અમદાવાદ, 26 ડિસેમ્બર 2019
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલય કારકુન સંવર્ગ 3ની ભરતી પરીક્ષાના પ્રશ્ન પત્ર ફૂટવાના કાંડની ખાસ તપાસ ટુકડી – સીટ દ્વારા હાથ ધરાયેલી તપાસને પરિણામે 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ભરતી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મળતાં, યુવાનોનો આક્રોશ અને કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યા બાદ સરકારે તેની પરીક્ષા રદ કરવી પડી હતી.
અગાઉ ખાસ તપાસ ટુકડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, પૂર્વયોજિત રીતે પરીક્ષા પહેલાં જ પ્રશ્ન પત્ર ફૂટી ગયું હતું. આંતરરાજય ગેંગ સામેલ હોવાની શકયતા છે. રાજકીય માણસોની સંડોવણી હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.
હવે આંતરરાજ્ય ગેંગ નહીં પણ ગુજરાતના જ લોકોની કોઇ સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસ અધિકારી મયંક ચાવડાએ જણાવ્યું કે, દાણીલીમડા ખાતેની એક શાળાના આચાર્ય વિજયસિંહ વાઘેલા અને સંચાલક સુધીના લોકોની સંડોવણી સામે આવી છે. કોંગ્રેસનો કાર્યકર લકી સિંગ સંડોવાયેલો છે.
તપાસ અધિકારીઓ દ્વારા સીસીટીવી, વીડિયો ફુટેજ, વ્હોટ્સએપ અને કોલ રેકોર્ડિંગ તપાસમાં આવ્યા હતા. ફખરુદ્દીન નામના વ્યક્તિએ ફોટા પાડ્યા હતા. કોંગ્રેસના કાર્યકર લખવિન્દરસિંહની પણ સંડોવણી સામે આવી છે .
અમદાવાદ તોફાનમાં સંડોવાયેલા કોર્પોરેટર શહેઝાદખાન પઠાણનાં કાકાની શાળા છે. પ્રવીણદાન ગઢવી નામનો આરોપી ભાગતો ફરે તેનો સાળો રામ ગઢવી, દિપક જોશી નામનાં વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે.
પોલીસે અત્યાર સુધી ૩૦ જેટલા લોકોના નિવેદનો લીધા છે. વધુ 6 લોકોની સંડોવણી ય આ પ્રશ્ન પત્ર ફોડવાની લાઈનમાં હોઈ શકે છે.
જે રૂમમાં પ્રશ્ન પત્રની નકલ કરી એ વર્ગ ખંડમાં સીસીટીવી ન હતા. કેટલી રકમ લઈને પ્રશ્ન પત્ર ફોડવામાં આવ્યું હતું તેની તપાસ ચાલુ છે. દાણીલીમડા શાળાનો શિક્ષક કટર વડે પ્રશ્ન પત્રનું સીલ તોડી તેમાંથી એક પ્રશ્ન પત્ર પર કાઢી લે છે. બાજુમાં પ્રવીણદાન ગઢવી પ્રશ્ન પત્ર ના ફોટા પાડે છે ફકરૂદ્દીન ફોટા પાડીને સીલપેકમાં પાછા પ્રશ્ન પત્ર મૂકી દે છે. કશું ન બન્યું હોય તો કેવી રીતે કામગીરી કરવામાં આવી હતી. ફકરૂદ્દીન બધાને પ્રશ્ન પત્ર આપવા પરીક્ષા ખંડમાં જાય છે અને પ્રશ્ન પત્ર વેંચી આપે છે
શાળાના સંચાલકો મારફતે આખું કૌભાંડ થયું હોવાનો પોલીસનો દાવો છે. નવાબ બિલ્ડરની શાળા છે વિજય સિંહ વાઘેલા શાળાના પ્રિન્સિપાલ છે અમદાવાદ તોફાનોમાં સંડોવાયેલા નવાબ બિલ્ડરના શનિબાબા ના આ કાકા થાય છે. પ્રવીણદાન ગઢવી સૂત્રધાર છે અને દીપક જોષી દાણીલીમડાની એમ એસ ઉચ્ચત્તર શાળા પાસે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના કાર્યકર લકીસિહ હોવાનો પોલીસનો દાવો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના રાજુ ઐયર કે અન્ય કોઈપણ સંડોવણી સામે નથી. પ્રશ્ન પત્રનો મોબાઈલ ફોનનો સ્ક્રીનશોર્ટ 11.6 મીનીટે લેવાયો હતો. તેના આધારે જ આ આરોપી સુધી પહોંચી શકાયું હતું. મોબાઇલ ફોન કે સલમાન મોકલેલા તમામ 11 મોબાઈલ જપ્ત કરેલા છે. જેમાં પ્રવીણદાન ગઢવીના મોબાઈ દ્વારા ડેટા મળ્યો હોવાનું બહાર આવ્યું હતું.
ખાસ તપાસ ટુકડીમાં અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંક ચાવડા, આઇબી વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગનાં સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ભાવનગર નહીં
ભાવનગરમાં નિલમબાગ પોલીસ સ્ટેશન ભાજપના પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યનો જીતુ વાઘાણીના મતક્ષેત્રમાં પ્રશ્ન પત્ર ફૂટ્યું હોવાનો આરોપ હતો તેનો સરકારે ઈન્કાર કર્યો હતો.
ભાજપ પર શંકા હતી અને કોંગ્રેસ કાઢી
પ્રશ્ન પત્ર કાંડમાં અમદાવાદ ભાજપના નેતા રાજુ ઐયરનું નામ ઉછળ્યું હતું. ઐયરને સરકારે ગૌણ સેવા પસંદગી મંડળમાં સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. મુખ્ય પ્રધાને તેનો ઈન્કાર કર્યો હતો.
મુખ્ય પ્રધાનનો આરોપ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, પ્રશ્ન પત્ર ફૂટવાના કૌભાંડમાં જે લોકોની અટકાયત કરાઈ છે, તેમાં કોંગ્રેસના લોકોની સંડોવણી પુરવાર કરે છે. કોંગ્રેસે મચાવેલો ઉહાપોહ પાયા વિહોણો હતો. હવે તેમના જ પગ નીચે રેલો આવ્યો છે.
ઘટનાક્રમ
નવેમ્બર
17 : પ્રશ્ન પત્ર ફૂટ્યું ગોવાનો વિડિયો વાઈરલ
18 : ગેરરીતિ ન થઈ હોવાનો ભાજપ સરકારનો દાવો
22 : ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ દોડી જઈ રજૂઆતો કરી
29 : કોંગ્રેસે સામુહિક ચોરીઓના વિડિયો જાહેર કર્યા
ડિસેમ્બર
1 : કોંગ્રેસે આકરી ટીકા કરી આંદોલન કર્યું
2 : ગૌણ સેવા પંસદગી મંડળે રજૂઆતો સાંભળવાનું બંધ કર્યું
3 : પરીક્ષા રદ કરવાની માંગણી સાથે 12 લાખ ઉમેદવારોનું આંદોલન
4 : પુરવા છતાંયે સરકારે પ્રશ્ન પત્ર ફૂટ્યાનો ઈન્કાર કર્યો
14 : ફોરેન્સીક સાયન્સ લેબ દ્વારા પ્રશ્ન પત્ર ફૂટ્યું હોવાનું સ્વિકાર્યું.
16 : મહિના પછી સરકારે પરીક્ષા રદ કરી
19 : પ્રશ્ન પત્ર કોણે ફોડ્યુ તે સરકાર શોધી ન શકી
20 : આંતરરાજ્ય ટૂકડી હોવાની તપાસ ટુકડીએ જાહેરાત કરી
25 : પાંચ લોકોની ધરપકડ, મુખ્ય પ્રધાને રાજકીય આરોપો મૂક્યા