કાંકરીયા રીવરફ્રન્ટના એમ્યુઝમેન્ટ પાર્કની તમામ એકટીવીટી બંધ

૧૪ જૂલાઈના રોજ સાંજના સુમારે કાંકરીયા લેકફ્રન્ટ ખાતે રાઈડ તુટી પડતા બે લોકોના મોત બાદ રાજય સરકારે કરેલા આદેશ બાદ કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ચાલતી તમામ એમ્યુઝમેન્ટ પાર્કને લગતી તમામ પ્રવૃત્તિ સ્થગિત કરવાનો આદેશ કર્યો હતો.જેને લઈને કાંકરીયા ખાતે ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ સિવાયની તમામ એકટિવિટી બંધ થઈ જવાથી વાર્ષિક આઠ કરોડની આવક રળી આપતા લેકફ્રન્ટને જયાં આર્થિક નુકસાન થવા પામ્યુ છે ત્યાં બીજી તરફ મુલાકાતીઓની આવન-જાવન વગર લેકફ્રન્ટ સુનુ જોવા મળી રહ્યુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૨ વર્ષ અગાઉ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલક ઘનશ્યામ પટેલને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.૬ જૂલાઈ-૨૦૧૯ના રોજ આપવામાં આવેલા રાઈડ સંબંધિત રિપોર્ટમાં રાઈડમાં જરૂરી રિપેરીંગની જરૂર હોવાનુ દર્શાવવામાં આવ્યુ હતુ.આમછતાં સંચાલક દ્વારા આ રિપોર્ટની અનદેખી કરાતા ૧૪ જૂલાઈને રવિવારના રોજ સાંજના ૪.૪૫ના સુમારે ધડાકાભેર રાઈડ તુટી પડતા ઘટનામાં બે લોકોને ઈજા થઈ હતી.૨૫ લોકોને ઈજા થતા તેમને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ એક મહીનાનો સમય ૧૪ ઓગસ્ટના રોજ પુરો થશે.એક મહીનાના સમય બાદ પણ સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ તરફથી ઘટના બાદ જરૂરી કાર્યવાહી પુરી કરવામાં ન આવી હોવાના કારણે લેકફ્રન્ટ ઉપર ૧૪ જૂલાઈના દિવસ સુધી ચાલતી તમામ પ્રવૃત્તિ સ્થગિત કરી દેવામાં આવી છે.ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.કે.શાહુના કહેવા પ્રમાણે ,લેકફ્રન્ટ પર ચાલતી પ્રવૃત્તિઓને લઈ વાર્ષિક અંદાજે ૮ કરોડ રૂપિયાની આવક મળતી હતી.જે પૈકી દસ ટકા પ્રોફિટ માર્જીનની રકમ મળતી હતી.

કઈ પ્રવૃત્તિ હાલ બંધ

એરકન્ડીશન ટોયટ્રેઈન,સેગ-વે સફારી,રાઈડસ,આર્ચરી એડવેન્ચર,એકવાકાર્ટીંગ,મીની ગોલ્ફ,એડવેન્ચર સ્પોર્ટસ,સહીતની અનેક પ્રવૃત્તિઓ બંધ હોઈ લેકફ્રન્ટની મુલાકાતે આવતા મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થવા પામ્યો છે.જા કે ઝૂ સુપ્રિટેન્ડન્ટના મતે ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂની આવક અગાઉની જેમ યથાવત રહી છે.