કમિશનરની મહેનત ઉપર પાણી ફેરવતા ભાજપના શાસકો ટેન્ડર રદ કરે તેવી દીનેશ શર્માની માંગણી

અમદાવાદ,તા.૨૭
અમપા દ્વારા સ્થાયી સમિતિની ગુરુવારના રોજ મળેલી બેઠકમાં એએમટીએસ માટે ૩૦૦ જેટલી સીએનજી બસો લેવા કરાયેલા નિર્ણયનો વિપક્ષનેતા દ્વારા વિરોધ કરી આ ટેન્ડર રદ કરવા માગણી કરાઈ છે.તેમણે શાસકોને સવાલ કર્યો છે કે,ખુદ વડાપ્રધાન મોદી પર્યાવરણને બચાવવા માટે ઈ-બસોનો આગ્રહ કરી રહ્યા છે ત્યારે ભાજપના શાસકો આ ૩૦૦ સીએનજી બસો કોને લાભ ખટાવવા માટે ઉતાવળા બન્યા છે.

વિપક્ષનેતા દીનેશ શર્માએ કહ્યુ,કમિશનર વિજય નહેરાની મહેનતના કારણે સી.એમ.ની બસ યોજના જે અગાઉ પ્રતિ કીલોમીટર ૧૨.૫૦ના ભાવની સબસીડી સાથે મળવાની હતી તે હવે પ્રતિ કીલોમીટર રૂપિયા ૨૫ના ભાવથી મળવાની છે.આમ કમિશનરની મહેનતને કારણે અમપાની તિજારીને આર્થિક ફાયદો થવાનો છે.રાજય સરકાર પણ સબસીડી આપવા તૈયાર છે.થોડા સમય અગાઉ કમિશનર દ્વારા ૬૫૦ ઈ-બસો ખરીદવા માટેનુ ટેન્ડર બહાર પાડવામા આવ્યુ છે.આ પરિસ્થિતિમાં અમપાના શાસકોએ ૩૦૦ સીએનજી બસો ખરીદવાનુ ટેન્ડર રદ કરવુ જાઈએ.

અમદાવાદ શહેરને બેસ્ટ ટુરીસ્ટ ડેસ્ટીનેશનનો એવોર્ડ અપાયો

અમદાવાદ શહેરને દેશના બેસ્ટ ટુરીસ્ટ ડેસ્ટીનેશનનો એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વૈંકયાનાયડુ દ્વારા આપવામાં આવ્યો હતો.નવી દીલ્હી ખાતે એવોર્ડ લેવા મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હાજર રહ્યા હતા.