કલેકટરનાં નામે ઠગાઈ કરવાનો પ્રયાસ

અજાણ્‍યા શખ્‍સે અમરેલીનાં કલેકટર આયુષ ઓકનાં નામનાં ખોટા ઉપયોગ કરી ઠગાઈ કરવાની કોશીષ કરતાં આવા શખ્‍સોને ઝેર કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવતાં નાયબ મામલતદારે આ અંગે અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મોબાઈલ ફોન નં. 95581 1910ર ધારકે ગત 5 ફેબ્રુઆરીના રોજ સવારે 11.45 કલાકે મનસુખભાઈ વામજા અમરેલીનાં કલેકટર તરીકે ઓળખાણ આપી કલેકટરનાં નામનો દુરઉપયોગ કરી ઠગાઈ કરવાનાં ઈરાદે પૈસાની માંગણી કરતાં આ બનાવ અંગે કલેકટરની સૂચનાથી નાયબ મામલતદાર મિલનકુમાર રાજયગુરૂએ અજાણ્‍યા શખ્‍સ સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે અજાણ્‍યા શખ્‍સની શોધખોળ આદરી છે.