કાંકરેજ ઓલાદ:આપણા રાજયના બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ નામના ગામ ઉપરથી આ જાતની ગાયોનું નામ કાંકરેજ પાડવામાં આવ્યું. વઢીયાળી વાગળ અને વાગોળીયાના નામથી પણ તે ઓળખાય છે. આ r r MA
ઓલાદના જનાવરો આપણા રાજયના મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, વડોદરા, ભરુચ અને સુરત જીલ્લા સુધી પ્રસરેલા જોવા મળે છે.
શારીરિક લક્ષણો : – આ કાંકરેજ ઓલાદના જનાવરો કદમાં મોટા અને કદમાં ભારે હોય છે. આ જનાવરો તદન સફેદ રંગથી માંડી મુજડા રંગના હોય છે. તાજા જન્મેલા વાછરડાના માંથામાં લાલ કાટીઓ રંગ હોય છે. જે છએક માસની ઉમર થતા સુધીમાં જતો રહે છે.
કાંકરેજ જનાવરો માથુ અધર રાખી રુઆાબ ભરી ઝડપી (સવાઈ ચાલ) ચાલ ચાલવા માટે પ્રખ્યાત છે. આ ઓલાદના બળદ વધુ વજન પણ, વધારે અંતર ઓછા સમયમાં વહન કરી શકે છે.
પુખ્ય પશુઓના શિંગડા, મોટા મજબુત અને બીજ-ચન્દ્રાકાર હોય છે. તેમનું કપાળ પહોળુ અને વચમાં ખાડાવાળુ તેમજ ચહેરો પહોળાઈમાં ટૂંકો અને લંબાઈમાં લાંબો હોય છે. કાન મોટા અને ઝુલતા હોય છે. પગ સુંદર આકારના પગની ખરીઓ નાની ગોળ અને સહેજ પોચી હોય છે. કાંકરેજ ગાયોના અડાણ પ્રમાણસર વિકાસ પામેલ હોય છે.
પુખ્ત ગાયો ૪૦૦ થી ૫૦૦ કિલો અને પુખ્ત વયના સાંઢ પ૦૦ થી ૭૦૦ કિલો તથા તાજા જન્મેલા વાછરડા સરેરાશ ૨૨ – ૨૪ કિલોના હોય છે.
આર્થિક લક્ષણો : કાંકરેજ ઓલાદ એ દ્વિઅર્થી છે. તેના બળદો ખેતી કામ માટે આગળ પડતા છે. જયારે ગાયો સારા પ્રમાણમાં દૂધ ઉત્પાદન કરે છે. આ જનાવરો ચપળ પણ ભડકણા સ્વભાવના છે. આર્થિક લક્ષણોની આછી વિગત નીચે દર્શાવેલ છે.
પ્રથમ વિયાણની ઉમર : ૪૫ થી ૫૦ માસ વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન : ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા.
પશુ સંશોધન કેન્દ્ર, ગુ.કૃ.યુ., સરદાર કૃષિ નગર ખાતે નિભાવવામાં આવતા ધણની ગાયો વેતર દીઠ સરેરાશ ૧૮૦૦ લિટર દુધ પેદા કરતી હોવાનું નોંધાયેલ છે.
દુજણા દિવસો : ૨૭૫ – ૩૧૫ દિવસ બે વિયાણ વચ્ચેનું અંતર : ૧૭ થી ૧૮ માસ