કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્ડ

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ્રેસના 7 નગરસેવકો અને પક્ષના ત્રણ નેતાઓએ ભાજપમાં પક્ષાંતર કર્યું હતું. પણ તે પક્ષાંતર કરાવે છે તેમને સજા કરવા અંગે કાયદામાં સજાની જોગવાઈ નથી.

મુખ્ય પ્રધાને પક્ષ પલટો કરાવેલો તે ડભોઇ નગર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો સામે પક્ષાંતર કાયદા વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેમનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં પક્ષ પલટો કરનાર તમામ કોર્પોરેટરના પદ પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રદ્દ કરવામાં આવી શકે છે.

પક્ષ વિરોધી કામ કરનારા અલ્પેશ ઠાકોરથી આકરા પગલાં ભરવાની શરૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ પણ રદ્દ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત પણ કરી છે.

ડભોઈ નગરના કોંગ્રેસ અને અપક્ષ મુકેશ શાહ દાલ, સલીમ ઘાંચી, રાજુ શાહ બોરતલાવવાલા, એમ.એચ.પટેલ, હર્ષા એચ. ચૌહાણ, નયના કલ્પેશ તડવી મેટ્રો અને ડભોઈ નગર પાલિકા માજી પ્રમુખ દક્ષાબ પટેલ ભાજપમાં જોડાતા ડભોઈ નગર પાલિકા ઉપર સત્તા ધરાવતા કોંગ્રેસ પક્ષમાં મોટો ભુકંપ આવ્યો હતો.

પ્રજાએ ડભોઈમાં કોંગ્રેસને મતા આપીને સત્તા આપી હતી. જે ભાજપે પ્રજા મત વિરૃદ્ધ જઈને મુખ્ય પ્રધાનની હાજરીમાં કાયદાનો ભંગ એટલા માટે કરેલો હતો કારણ કે ડભોઈમાં ભાજપનું કાયદા વિરૃદ્ધ શાસન લાવવા માંગતા હતા. 36 સભ્યોમાંથી 28 સભ્યો કોંગ્રેસના હતા. પ્રજાએ ભાજપના માત્ર 4 સભ્યો ચૂંટીને મોકલેલા હતા. 4 અપક્ષ સભ્યો હતો. અપક્ષોએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. ડભોઈ નગર પાલિકાના પ્રમુખ અશોયા વસાવા સહિત કોંગ્રેસના ૭ અને ૩ અપક્ષ સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપામાં જોડયા હતા. કોંગ્રેસ પાસે 21 રહ્યાં હતા. બીજા 10 સભ્યોને એક કરોડ આપીને કેટલાંક લોકોએ તેને ખરીદવાની કોષિશ કરી હતી. પણ તેમ થઈ ન શકતાં ડભોઈ પર પૈસાના જોરે ભાજપ સત્તા મેળવી શક્યો ન હતો.

મુળતો છોટા ઉદેપુરની લોકસભા બેઠક જીતવા અને કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલને રાજકીય રીતે ખતમ કરવાનો પ્લાન ભાજપે તૈયાર કર્યો હતો.

ડભોઇ નગર પાલિકામાં શરૂઆતથી જ કોંગ્રેસમાં વિવાદો હતા. જૂથવાદને લઇને કોંગ્રેસ પાસે કુલ 36 સભ્યોમાંથી 4 અપક્ષ સહિત 32 સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં નારાજ 14 સભ્યોએ મેન્ડેટ સામે બંડ પોકારી દીધો હતો. બળવાકોર જૂથમાંથી પ્રમુખ- ઉપપ્રમુખ સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઇ આવતા તેઓનો વિજય થયો હતો. જે પછી ભાજપમાં પક્ષાંતર કરી ગયા હતા. હવે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસના બીજા જૂથને રાસ ન આવતા પાલિકાના સભ્ય અફઝલ હુસેન કાબાવાલાએ ગાંધીનગર ખાતે પક્ષાંતર ધારા સામે અરજી કરી હતી.

માજી પ્રમુખ સોનલબેન સોલંકી ભૂતકાળમાં પ્રમુખ પદ ભોગવી ચૂક્યા છે તેમ છતાં પણ ડભોઇ નગર પાલિકામાં જૂથ વાદને ટેકો આપી રહ્યા હતા.

2010માં આવું જ થયું હતું

2010માં ડભોઇ નગર પાલિકાના 9 સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સભ્ય પગ ગુમાવવું પડ્યું હતું. જેમાં પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત 9 સભ્યો ચૂંટણી પહેલા સત્તા છોડવી પડી હતી. ભાજપે અઢી વર્ષ માટે સત્તા મેળવવા માટે પક્ષાંતર કરાવ્યું હતું. વિનોદ સોલંકી પ્રમુખ હતા.

અઢી વર્ષ પૂરા થયા બાદ બહુમતી ધરાવતાં ભાજપા પક્ષના ડો.જશભાઇ પટેલને પ્રમુખ તરીકે બેસાડવા ઉપરથી નક્કી કરાયું હતું. સભ્યો જેમને પ્રમુખ બનાવવા માંગતા હતા તે ન બનતાં ભાજપાના 9 સભ્યોમાં હ પ્રમુખ મૂકેશ દાલ, ઉપપ્રમુખ એચવી શાહ, ભારતસિંહ સિકલીગર, દુષ્યંત જૈન, રૂપલ શાહ, જાગૃતિ શાહ, તેજલબેન શાહ, ગોપાલ વસાવા વગેરેએ તાત્કાલિક અસરથી જ ભાજપા સાથે છેડો ફાડી નાંખી બંડ પોકારી વિકાસ મંચની રચના કરી હતી.

કોંગ્રેસ સાથે હાથ મિલાવી પ્રમુખ ડો.જશભાઇ પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી ખદેડી દેવાયા હતા. તેથી ભાજપે કલેકટરમાં પક્ષાંતર ધારા હેઠળ ફરિયાદ કરી હતી. જિલ્લા કલેક્ટરે તેમને હાંકી કાઢ્યા હતા. ગાંધીનગર પક્ષાંતર ધારાની કચેરી ખાતે અપીલમાં ગયા હતાં. વડી અદાલતે હુકમ માન્ય રાખતાં ભાજપના બળવાખોર વિકાસ મંચના પ્રમુખ અને ઉપપ્રમુખને સત્તા છોડવી પડી હતી.