2018ની લોકસભાની ચૂંટણી જીતવા વચન
12 નવેમ્બર 2018માં લઘુમતી જૈન સમાજના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ બદલવામાં આવશે અને નવું નામ કર્ણાવતી રાખવામાં આવશે.
પણ સ્થિતી કંઈક જૂદી છે
19 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભામાં વિગતો જાહેર થઈ હતી કે, ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદનું નામ બદલવા અંગે કોઈ દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી નથી.
અબડાસાના ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો
વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી ચાલી રહી છે. અમે તેના પર વિચારણા કરી રહ્યા છીએ. નામ બદલવાની કાયદેસરની પ્રક્રિયાથી લઈને અન્ય બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. 2019 સુધી નામ બદલાઈ શકે છે.
લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ જશે. એવું મુખ્ય પ્રધાને કહ્યું હતું. શું થયું વિજય રૂપાણી તમારા રૂપાળા વચનોનું ?
ભાજપના નેતાઓ આ વચન એટલા માટે આપ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહને અમદાવાદની 3 બેઠક જીતાડીને ચરણે ધરવાની હતી. વચન છતાં કંઈ થયું નથી. આવી કૂલ 18 ચૂંટણીઓ ગઈ, લોકસભા, વિધાનસભા અને મહાનગર પાલિકાની ચૂંટણી મળીને 18 ચૂંટણી થાય છે. 18 વખત મત મેળવવા વચનો આપ્યા પણ ભાજપે પાળ્યા નથી. 2019નું વર્ષ પૂરું થવાને હવે 35 દિવસ રહ્યા છે. છતાં મુખ્ય પ્રધાને આપેલા ફરી એક વખતનું વચન પાળવા દિલ્હી કે સરકારમાં કોઈ હીલચાલ નથી. ફરી એક વખત ગુજરાતની પ્રજાને ભાજપે મુર્ખ બનાવી છે.
ચૂંટણી આવે ત્યારે કર્ણાવતી યાદ આવે
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત કર્ણવતીના નામે મત માંગવામાં આવશે. ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પક્ષને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું યાદ આવે છે.
ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની છેતરામણી વાતો કરીને 30 વર્ષથી રાજકીય લાભ ખાટી લીધો છે. સત્તા મેળવી છે.
1988થી ભારતીય જનતા પક્ષ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ભૂમિકા લઈને તમામ ચૂંટણી લડી છે. છેલ્લાં 24 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. છતાં કર્ણાવતી નથી થયું.
યુનેસ્કો
યુનેસ્કોની એટ ટૂકડી અમદાવાદ આવી રહી છે યુનેસ્કોએ ભારતના પહેલાં હેરિટેજ શહેરનો દરજ્જો આપ્યાના બીજા જ વર્ષે એનું નામ બદલવાની વાત માત્ર ચૂંટણીને નજરમાં રાખીને કરવામાં આવી હતી. અમદાવાદનું નામ કર્ણવતી કરાય તો હેરિટેજ બિરૂદ ખોઈ ન બેસે તેમ છે. રૂપાણીએ હિંદુઓને રાજી કરવા, તેમના રાષ્ટ્રીય નેતા અમિત શાહને જીતાડવાનો આ ખેલ હાથ ધરવા જતાં તો આદિવાસીઓ નારાજ થવા માંડ્યા છે. તેઓ આંદોલન કરવાની ધમકીઓ ઉચ્ચારવા માંડ્યા છે.
બેશરમ નેતાઓ
જાહેરમાં કર્ણાવતી બોલે તો સત્તાવાર કેમ નહીં અમદાવાદ શહેર ભાજપ અને ગુજરાત ભાજપના નેતા આજે પણ અમદાવાદનું નામ જાહેરમાં બોલતા નથી. તેઓ કર્ણાવતી જ બોલે છે અને તેમના સરનામાં પણ કર્ણવતીના નામે હોય છે. આવી 30 વર્ષથી ગુજરાતની જનતા સાથે છેતરપીંડી થઈ રહી છે. અમદાવાદ શહેરની ચૂંટણી હવે આવી રહી છે ત્યારે ફરી એક વખત કર્ણાવતીનો મુદ્દો ઉછાળશે અને અમદાવાદની પ્રજા પાસેથી મત મેળવશે અને ફરી એક વખત ચૂંટણી જીતશે.
અત્યાર સુધીમાં દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની 10 વર્ષ સુધીની સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી. બેશરમ નેતાઓ જ આવું જુઠ્ઠાણું ફેલાવી શકે. ભાજપે અમદાવાદને 13 મેયર આપ્યા છે. તેઓ આજ સુધી જુઠ્ઠાણાઓ ચલાવતાં આવ્યા છે.
કર્ણાવતી નહીં, પણ આશાવલ
અબુરીહાએ આશાવલનો એક સમૃદ્ધ નગર તરીકે 11મી સદીના પૂર્વાર્ધમાં ઉલ્લેખ કર્યો છે. 12મી સદીમાં લખાયેલા ‘કસુદચંદ્ર પ્રકરણ’ નાટકમાં આશાવલ્લીના સ્પષ્ટ ઉલ્લેખો છે. અરબ ઈતિહાસકારે આશાવલને સારી વસતી અને પેદાશવાળું ઉદ્યોગી શહેર લેખ્યું છે. આશાભીલના વંશ દરમિયાન 1035નો એક લેખ કાચની મસ્જિદમાંથી મળ્યો હતો. 11મી સદીમાં રાજા કર્ણદેવે આશાવલને જીતીને ‘કર્ણાવતી નગરી’ સ્થાપ્યાના ઉલ્લેખો ‘પ્રબંધ ચિંતામણી’માં છે. રાજા વિસલદેવના 1244થી 1262ના સમય દરમિયાન પણ આશાવલ્લીને લગતા ઉલ્લેખો આવે છે. 1261માં મળેલા તામ્રપત્રમાં આશાવલ્લીના અનુસંધાનમાં માંડવી અને પાલડી જેવા વિસ્તારના ઉલ્લેખો છે.
મુળ આશાવલ હતું. આજે પણ ખાડીયા પાસે આશાભીલનો ટેકરો છે. જેને અમદાવાદની સ્થાપના વખતે અમદાવાદ શહેર સાથે ગણવામાં આવેલો છે. તેનો સીધો અર્થ કે અમદાવાદ એ મૂળ આશાવલ છે. નહીં કે કર્ણાવતી. કર્ણાવતી તો આશાવલના સ્થાને અથવા અમદાવાદ નજીકનું શહેર હતું. જમાલપુર આપસાસ કર્ણમુક્તેશ્વ મહાદેવ સુધી કર્ણાવતી હતું. 6 લાખ આદિવાસીઓના રાજા આશાવલને જીતીને અહીં લશ્કરી છાવણી સ્થાપી હતી જેનું નામ કર્ણાવતી રાખ્યું હતું.
જોધપુર ટેકરા પર પથ્થર યુગના માનવ વસાહતના પૂરાવા મળેલા છે. તેનો મતલબ કે અમદાવાદ આસપાસ સદીઓથી માનવ વસાહતો હતી.