ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં બંને દેશોના નાગિરકોને સરહદો નડે પણ આ વ્યોમચરોને કોઈ રોકટોક નથી. અમદાવાદના કાંકરિયા તળાવ અને તેને અડીને આવેલો પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા એક મહિનાથી ખેચરો આવ્યા છે જે મોટાભાગના પાકિસ્તાન અને તેની આજુબાજુના દેશોમાંથી આવ્યા હોવાનુ કહેવાય છે. જનસત્તાએ ઝૂની મુલાકાત લઈને આ પક્ષીઓને શોધવાનો અને તેની ફૂડ હેબીટ જાણવાનો પ્રયાસ કયોર્ર્ અને કેટલાક પક્ષીઓ મળી આવ્યા છે.
કેવી રીતે આવે છે આ વિહગો
આ પક્ષીઓ અંગે ઝૂના ડાયરેક્ટર, ડો. આર કે સાહુએ જણાવ્યું હતુ કે, મોટાભાગના પક્ષીઓ જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવી જાય છે. એમની સૈથી મોટી ખાસિયત એ છે કે કોઈ પણ જગ્યાએ જઈને પોતાના વાસ કરે તે પહેલાં પાંચ કે છ પક્ષીઓ આવીને સવર્ર્ કરી જાય છે કે તે જગ્યાએ પાણીની કેવી વ્યવસ્થા છે ખોરાક મળે તેમ છે કે કેમ. અને ત્યાર પછી જ તેઓ ઝૂંડમાં આવે છે.
કેમ આવે છે કાંકરિયા
સાહુના જણાવ્યા અનુસાર ઝૂની અંદર અને તળાવની આજુબાજુમાં જે રીતે વન વિસ્તારને ડેવલોપ કરવામાં આવ્યો છે તેના કારણે પક્ષીઓ અહીંયા આવીને રહે છે. બીજુ કે ઝાડના કારણે નાના-નાના જીવ-જંતુઓ અહીંયા ઘણા હોય છે અને તેના કારણે પણ પક્ષીઓને ખોરાક મળી રહે છે અને તેઓ અહીંયા આવે છે.
કેવી રીતે સંદેશો બીજાને મોકલે છે
સાહુના જણાવ્યા અનુસાર, આ પક્ષીઓનું કોમ્ચિનકેશન નેટવકર્ર્ બહુ જ સ્ટ્રોગ હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારની ભુલ થતી નથી. જે પક્ષીઓ જગ્યા જોઈ જાય તેમનો મેસેજ સ્પષ્ટ અને ઝડપી હોય છે. કેટલીકવાર ઝૂંડમાં બેસીને ચચાર્ર્ પણ થાય કે અહીંયા કેટલાક દિવસ સુધી પાણી અને ખોરાકની વ્યવસ્થા થાય તેમ છે.
પક્ષીઓ
કોર્ર્મોરેટ
કાંકરિયા આવતાં માઈગ્રેટરી વિહંગોમાં આ સૈથી રસપ્રદ છે. હવામાં ઉડતાં પાણીમાં ડાઈવ કરે છે અને પાણીમાં માછલીઓના ઝૂંડને ફોલો કરીને એક માછલીને પકડીને ઉપર આવે છે અને માછલી માટે જ્યારે કોર્ર્મોરેટની ચાંચમાંથી બહાર નીકળવાનું અધરું થઈ જાય ત્યારે તેને ઉતારી જાય છે.
એગ્રેટ
એગ્રેટ મેલ અને ફીમેલ બંને અલગ પ્રકારના દેખાતા હોય છે. મેલ વ્હાઈટ અને ગોલ્ડન દાખાય જ્યારે ફીમેલ ફક્ત વ્હાઈટ કલરની હોય છે. સાઉથ એશિયન દેશોમાં આવતાં આ પક્ષીઓ નવેમ્બરથી ડિસેમ્બર મહિના સુધી ઝૂના ઝાડ પર રહે છે અને બચ્ચાઓ જેવા છ મહિનાના થાય કે તેઓ અન્યત્ર જવા રવાના થઈ જાય છે. કાંકરિયા તળાવમાની માછલીઓ તેમનો ખોરાક છે.
નાઈટ હેરોન
નાઈટ હેરોન ઉપરના ભાગમાં કાળા કે ભૂરા રંગના અને નીચેથી સફેદ રંગના હોય છે. તેમની શિકાર કરવાની રીત અજબ હોય છે. જ્યાં તેઓ જુએ કે માછલીઓ વધારે આવે છે ત્યાં કિનારા પર સ્થિર થઈને બેસે છે અને શાંત પાણીમાં પોતાના લાળનું એક ટીપું નાખે છે. પાણીમાં ખોરાક પડ્યો છે તેવું માનીને માછલી જેવી ઉપર આવે કે તેનો શિકાર કરે છે. નાઈટ હેરોન નિશાચર હોય છે અને સાંજે સૂયર્ર્સ્ત પછી જ શિકાર કરે છે.
વ્હાઈટ ઈબીસ
લાંબી ચાંચ વાળુ આ પક્ષી પણ ફીશ ઈટર છે અને લાંબું અંતર કાપીને પાણી અને ખોરાકની પુરતી માત્રા હોય તેવી જગ્યાએ જ જાય છે. પાણીના કિનારે બેસીને માછલીનો શિકાર કરે છે અને તેની સ્પેસીસમાં તે અલગ પ્રકારનુ વિહગ હોવાનું માનવામાં આવે છે.
સ્પુનબીલ
આ ખગને તેની ચાંચના આકાર પરથી ઓળખી શકાય છે. તેની ચાંચનો આગળનો ભાગ ચમચીના આકારનો હોય છે અને તેના માટે તેના શિકારને પકડી રાખવો અધરો નથી. શિડ્યૂલ વન પક્ષી છે.આ પક્ષી જેવુ મોટુ થવા લાગે કે તેનો કલર પણ બદલાઈને બ્લેક થઈ જાય છે. સાહુના જણાવ્યા અનુસાર આ પક્ષી તેના કેટલાક યુનીક ફીચરના કારણે જાણીતુ છે. જેમને તેની ચાંચ અને તેની ચાંચનૂ લંબાઈ.