન બોટલના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી. હુસૈની મસ્જિદ પાછળ રહેતા સાજિદ ઇકબાલ મમદુ પોતાના મકાનમાં તેના મિત્ર ફરદીન ફિરોજખાન પઠાણ સાથે કોડીન સીરપની નશીલી દવાનો છૂટકમાં તેનો વેપાર કરતા હતા.
કફ સીરપનો ઉપયોગ ખાંસીની બિમારી માટે થાય છે. તબીબના પ્રિસ્ક્રીપ્શન વગર તે દવાની દુકાનેથી આપી શકાતી નથી. કોડીન સીરપ એક સાથે વધુ માત્રામાં પીવાથી નશો ચડે છે. જેથી નશાખોરોએ દારૃ કે અન્ય નશીલા પદાર્થના વિકલ્પ તરીકે વર્ષોથી નશો કરવા લાગ્યા છે.
એફએસએલ દ્વારા નશીલી દવાનું પરિક્ષણ કરાવતા કોડીન સીરપની દવા જે નાર્કોટીક્સ પદાર્થમાં આવે છે. લોકો સીરપ પીવાના રવાડે ચડી ગયા છે. મેડીકલ સ્ટોર સિવાય બિચ્છુ ગેંગ દ્વારા ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. એક માતા કે જે ભાજપમાં મહિલા મોરચામાં સક્રિય કાર્યકર છે. તેણે પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ કરી હતી. આત્મ વિલોપન કરી લેવાની પણ વાત કહી હતી.
કોડીન ફેક્સફેક નામનું કેમિકલ
કફ સિરપમાં કોડીન ફેક્સફેક નામનું કેમિકલ હોય છે. જે અફીણમાંથી બને છે. બજારમાં 32થી પણ વધારે બ્રાન્ડની કફ સિરપ રૂ.10થી 100 સુધીમાં મળે છે. તેથી તે સસ્તો નશો કરવાનું સાધન છે. કફ સિરપની આખી બોટલ જ ગટગટાવી જાય છે.
42,000 બોટલ પકડી હતી
નશા માટે વપરાતા 42,358 બોટલ રૂ.3 લાખની કિંમતનો કફ સિરપનો જંગી જથ્થો અમદાવાદમાં ગયા વર્ષે 3 જૂલાઈ 2018માં પકડી પાડ્યો હતો. સાણંદના દિયા હેલ્થ કેરના લલીત પટેલ, રાજસન પાલીના ભરત ચૌધરી અને અમદાવાદના નિલેશ ચાવડાને પકડી પાડવામાં આવ્યા હતા. જે સૌથી મોટો જથ્થો માનવામાં આવે છે. કોરેક્સ, રેક્સકોફ, રેન્કોફ બ્રાંડ તેમાં આવે છે. ઉત્પાદક મેસર્સ બાયોજિનેટીક ડ્રગ્સ પ્રાઇવેટ લીમીટેડ હતી.
દુકાનોમાંથી પકડાઈ દવા
અમદાવાદમાં કોડિન નામની કફસિરપ નું વેચાણ કરતી 150 દુકાનો પર 3 જૂલાઈ 2018માં તપાસ કરીને ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરની કચેરીએ 27 દુકાનોના લાયસન્સ રદ કર્યા હતા. અન્ય 35 દુકાનોના દવાના પરવાના 15 દિવસ માટે રદ કરવામાં આવ્યા હતા. લાઇસન્સ જ ન ધરાવતી પેઢીઓ દ્વારા તેનો વેપાર કરવામા આવી રહ્યા હોવાની માહીતી ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરની કચેરીનેમળતા આ ઓપરેશન હાથ ધરાયું હતું.
ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્મેન્ટ ભ્રષ્ટ
આવી દવા ક્યાંય પણ પ્રિસ્ક્રીપ્શન વગર ન વેચાય તે ધ્યાન રાખવાની જવાબદારી ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાની છે. તેમ છતાં તેઓ દ્વારા આ અંગે દવાની દુકીનોમાં બહુ ઓછી તપાસ કરે છે. તેમનો વિભાગ એક દવાની દુકાનેથી મહિને રૂ.1200નો હપતો લે છે. જે આવી ખોટી રીતે દવા વેચે તેની પાસેથી મહિને રૂ.5000થી 10,000 પડાવે છે. જેની આવક વર્ષે રૂ.25 લાખની એક ઈન્સ્પેક્ટકરની મોટા શહેરોમાં થાય છે. ભ્રષ્ટાચાર માટે હેમંત કોશિયા જવાબદાર છે. યુવાનોનને નશાખોરી તરફ ધકેલમાં આ ડ્રગ્સ કમિશનર કચેરી પોતે જ જવાબદાર છે.
5 કરોડનો જથ્થો
વૃષભ રાવલ જે કુરિયરમાં કામ કરતો હતો. રઉફ અને મહંમદ સાથે મળીને 1 લાખ જેટલાં ડાઈજાફાર્મ, આલ્પ્રાઝોલમ, કોડીય સિરપ અને પેરામાઈન ઈન્જેક્શન મળીને રૂ.5 કરોડનો દવાનો જથ્થો અમેરિકામાં મોકલતા હતા ત્યારે 23 મે 2015માં અમદાવાદમાંથી પકડાયો હતો.
પાટણમાંથી જથ્થો મળ્યો
પાટણના આરતી મેડિકલ એજન્સીના સતીષ રમેશ મોદીની પાસેથી 23 ઓગસ્ટ 2018માં કોડીન કન્ટેન્ટની રૂ.3.93 લાખની દવા પકડાઈ હતી. કોડીન કન્ટેન્ટની 10 પ્રકારની કફ સીરપની 2500 બોટલ, 9 પ્રકારની 18,000 નંગ ટેબ્લેટ જેમાં આલ્ફાઝોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રતિબંધિત પેનકેબના નશીલા 35 ઇન્જેકશન પણ મળી આવ્યા હતા. લઇ શહેરના પકડી પાડ્યો હતો.
શું નુકસાન થાય
કફ સિરપનો નશો કરતાં લોકોને વિવિધ બિમારીઓ લાગુ થાય છે. હાર્ટ એટેક આવવાની શક્યાતા વધી જાય છે. વધું માત્રા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. તેની ખતરનાક આડઅસર થાય છે. ઉબકા, ઉલટી, પેટ નો દુખાવો, સુસ્તી, સ્લીપ ડિસઓર્ડર, કોમા, અનિયમિત હ્રદયના ધબકારા, માથાનો દુખાવો, બેચેની, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર, કબજિયાત, હાયપોટેન્શન, ચક્કર આવવા, મૂંઝવણ થવી વગેરે અસર થઈ શકે છે.
(દિલીપ પટેલ)