ગુજરાતના પક્ષોને ગુજરાતના બિલ્ડરોએ રૂ.8.16 કરોડ આપ્યા છે. આ બિલ્ડરો કોણ છે તે ભાજપ કે કોંગ્રેસે જાહેર કર્યું નથી. 10 કરોડ મનુફા સટુરીંગ, 4 કરોડ ખાણોના માલિકો, 45 લાખ ટ્રસ્ટો દ્વારા, 2 કરોડ અન્ય લોકોએ પક્ષોને પૈસા આપ્યા છે. 12 કરોડ દવાની કંપનીઓ અને હોસ્પિટલો, 1.50 કરોડ પાવર અને ઓઈલ કંપનીઓ મળીને રૂ,42 કરોડ ચૂંટણી લડવા માટે આપવામાં આવ્યા હતા.
માર્ચ અને એપ્રિલમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૩,૬૨૨ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચ્યા છે. માર્ચમા ૧,૩૬૫.૬૯ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચ્યા હતા તો એપ્રિલમાં ચૂંટણી બોન્ડના વેચાણમાં ૬૫ ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે મહિનામાં કુલ ૨,૨૫૬.૩૭ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચાયા હતા. ૨૦૧૭-૧૮ ના બજેટ દમરિયાન ચૂંટણી બોન્ડની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી બોન્ડ કરન્સીની જેમ જ હોય છે જેની પર કિંમત લખેલી હોય છે. પારર્દિશતા જાળવી રાખવા માટે દાન આપવા માટે આ બોન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ચૂંટણી બોડ ૧,૦૦૦, દશ હજાર, દશ લાખ તથા એક કરોડ રૂપિયાના હોય છે. ૨૦૧૮માં કેન્દ્ર સરકારની આ યોજનાની સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી. રાજકીય પક્ષોએ ૧૫ દિવસની અંદર આ બોન્ડ વટાવી લેવાના હોય છે. ૧૫ દિવસ બાદ તેની માન્યતા પૂરી થાય છે. એસબીઆઈની કેટલીક પસંદગી પામેલી શાખાઓમાં રાજકીય બોન્ડ મળતા હોય છે. મુંબઈમાં સૌથી વધારે ૬૯૪ કરોડના ચૂંટણી બોન્ડ વેચાયા હતા. ત્યાર બાદ કોલકાતા અને નવી દિલ્હીનો નંબર આવે છે. આ બોન્ડ એસબીઆઈની કેટલીક પસંદગી પામેલ શાખાઓમાં ઉપલબ્ધ હોય છે. નાણામંત્રાલયમાંથી નોટિસ બહાર પડયા બાદ તેને ખરીદી શકાય છે.
ભાજપને ૨૦૧૭-૧૮માં ૯૯૦ કરોડનું ચૂંટણી ફંડ મળ્યું
લોકસભાની ચૂંટણીના માહોલમાં ભાજપને ૨૦૧૭-૧૮માં સૌથી વધારે ૯૯૦ કરોડનું ચૂંટણી ફંડ મળ્યું છે. ભાજપને કોંગ્રેસ કરતા સાત ઘણું વધારે ચૂંટણી ફંડ મળ્યું છે. કોંગ્રેસે આ જ વર્ષ દરમિયાન ૧૪૨.૮ કરોડનું ચૂંટણી ફંડ મળ્યું હતું.ભાજપ અને કોંગ્રેસને મળેલા રાજકીય ફંડ પરથી એવું જણાયું છે કે આ બંને પાર્ટીઓને રોકડ કરતા ચૂંટણી બોન્ડના સ્વરૂપમાં વધારે રકમ મળી છે. પરંતુ જાહેર કરાયેલા યોગદાનના પ્રમાણમાં પણ મોટો ઘટાડો થયો છે. ચૂંટણી બોન્ડના સ્વરૂપમાં ભાજપને સૌથી વધારે રકમ મળી છે. સરકારે ૨૦૧૮માં લોકસભામાં એવી જાહેરાત કરી હતી કે ૨૨૨ કરોડના ૫૨૦ ચૂંટણી બોન્ડ જારી કરવામા આવ્યાં છે જેમાંથી ૨૨૧ કરોડના ૫૧૧ ચૂંટણી બોન્ડસને વટાવી લેવામા આવ્યા છે.
છેલ્લા બે વર્ષમાં જુદી જુદી કોર્પોરેટ કંપનીઓએ રાજકીય પાર્ટીઓને 985 કરોડનું ફંડ આપ્યું તેમાં કોંગ્રેસ પાર્ટીને રૂ. 55.36 કરોડ મળ્યા હતા જ્યારે ભાજપને તેનાથી 16 ગણા એટલે કે 900 કરોડથી વધુ મળ્યા હતા.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના આંકડા મુજબ વર્ષ 2016-18માં કોર્પોરેટ કંપનીઓએ 985.18 કરોડનું ફંડ જુદી જુદી કંપનીઓને આપ્યું હતું. આ ફંડ તેમના જુદા જુદા સોર્સથી આવતા ફંડના 93 ટકા છે.
સંસ્થાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કુલ 6 નેશનલ પાર્ટીઓમાંથી ભાજપને સૌથી વધુ 915.59 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ ફંડ કુલ 1731 કંપનીઓએ આપ્યું હતું. બીજા ક્રમે કોંગ્રેસ આવે છે. કોંગ્રેસને 151 કપંનીઓએ રૂ. 55.36 કરોડનું ફંડ આપ્યું હતું. ત્રીજા ક્રમે એનસીપી આવે છે જેને 23 કંપનીઓએ 7.7 કરોડનું ફંડ આપ્યું હતું.
એવું નથી કે ભાજપને કોર્પોરેટ ફંડિગ કેન્દ્રમાં તેની સરકાર આવ્યા પછી જ વધુ મળ્યું છે. એડીઆરનું એનાલિસિસ જણાવે છે કે વર્ષ 2012થી લઇને 18 સુધી ભજપને રૂ. 1621 કરોડનું ફંડ કોર્પોરેટથી મળ્યું હતું જે છ વર્ષમાં કુલ કોર્પોરેટ ફંડિંગનું 83.49 ટકા જેટલું છે. એક રીતે કહી શકાય કે વર્ષ 2012થી જ કોર્પોરેટ લોબી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી ચૂકી હતી.
આ રિપોર્ટમાં રૂ. 20,000થી વધુ ડોનેશન મેળવનારી પાર્ટીઓને ધ્યાનમાં લેવાઇ હતી જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને તૃણમૂલ કોંગ્રેસને ધ્યાને લેવાઇ હતી. બહુજન સમાજવાદી પાર્ટીએ એવું કહ્યું હતું કે તેને 20,000થી વધુનું ડોનેશન કોઇએ આપ્યું જ નથી, એટલે તેનું એનાલિસિસ કરાયું ન હતું.