અમદાવાદ,તા:16 શહેરના જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના વ્યક્તિને મારી નાખવાની ધમકી આપ્યાંની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા તેજસ પટેલે બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે, જે મામલે સવારે તેજસ પટેલ તેમના મિત્ર સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ગયા હતા, જ્યાં આશિષ પટેલ અને તેમના ડ્રાઇવર કનુ દેસાઈ તેમની પાસે આવ્યાં હતા, આશિષ પટેલે ડ્રાઇવરને કહ્યું હતુ કે ગાડીમાં રિવોલ્વર પડી છે તે લાવીન તેજસને ગોળી મારી દો.
બિલ્ડરના ડ્રાઇવર કનુ દેસાઇએ તેજસને ગાળો પણ ભાંડી હતી, કહ્યું હતુ કે તને રાજસ્થાન લઇ જઇને પતાવી દેવાનો છે, આ મામલે તેજસ પટેલે પોલીસ ફરિયાદ કરી છે.