કાંકરેજના ચીમનગઢ ગામે કુહાડીના ઘા ઝીંકી ખેડૂત યુવકની નિર્મમ હત્યા કરી રાજસ્થાની ખેતમજુર ફરાર

થરા, તા.૦૯

કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચીમનગઢ (નવા ઝાલમોર)ગામે આસો સુદ-નોમની રાત્રે ખેતરમાં કપાસના પાકને પિયત કરી સુઈ રહેલા ખેડુત રાયમલભાઈ દેવશીભાઈપટેલ (કાથેરાટીયા)ના યુવાન પુત્રની રાજસ્થાની આદિવાસી મજુર યુવકે મોઢા-ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘાઝીંકી નિર્મમ હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ છે. ચીમનગઢ (નવાઝાલમોર) ગામના ખેડૂત રાયમલભાઈ દેવશીભાઈપટેલ(કાથરોટીયા) તેમનાપરિવાર સાથે ચીમનગઢ ગામના સીમાડે મૂલકપુરની વાટે આવેલા પોતાના ખેતરમાં પરિવાર સાથે રહે છે. ગત ૭/૧૦/ર૦૧૯ આસો સુદ-નોમની રાત્રે પોતાના રહેણાંક સ્થળેથી ૭૦૦ મીટર દૂર આવેલ ખેતરમાં કપાસના પાકને પિયત થઈ રહેલ હતું. ત્યારે તેમના ત્યાં રાજસ્થાની આદિવાસી યુવક કૈલાસ મજુર તરીકે કામ કરતો હતો, તે અને તેમનો મોટો પુત્ર દીનેશ રાયમલભાઈ પટેલ બંને જણા પિયતના ક્યારા વાળતા હતા.

રાત્રે બાર વાગ્યાના સુમારે દિનેશ પટેલ સુઈ ગયો અને કૈલાસ ક્યારા વાળવા લાગ્યો. બંને વચ્ચે રાત્રે કંઈ થયુ કે અગાઉ કોઈ બનાવવા પગલ કૈલાસ કુહાડી લઈને દિનેશ પટેલ સુઈ રહ્યો હતો. ત્યાં ગયોને સુતેલા દિનેશના મોઢા અને ગાળાના ભાગે કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને ચાદર ઓઢાડી આદિવાસી ખેત મજુર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સવારે મોડા સુધી બંનેમાંથી એકેય ચાપીવા નહી આવતાં રાયમલભાઈ પટેલે તેના નાના પુત્રને દિનેશને જગાડવા મોકલ્યો તેને ત્યાં જઈને જાયું તો તે ડઘાઈ ગયોને પાછો આવી વાત કરતાં રાયમલભાઈ અને તેમના પત્નિ સહીત ઘટનાસ્થળે પહોચી જાતાં તેઓ રોક્કળ કરી મુકી હતી.

ગામના લોકોને મોબાઈલથી વાત કરતાં ગામના લોકો દોડી આવ્યા હતાને પ્રથમ દષ્ટિએ રાજસ્થાની આદિવાસી મજુર યુવક કૈલાસ ન હોતો તેથી તેણેજ હત્યા કરી તેવું નક્કી થતાં પોલીસને જાણકરી હતી. કુહાડી લોહીથી ખરડાયેલી જમીન પર પડી હતી. શિહોરી પોલીસને જાણ કરતાં શિહોરી પી.એસ.આઈ. સહીતની ટીમ ઘટના સ્થળે પહોચી હત્યારાને પકડવા માટે અને લાશને પી.એમ.અર્થે મોકલવા કાર્યવાહી કરી હતી. જાણવા મળતી મારનાર યુવક કેલાસ ઉદેપુર જીલ્લાના જાડોલ તાલુકાના થોબાવાડાના રહેવાસી હતો. જે ઘણા સમયથી તેની પત્ની સાથે રાયમલભાઈ દેવસીભાઈ પટેલ (કાંથરોટીયા)ના ખેતર પર મજુરી કરી ગુજરાન ચલાવતો હતો, તેની પત્ની સગર્ભા હોઈ તેના વતન મુકીને ગત તા.ર૭/૯/ર૦૧૯ના રોજ ચીમનગઢ આવ્યો હતો. આવ્યા પછી સતત બેચેન રહેતો હતો. ચાર-પાંચ દિવસ પહેલાં તેણે રાયમલભાઈના ઘરના ફળીયામાં પડેલ કુહાડી લઈને જઈ રહ્યો હતો.

ત્યારે રાયમલભાઈએ કહલ કે, આ કુહાડી લઈને ક્યાં જાય છે, તો તેણે કહેલ કે રાત્રે કુતરાંને ભુડ આવે છે તો જરૂર છે, રાયમલભાઈએ કુહાડીના બદલે તું આ લાકડી લઈ જા. એટલે તે લાકડી લઈને ગયેલ. બીજા દિવસે તે બધાની નજર ચુકાવી કુહાડી લઈ ગયેલ પરંતુ કોઈને શકના ગયો કે કૈલાસ કુહાડી લઈ ગયો હશે. આજુબાજુ શોધખોળ કરેલ પણ કુહાડી મળેલ નહી કૈલાસને પુછતાં તેણે પણ ના પાડેલ આમ, હત્યાંનું કાવતરૂં ઘણા દિવસથી મગજમાં ગડમથલ કરતો કૈલાસ આસોસુદ-નોમની રાત્રે સુતેલા દિનેશ પટેલની નિદ્રાનો લાભ લઈ પુરૂ કર્યું હોવાનું પણ ચર્ચાને ચકડોળે છે. જિલ્લા પોલીસની ટીમ હત્યારાને શોધવાને હત્યાનો ભેદ ખોલવા રાજસ્થાન તરફ ગયાનું જાણવા મળેલ છે. કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામે થયેલ હત્યા બાદ મજુરોના ઓળખકાર્ડ બનાવવા કે પોલીસસ્ટેશને નોંધણી કરાવવાની ચર્ચાએ જાર પકડ્યું છે.