કરેડા ગામમાં આવેલા તળાવને નીજી સ્વાર્થ માટે ખાલી કરાવવાનું કારસ્તાન

રાજ્યસરકાર સુજલામ સુફલામ યોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં પાણીના સ્ત્રોત્રમાં વધારો કરી રહી છે. જયારે સાંઠગાંઠ ધરાવતા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે પાણીના સ્ત્રોત્રને ખાલી કરી તેમાંથી રોકડી કરવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે આજે કરેડા સહીત ગામોના તળને ફાયદો કરતા કરેડાના તળાવને યેનકેન પ્રકારે ખાલી કરવાનાં કારસ્તાનથી નારાજ ગ્રામજનોએ ઘોઘા તાલુકા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી આ તળાવને ખાલી કરતું અટકાવવા અનુરોધ કર્યો છે.
ઘોઘા તાલુકાનું કરેડા ગામમાં આવેલું તળાવ કે જે આસપાસના ૭ ગામોનાં પાણીનાં તળને ઊંચું લાવી પીવાના પાણી અને ખેતી માટે ફાયદા રૂપ બની રહ્યું છે. આ વર્ષે વરસાદ ઓછો પડતા અને આ તળાવ માત્ર ૫૦% જ ભરાયું છે, પરંતુ તે લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. જોકે આ તળાવને યેનકેન પ્રકારે ખાલી કરવામાં આવી રહ્યાની બૂમ ઉઠવા પામી છે. આ તળાવના પાણીના કારણે કરેડા, વાલેસપુર, રાજપરા,સહિતના સાત ગામોના કુવા અને ડારમાં પાણીના તળમાં વધારો કરી રહ્યું છે  અને ત્યાં ગ્રામપંચાયત દ્વારા કોઈ અન્ય પાણીની વ્યવસ્થા ન કરવામાં આવી હોઈ તળના પાણી પર જ આધાર રાખવો પડતો હોય છે. આ સંજોગોમાં તળાવના આગળના ભાગમાં આવેલી  ખનીજ વિભાગ દ્વારા સંપાદન કરવામાં આવતા ત્યાં ખનીજ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જયારે તળાવમાં રહેલું પાણી માત્ર ૭ ખેતરોમાં આપી અને ૭ ગામોના લોકો માટે પાણીનો વિકટ પ્રશ્ન ઊભો કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં આ ગામના લોકો, પશુધન અને ખેતી માટે પાણીની સમસ્યા ઊભી થવાનો ખતરો હોય ત્યારે આજે ઘોઘા તાલુકા હિત રક્ષણ સમિતિના નેજા હેઠળ સાત ગામોના લોકોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી આ તળાવને ખાલી કરતુ અટકાવવા અનુરોધ કર્યો છે.
આ તળાવની માટી કિંમતી અને અમુલ્ય છે. જેને વેચી