[:gj]શાળાની બસ માટેના નિયમો જાહેર કરતી સરકાર, બસમાં શું હોવો જોઈએ ? [:]

[:gj]બાળકોને શાળાએ લઈ જતા બસ, રિક્ષા અને વાનના ચાલકો માટે બાળકોની સલામતી માટે જરૂરી પગલા ભરવા ગુજરાત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.

શું હોવું જોઈએ શાળાની બસ પર

1 – શાળા બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે શાળાનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ.

2 – વાહન ચાલકનું નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં. બસ પર હોવા જોઈએ અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે વાંચી શકાય તેમ લખાયેલો હોવો જોઈએ.

3 – બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ,

4 – આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વનીય લોક હોવું જોઈએ.

5 – બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલી ના હોવી જોઈએ.

6 – શાળા બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.

7 – શાળાની બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ.

8 – તેમજ બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ.

9 – શાળા બસમાં પ્રાથમિક સારવાર પેટી

10 – પીવા માટેનું પાણી હોવું જોઈએ.

11 – બાળકોની શાળા બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ.

12 – શાળા બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય.

13 – બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ.

14 – અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.

15 – શાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલી અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસમાં બાળકોને લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં.[:]