ડીસામાં ત્રણ ઇંચ વ્યાસના 200 ગ્રામ વજનના કરા પડતાં વાહનો, મસાલા પાક, અને શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. રસ્તા પર બરફની ચાદર બની જતાં કશ્મીર જેવો માહોલ સર્જાયો હતો.
ટેટી, તળબુચ, જીરુંને ભારે નુકસાન થયાના કૃષિ વિભાગના અહેવાલો છે. ખેતરમાં તૈયાર થયેલી ટેટી ફૂટી ગઈ હતી. ટેટીમાં રૂ.350થી રૂ.450 કરોડનું નુકસાન થયું છે. ખેડૂતોને રૂ.1લાખથી રૂ.30 લાખ સુધીનું નુકસાન થયું છે. જે વીમા યોજના બેઠળ આવે છે. પણ સરકાર નકારાત્મક હોવાથી તેનું વળતર આપશે નહીં.
ઉપરાંત રાજ્યમાં વરીયાળી અને જીરું ને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કૃષિને રૂ.4000 કરોડથી વધું નૂકસાન થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છમાં જે ફળ અને શાકભાજી તથા ગરમ મસાલાને નુકસાન થયું છે તે રૂ.10,000 કરોડથી વધું હોવાનો અંદાજ ખેડૂત આગેવાનો આપી રહ્યાં છે.