અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામીનારાયણ મંદિર વિવાદોમાં ઘેરાયું છે. સ્વામીનારાયણ મંદિરના હિસાબોના રૂ. 500 કરોડના ગોટાળાનો વિવાદ છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે તકરાર થતા એક ટ્રસ્ટીને માર મારતા તેમને હોસ્પીટલ ખસેડવામા આવ્યા છે. આ ઘટનાને લઈને કાલુપુર પોલીસે કૌશલેન્દ્રપ્રસાદ સહિત 3 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દ્રશ્યોમા જોવા મળતા આ વ્યકિત છે 66 વર્ષીય ગાંડાભાઈ પટેલ તેઓ ગાંધીનગરના માણસા તાલુના ગુલાબપુરાના રહેવાસી છે. કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી પણ છે. તેઓએ સ્વામીનારાયણ મંદિરમા થયેલી મીટીંગમાં હિસાબોમાં થયેલા ગોટાળાનો વિરોધ કરીને નાણાકીય વ્યવહારનો હિસાબ માગંતા મંદિરના મહારાજ કૌશલેન્દ્રપ્રસાદ તેજેન્દ્રપ્રસાદ પાંડે, ચીમનભાઇ અને મનીષભાઇએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેઓ બહારથી 6થી 7 માણસોને બોલાવીને અંદર લાવ્યા હતા. તે માણસોએ ભેગા મળીને ગાંડાભાઇને માર મારતા તેમને ગંભીર હાલતમા હોસ્પીટલમા ખસેડવામા આવ્યા છે.
માણસામા સહજાનંદ ડેરી ફાર્મથી વેપાર કરી રહેલા ગાંડાભાઈ છેલ્લા 3 વર્ષથી કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી છે. ટ્રસ્ટી બન્યા બાદ તેમને ધ્યાન પર આવ્યુ કે મંદિરના દાનભેટના નાણાની ઉચાપત થઈ રહી છે. નાણાકીય વ્યવહારોમાં ગોટાળા થઈ રહ્યા છે.
મંદિરના ગાદીપતી મહારાજ કૌશલેન્દ્રપ્રસાદ સહિત અન્ય વ્યકિતઓએ નાણાકિય ગોટાળો કરીને રૂ. 800 કરોડનુ કૌભાંડ આચર્યુ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગાદીપતી કૌશલેન્દ્રપ્રસાદએ અમરિકામાં 500 વીઘા જમીન પોતાના નામ પર લીધી છે. તે મંદિરમા કૌભાંડ આચરીને લીધી હોવાનો પણ આરોપ લગાવવામા આવ્યો છે. કાલુપુર પોલીસે હાલ તો મારામારીને લઈને ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.
છેલ્લા ઘણા સમયથી કાલુપુર સ્વામીનારાયણ મંદિર વિવાદમા રહ્યુ છે. અગાઉ એક સાધુ વિરૂદ્ધ સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યનો આક્ષેપ હતો. ત્યારે ફરી મંદિરના ગાદીપતી વિરૂદ્ધ ઉચાપતનો આરોપ સામે આવ્યો છે. ત્યારે આ વિવાદો વચ્ચે કાલુપુર પોલીસે ગુનો નોંધી મંદિરના ટસ્ટીઓ અને મહારાજની પુછપરછ શરૂ કરી છે.