અમદાવાદ, 04
આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ગ્રાફિક્સ (ઈન્ડિયા) કંપનીના અધિકારીઓ આવતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. તેમના સરવે કરવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. વિરોધ વધતાં અધિકારીઓએ ત્યાંથી ભાગી જવું પડ્યું હતું.
અમદાવાદ મહાનગર પાલિકા – અમપા દ્વારા ગાંધી આશ્રમના મકાનો તોડી પાડીને કે ખાલી કરાવીને સ્થાનિક લોકોને ખસેડવા માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અમપા દ્વારા 10 સપ્ટેમ્બર 2019માં જીઓ ગ્રાફિક્સ (ઈન્ડિયા) કંપનીને કામ કરવાનો આદેશ આપ્યો છે. સરવે કરીને 15 દિવસમાં પૂરું કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. જેને 15 દિવસ પૂરા થઈ ગયા બાદ ત્યાં સરવે કરવા માટે કંપની આવી હતી.
ડીમોલીશન આશ્રમ
આશ્રમની મિલકતોમાં સરવે અને ડીમાર્કેશન કરવા માટે સિટી પ્લાનીંગ ખાતા દ્વારા કામ આપવામાં આવ્યું છે. 3 વર્ષ માટે કામગીરી કરવાનો કરાર કરવામાં આવ્યો છે. જેમાં નવા વાડજની શહેરી યોજના નંબર 28માં આ કામ થઈ રહ્યું હોવાનું અધિકારીએ આશ્રમવાસીઓને કહ્યું હતું.

યોજનાનું નામ ગાંધી આશ્રમ એરિયા ઈમ્પ્રુવમેન્ટ સ્કીમનો વિસ્તાર જાહેર કરાયો છે. આસીસ્ટંટ સિટી પ્લાનર દ્વારા કામનો આદેશ આપવામાં આવ્યો છે. આશ્રમની માપણી ચાલતી હતી ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. માપણી કરીને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે ત્યાર બાદ આખરી યોજના તૈયાર કરાશે.
કાગળો માંગવામાં આવ્યા
આશ્રમ વાસીઓએ આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા સહી કરાયેલા કાગળો અને દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. ટાઉનપ્લાનર અધિકારીની સહી ધરાવતાં દસ્તાવેજો રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. યોજનાનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવા માટે સરવે હાથ ધરાયો હતો. ચેરીટી કમિશ્નરની મંજૂરી આશ્રમ વાસીઓએ માંગી હતી. પછી જ સરવે કરવા માટે કહેવામાં આવતાં તેમની પાસે કોઈ દસ્તાવેજો ન મળી આવતાં તેમણે ભાગી જવું પડ્યું હતું.
ગુજરાતી
English

