કાતિલ ઠંડી પડશે, ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્ર બદલાયું

ગુજરાતમાં કાતિલ ઠંડી પડશેઃ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે

અમદાવાદ: ઉત્તરાખંડમાં ઉષ્ણતામાન ૧ર અંશ અને પર્વતો પર શરૂ થયેલા બરફનો એટેક. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠંડી પડશે તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાઈ ગયુ હોય એમ જણાય છે.
શહેરમાં પણ રાત્રીના સમયે ઠંડા પવનને લીધે ઠંડીની અસર જણાવા લાગી છે. રસ્તાઓ સુમસામ બની જાય છે. માત્ર ખાણીપીણીની બજારમાં જ થોડી ઘણી ભીડ જાવા મળે છે. ઠંડીને કારણે સૌથી વધારે સ્થિતિ ફૂટપાથ તથા ઝુંપડામાં રહેતા લોકોની જાવા મળે છે. ઓઢવા ચાદર નહીં ને પાથરવા માટે પથારી. શહેરની કેટલીક સામાજીક સંસ્થાઓ તરફથી આવા લોકોને માટે ગરમ ધાબળા તથા ઓઢવા ચોરસાની વહેંચણીની વ્યવસ્થા થઈ રહી છે.

સૌથી ઓછું તાપમાન નળીયામાં નોંધાયુ હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં ર-૩ દિવસમાં કમોસમી વરસાદ પડવાની આગાહી સાથે નવલખી, ઘોઘા, જાફરાબાદ, પીપાવાવ, પોરબંદરના દરિયા કિનારે ૧ નંબરનું સિગ્નલ મુક્યુ છે.
અરબી સમુદ્રમાં લા-પ્રેશર થવાને કારણે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, તથા સૌરાષ્ટ્રના કેટલાય ભાગમાં વરસાદની અસર જણાશે.

સાવચેતીના પગલાં રૂપે મેરી ટાઈમ બોર્ડે દ્વારકા- ઓખા સમુદ્રકિનારે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ હતુ. દરિયો તોફાની બનતા માછીમારોને ચેતવણી આપવામાં આવી, ૭ તારીખ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના આપવામાં આવી છે. અમરેલીમાં પણ હવામાન એકાએક પલટો આવતા જાફરાબાદ બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવાયુછ ે. માછીમારોની સેકડો બોટો દરિયામાં હોવાનું જાણવા મળે છે. કેશોદમાં વરસાદને કારણે ખેડૂતોને નુકશાન-માર્કેેટ યાર્ડમાં પડેલ મગફળીનો મોટો જથ્થો પલળી ગયો છે.