કાયદાનો ભંગ કરીને દ્વારકામાં પક્ષપલટો કરીને જિલ્લા પંચાયત તોડી

દ્વારકા જિલ્લા પંચાયતના બે સભ્યોએ પક્ષાંતર કરીને  ભાજપમાં ભળી જઈને પક્ષાંતર વિરોધી કાયદાનો ભંગ કર્યો છે. ધારણ કર્યો છે. આમ થતાં કોંગ્રેસ સાશીત જીલ્લા પંચાયત તૂટી છે. લોકોએ આપેલા મતની વિરધ્ધ જઈને ભાજપના નેતાઓએ તેમને ભાજપમાં લઈને કાયદાનો ભંગ કર્યો છે.

મળતી માહિતી અનુસાર દ્રારકા જીલ્લા પંચાયત અને દ્રારકાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા અને કોંગ્રેસના જીલ્લા પંચાયતના મહિલા સભ્ય જામનગરના સાંસદ પૂનમ માડમ અને પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના બંને સભ્યોની સાથે 40 જેટલી મમંડળીઓના પ્રમુખોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં આતંરિક વિખવાદના કારણે નેતાઓ અને સભ્યોના ભાજપમાં જોડાવવાના કારણે કોંગ્રસની મુશ્કેલીમાં વધારો થાયો છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં અસંતોષી નેતાઓના કારણે કોંગ્રેસ હજુ સુધી મોટા ભાગની લોકસભાની બેઠક પરથી પોતાના ઉમેદવારો જાહેર કરી શકી નથી. કોંગ્રેસમાં એક લોકસભાની બેઠકને બેથી ત્રણ નેતાઓ દાવેદારી નોંધાવે છે અને કોઈ ઉમેદવારને ટિકિટ ન મળે તો તે પક્ષ સામેં નારાજગી વ્યક્ત કરે છે.