તાપી જીલ્લાના આદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક બન્યું ત્યારે જમીન ગુમાવનારા આદિવાસીઓ આજે પણ સહન કરી રહ્યાં છે. અસરગ્રસ્ત બનેલા ગામોએ અન્યાય સામે વારંવાર રજુઆતો કર્યા બાદ હજી સુધી ન્યાય મળ્યો નથી. ભરતીમાં સ્થાનિકોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં જાહેરાતોમાં પ્રદેશિક ભાષાના માધ્યમનો ઉપયોગ થાય તથા આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓમાં પણ માત્ર કાગળીયા પર સહાયની વાતો ન રહેતા ૯૮ ટકા આદિવાસી વસતી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ખુબ ઓછું હોવાથી કાંકરાપાર અણુમથક ખાતે નોકરી મળવામાં મુશ્કેલી થઇ રહી હતી. અણુમથકમાં તેમને નોકરી આપવામાં આવતી નથી.